- Tech and Auto
- 1000ccની એન્જિનવાળી કાર ખરીદવી હોય તો આ ઓપ્શન બેસ્ટ છે
1000ccની એન્જિનવાળી કાર ખરીદવી હોય તો આ ઓપ્શન બેસ્ટ છે

જો તમે નાની કાર ખરદવા માંગતા હોવ તો તમે 1000cc એન્જિનવાળા આ કારના ઓપ્શનમાંથી તમે કોઈ પસંદ કરી શકો છો. આ કાર હાલની મોર્ડન સુવિધા સાથે બેસ્ટ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તો ચાલો જોઈ લઈએ કારના ઓપ્શન...
Maruti Suzuki Alto K10
દેશની સૌથી વેચાયેલી કાર Altoનું આ 1.0 લીટર મોડેલ છે. આ કારમાં 998 ccનું એન્જિન છે જે 68 phsનો પાવર અને 90Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 3.29 લાખ રૂપિયા છે.
Hyundai Eon
ક્વોલિટી થી લઈને ફિનીશીંગ સુધી આ કાર પરફેક્ટ છે. આ સેગમેન્ટની કારના મુકાબલે તેને ખરીદવું સારું કહેવાશે. આ કારમાં 998 ccનું એન્જિન આપ્યું છે જે 66 phsનો પાવર જનરેટ કરે છે. કારનું એન્જિન 5 સ્પીડ ગીયરબોક્સથી લેસ છે. કારની માઈલેજ 2..03 કિમી. પ્રતિ કલાકની છે. કારની શરાતની કિંમત 4.29 લાખ રૂપિયા છે.
Datsun Redi Go
કિંમતને ધ્યાનમાં રાખતા આ સૌથી સારી કાર છે પરંતુ ક્વોલિટીના મામલામાં આ કાર કદાચ જ પસંદ આવે તેવી છે. 1.0 લીટર પેટ્રોલ એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગીયરથી લેસ છે. 22 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપતી હોવાનો દાવો કંપનીએ કર્યો છે. તેની શોરૂમ કિમત 3.63 લાખથી શરૂ થાય છે.
Volkswagen Polo
Voksveganની નવી 1000cc એન્જિનવાળી Polo કારમાં 3 સિલીન્ડર એન્જિન છે. તેનું નવે પેટ્રોલ વર્ઝન 18.78 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે છે. કારની શરૂઆતની કિંમત 5.41 લાખ રૂપિયા છે.
Maruti Baleno RS
Marutiની આ લોકપ્રિય કારમાં 1.0 લીટર બુસ્ટરજેટ ટર્બો એન્જિન છે. કારની શરૂઆતની કિંમત 8.44 લાખ રૂપિયા છે. આ કારને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)