- Offbeat
- 1 રૂપિયાનો દુલર્ભ સિક્કો 10 કરોડ રૂપિયામાં વેચાયો, તમે પણ આ રીતે વેચી શકો
1 રૂપિયાનો દુલર્ભ સિક્કો 10 કરોડ રૂપિયામાં વેચાયો, તમે પણ આ રીતે વેચી શકો
ગુજરાતીમાં એક એવી કહેવત છે કે સંઘરેલા સાપ પણ કામનો. કોઇક વાર એવું બને કે તમેં કોઇ સંઘરેલી વસ્તુની એવી કિંમત મળી જાય જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. આવા જ એક કિસ્સાની વાત કરવી છે જેમાં 1 રૂપિયાનો દુલર્ભ સિક્કો 10 કરોડ રૂપિયામાં વેચાયો છે.
તમારી પાસે પણ કોઇ દુલર્ભ સિક્કા કે દુલર્ભ વસ્તુ હોય તો આ રીતે તમે વેચી શકશો. જેણે 1 રૂપિયાનો આ દુલર્ભ સિક્કો સાચવીને રાખ્યો હશે તેના માટે જાણે નસીબનું તાળું ખુલી ગયું હોય તેવો ઘાટ થયો હશે. કારણ કે 1 રૂપિયાના 10 કરોડ રૂપિયા મળી શકે એવું સપનેય વિચાર્યુ નહીં હશે.
આપણી આસપાસ અનેક એવા લોકો હોય છે જેમવા જુના સિક્કા કલેક્ટ કરવાનો વિશેષ શોખ હોય છે, આવા લોકોને Numismatist કહેવામાં આવે છે. આવા એન્ટીક સિક્કા કે નોટસની અંદર કોઇ ખાસ વાત હોય છે, જેને કારણે લોકો ઉંચી કિંમતે ખરીદી લેતા હોય છે. તમે આવા એન્ટીક સિક્કાને ઓનલાઇન પ્લેટફોર્મ પર ખરીદી કે વેચી શકો છો.

અત્યારે એક સમાચાર વાયુવેગે પ્રસરી રહ્યા છે કે 1 રૂપિયાનો દુલર્ભ સિક્કો 10 કરોડ રૂપિયામાં વેચાયો છે. આ દુલર્ભ સિક્કાની ઓનલાઇન ખરીદી કરવામાં આવી હતી. જાણવા મળેલી માહિતી મુજબ આ સિક્કો હરાજીથી ખરીદવામાં આવ્યો હતો.

એક અહેવાલમાં જણાવ્યા મુજબ 1 રૂપિયાના આ દુલર્ભ સિક્કાના 10 કરોડ રૂપિયા મળ્યા તેનું કારણ એવું છે કે આ સિક્કો બ્રિટિશ ઇન્ડિયાના સમયનો છે. આ સિક્કો 1885માં બન્યો હતો. તમારી પાસે પણ જો કોઇ એન્ટીક સિક્કા કે નોટ્સ હોય તો તમે પણ ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચી શકો છો.
એના માટે તમારે ઓનલાઇન પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને બેઝીક માહિતી આપવી પડશે. એ પછી તમારી પાસે જે કલેકશન હોય તેનો ફોટો પાડીને એ પ્લેટફોર્મ પર મુકી શકો. કોઇક વાર કરોડો રૂપિયાની કિંમત પણ તમારા કલેકશનની મળી જોય તો નવાઇ નહીં લાગે.

તમારી જાણકારી ખાતર જણાવી દઇએ કે આવા પ્રકારની ડીલમાં RBIની કોઇ પણ પ્રકારની ભૂમિકા હોતી નથી. એમાં વેચનાર અને ખરીદનાર બનેંએ એકબીજા પર વિશ્વાસ રાખીને ડીલ કરવી પડે છે. RBI આવા પ્રકારના ખરીદ-વેચાણને પ્રોત્સાહન આપતું નથી.

