- Tech and Auto
- Realme ભારતમાં ટૂંક લોન્ચ કરી શકે છે દુનિયાનો પહેલો 64MP કેમેરાવાળો સ્માર્ટફોન
Realme ભારતમાં ટૂંક લોન્ચ કરી શકે છે દુનિયાનો પહેલો 64MP કેમેરાવાળો સ્માર્ટફોન

એ ચર્ચા પહેલાથી જ હતી કે, Realme એક ફ્લેગશિપ કેમેરા ફોન પર કામ કરી રહી છે. જાહેર કરાયેલા ટીઝરમાં પહેલા બતાવવામાં આવ્યું હતું કે, Realme પહેલી કંપની હશે જે 64 મેગાપિક્સલ સેન્સરની સાથે સ્માર્ટફોન લાવશે. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે, હવે વધુ રાહ જોવાની જરૂર નથી. કારણ કે, કંપનીએ જાહેરાત કરી છે કે, આવનારા અઠવાડિયામાં ભારતમાં 64 મેગાપિક્સલનો ક્વોડ કેમેરા સ્માર્ટફોન ટેક્નોલોજીને શોકેસ કરશે.
Realme દ્વારા 8 ઓગસ્ટે નવી દિલ્હીમાં આ કેમેરા ટેક્નોલોજીને શોકેસ કરવામાં આવશે. કંપની તેને કેમેરા ઈનોવેશન ઈવેન્ટ કહી રહી છે. 64 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન કંપનીનો પહેલો ક્વોડ કેમેરા ફોન હશે. માત્ર એટલું જ નહીં તે કંપનીનો પહેલો ફોન હશે. જેમાં ડ્યુઅલ રિયર કરતા આગળ વધીને સીધો ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવી રહ્યું છે. સાથે જ એ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી છે કે, ભારત પહેલું બજાર હશે, જેમાં Realmeનો 64 મેગાપિક્સલ કેમેરાવાળો સ્માર્ટફોન ઉતારશે.
હાલ Realmeના 64 મેગાપિક્સલ કેમેરાવાળા સ્માર્ટફોનને લઈને વધુ જાણકારીઓ સામે આવી નથી. પરંતુ જે ટીઝર ઈમેજ કંપનીએ જાહેર કરી છે, તેમાં 4 કેમેરા લેન્સ ઉપરાંત 64 મેગાપિક્સલ લખેલું દેખાઈ રહ્યું છે. હાલ આ સ્માર્ટફોનના નામને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેને X સીરિઝ અંતર્ગત ઉતારવામાં આવી શકે છે આ કોઈ નવો કેમેરો ફોકસ્ડ સીરિઝમાં તેને જગ્યા આપવામાં આવી શકે છે.
ગત મહિને જ કંપનીએ ફોનની ટીઝર ઈમેજ Vibo પોસ્ટ કરવામાં આવી હતી, જેમા માત્ર કેમેરાનો જ સેક્શન દેખાઈ રહ્યો છે. Realme ઈન્ડિયા તરફથી જે ઈનવાઈટ શેર કરવામાં આવ્યા છે, તેમાં પણ માત્ર આ જ સેક્શનને દર્શાવવામાં આવ્યો છે. એવામાં સ્માર્ટફોનની ઓવરઓલ ડિઝાઈનને લઈને સસ્પેન્સ બરકરાર છે. આ ફોન Samsungના નવા 64 મેગાપિક્સલ ISOCELL GW1 સેન્સરની સાથે આવનારો પણ પહેલો ફોન હશે.
Get ready to witness some of the world's first in smartphone camera technology at the #realme camera innovation event. Stay Tuned as we #LeapToQuadCamera and reveal the world's first 64MP Quad Camera technology on a smartphone. pic.twitter.com/iN6xde6Y7l
— realme (@realmemobiles) 2 August 2019
64 મેગાપિક્સલ ઈમેજને લઈને મળતી માહિતી અનુસાર, એક ઈમેજ ટીઝરને પણ ગત મહિને પોસ્ટ કરવામાં આવી હતી. હાલ 64 મેગાપિક્સલ કેમેરા ઉપરાંત બાકી કેમેરાના રિઝોલ્યૂશન અથવા અન્ય કોઈ જાણકારી સામે આવી નથી. આશા છે કે, 64 મેગાપિક્સલ વાઈડ એન્ગલ ઉપરાંત એક ટેલીફોટો કેમેરો, અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરો અને એક ToF કેમેરો આપવામાં આવી શકે છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
પાકિસ્તાન માટે IMFએ લોન તો મંજૂર કરી, પણ 11 એવી શરતો રાખી કે પ્રજા પર ભાર પડશે
26 તારીખે ગુજરાતમાં PM મોદીનો મેગા રોડ શો, અમદાવાદમાં S-400, બ્રહ્મોસ અને સૈનિકોના કટઆઉટ લગાવાયા
Opinion
-copy54.jpg)