- Tech and Auto
- મોંઘી થઈ Maruti Suzukiની ગાડીઓ, જાણો કોની કેટલી કિંમત વધી
મોંઘી થઈ Maruti Suzukiની ગાડીઓ, જાણો કોની કેટલી કિંમત વધી
Maruti Suzuki India Ltd વર્ષના પહેલા મહિનામાં જ પોતાના ગ્રાહકોને ઝટકો આપતા પોતાની ઘણી કારોની કિંમતમાં વધારો કર્યો છે. જોકે કંપનીની કિંમતો વધારવાની જાહેરાત 2020ના ડિસેમ્બર મહિનામાં જ કરી દીધી હતી. તેવામાં હવે દેશની સૌથી મોટી કાર કંપનીએ પોતાની કારોની કિંમતમાં 34,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. તો ચાલો જોઈ લઈએ કંઈ કારોમાં કેટલી કિંમતનો વધારો કર્યો છે.
Maruti Suzuki Alto

દેશની સૌથી લોકપ્રિય કાર અલ્ટોની શરૂઆતની કિંમત 2,94,800 રૂપિયા હતી અને તેના ટોપ મોડેલની કિંમત 4.36 લાખ રૂપિયા હતી, જે વધીને ક્રમશઃ 2,99,800 રૂપિયા અને 4,48,200 રૂપિયા થઈ ગઈ છે.
Maruti Suzuki S-Presso

આ મિડ વેરિયન્ટ્સ કારની શરૂઆતની કિંમત 3,70,500 રૂપિયા છે અને ટોપ વેરિયન્ટની કિંમત 4,99,000 રૂપિયા છે. આ કારની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તે સિવાયની મિડ વેરિયન્ટ્સની કિંમતમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
Maruti Suzuki Wagon R

મિડ રેન્જ કારની શરૂઆતના મોડેલની કિંમત 5.25 લાખ રૂપિયા છે અને તેના ટોપ વેરિયન્ટની કિંમત 5,94,800 રૂપિયા છે, જેને વધારીને 5,45,500 રૂપિયા અને ટોપ વેરિયન્ટની કિંમત વધારીને 6,18,000 રૂપિયા કરવામાં આવી છે.
Maruti Suzki Vitara Breeza

આ કારની જૂની કિંમત 7,34,000 રૂપિયા છે અને તેના ટોપ મોડેલની કિંમત 11,40,000 રૂપિયા છે, જેની કિંમત વધારીને 7,39,000 રૂપિયા અને ટોપ મોડેલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
Maruti Suzuki Swift

સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વેચાણ થનારી ગાડીની શરૂઆતની કિંમત 5,19,000 રૂપિયા છે, જેમાં 30,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી તેની કિંમત વધીને 5.30,000 રૂપિયા થઈ છે, જ્યારે તેના ટોપ વેરિયન્ટની કિંમત 8,02,000 રૂપિયા છે.
Maruti Suzuki Dezire

મિડ સાઈઝ સિડાન કારની આ શરૂઆતની કિંમત 5,89,000 રૂપિયા છે, જેમાં 5000નો વધારો કરવાની સાથે તેની કિંમત 5,94,000 રૂપિયા થઈ છે. જ્યારે ટોપ વેરિયન્ટની કિંમત 8,80,000 રૂપિયા છે.
Maruti Suki Celerio

આ કારની કિંમતમાં 13,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી કારની કિંમત 4,53,000 રૂપિયા છે, જ્યારે તેના ટોપ મોડેલમાં પણ 12,000નો વધારો કરવામાં આવ્યો છે.
Maruti Suzuki Ertiga

આ કારની કિંમતમાં 10,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે તેના ટોપ મોડેલમાં 19,000 રૂપિયાના વધારા પછી તેની કિંમત 9,14,000 રૂપિયા થઈ છે.

