Mahindra Scorpio ક્લાસિકનો ફૂલ રિવ્યૂ, મહત્વપૂર્ણ બદલાવ સાથે એક દમદાર SUV

Scorpio SUV એક એવું નામ છે, જેને કોઈ ઓળખની જરૂર નથી. જો કે, Scorpio N પણ બજારમાં આવી ગઈ છે, તો પણ મહિન્દ્રાએ હજુ પણ Scorpioનું વેચાણ ચાલુ રાખ્યું છે. જો કે, તેમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. વર્તમાનમાં Scorpio ગ્રાહકોની એક ફેવરેટ કાર રહી છે. એટલે જ, કંપનીએ પોતાના ગ્રાહકો માટે આનું વેચાણ ચાલુ રાખ્યું છે. સાથે જ પ્રીમિયમ સેગમેન્ટ પર કબ્જો કરવા માટે Mahindra Scorpio N ને બજારમાં ઉતારી છે.

શું થયા બદલાવ?

Scorpio Classic માં એન્જિન, ગિયરબોક્સ અને કેટલાક ઇન્ટીરિયર અપડેટ સહિત અનેક બદલાવ જોવા મળ્યા છે. જેથી જાણ થાય છે કે, આ એક સાધારણ ફેસલિફ્ટ નથી. જ્યારે બહારથી પહેલી નજરમાં વધારે બદલાવ જોવા મળતા નથી. આમાં મહિન્દ્રાના નવા લોગોને નજીકથી જોતા ડિઝાઈન ફેરફાર કર્યાની માહિતી મળે છે. અપડેટેડ હેડલેમ્પ ડિઝાઈન અને એક નવા બમ્પરની સાથે એક નવી ગ્રિલ આપવામાં આવી છે, જ્યારે આનો ગ્રે કલર વાસ્તવામાં સામાન્ય Scorpioની તુલનામાં ખૂબ જ સારો દેખાય છે.

કેવો છે લુક?

Scorpio Classicમાં બોનટ સ્કૂપની જેમ કેટલીક વસ્તુઓને પહેલાની જેમ રાખવામાં આવી છે. આમાં નવા 17 ઇન્ચ ડાયમંડ કટ એલોય વ્હીલ આપવામાં આવ્યા છે, જ્યારે પાછળથી Scorpioની Classic LED ટેલ-લેમ્પ તાત્કાલિક તેનો પરિચય કરાવે છે. મહિન્દ્રાએ Scorpioની મુખ્ય ડિઝાઈન સાથે કોઈ પણ છેડછાડ કરવામાં આવી નથી.

કેવું છે ઇન્ટીરિયર?

આનું ઇન્ટીરિયર જુના Scorpio જેવું જ છે, પણ નવા લોગોની સાથે આમાં 9 ઇન્ચની મોટી ટચસ્ક્રીન આપવામાં આવી છે. બાકી Scorpioનું લુક પહેલા જેવો જ છે. જો કે, કેટલાક ફીચર્સ ઓછા કરી દેવામાં આવ્યા છે, જ્યારે સ્ટોરેજ સ્પેસને વધારે સારો બનાવી શકાતો હતો. સાથે જ સીટની ઊંચાઈને એડજસ્ટ કરવું હજુ પણ મુશ્કેલ છે. સેકન્ડ રોમાં એક મોટો હેડરૂમ અને કેપ્ટન સીટ લે-આઉટની સીટોમાં પણ સારો લેગરૂમ મળે છે. અમે થર્ડ રોમાં આવેલી સીટોની જગ્યા પર બેંચ સીટને વધુ સુરક્ષિત માનીએ છીએ.

ડ્રાઈવિંગ એક્સપીરિયંસ

જ્યાં લુક્સ અથવા ઇન્ટીરિયરમાં એટલો બદલાવ કરવામાં આવ્યો નથી. તેમજ, આનો ડ્રાઈવિંગ અનુભવ સૌથી મોટું આકર્ષણ છે. આનું નવું 2.2 લીટર ડીઝલ એન્જિન હવે વધુ સાયલેન્ટ છે, સાથે જ આનો ગિયરબોક્સ ખૂબ જ વધારે રિફાઈન્ડ અને સ્મૂથ છે. આનું 6-સ્પીડ મૈન્યુઅલ ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવો સરળ છે અને આનો ક્લચ જરાક પણ હેવી નથી, આના એન્જિન 130bhpની પાવર જનરેટ કરે છે, પણ સૌથી મહત્વનું આનું 300 Nm ટોર્ક છે. જે આના ઉપયોગને સરળ બનાવે છે અને આના માટે અનેક ડાઉનશિફ્ટ અથવા વારંવાર ગિયર બદલવાની જરૂર રહેતી નથી.

સ્ટાર્ટ/સ્ટોપ બટનની ઉપલબ્ધતાની સાથે એન્જિન હવે હજુ વધારે એફિશિએન્ટ છે અને આને શહેરમાં પણ ડ્રાઈવ કરવું ખૂબ જ સરળ છે. સ્ટીયરિંગ થોડું ભારે લાગે છે, પણ ચઢાણવાળી રાઈડ પર સંસ્પેશન આટલી મજબૂતી બતાવે છે, જે આ કિંમત પર અન્ય કોઈ પણ SUV બતાવતી નથી. આ એક જૂની ડિઝાઈનની SUV છે પણ પોતાના નવા એન્જિનની સાથે આ વધુ ડિઝાયરેબલ ફિલ આપે છે. જ્યારે આની સ્ટાઇલિંગ, મજબૂતી અને બ્રાન્ડ વૈલ્યૂની સાથે આનું આકર્ષણ બની રહે છે. આનું ટોપ એન્ડ વર્જનની કિંમત 15.4 લાખ રૂપિયા હોવાની સાથે, Scorpio Classic ની પોતાની અલગ ઓળખ છે, જે અન્ય કોઈ SUV સાથે મેચ થતી નથી.

Related Posts

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.