ભીમબેટકાને માનવામાં આવે છે માનવ વિકાસનું આરંભિક સ્થાન, જોવા મળશે રોક પેઈન્ટીંગ્સ

મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં એક એવી જગ્યા છે જેને દુનિયામાં માનવ વિકાસનું પ્રારંભિક સ્થાન માનવામાં આવે છે. અહીં ગુફાઓમાં બનાવવામાં આવેલા ચિત્રો હજારો વર્ષ પહેલાનું માનવ જીવન દર્શાવે છે. અહીં બનાવેલા ચિત્ર મુખ્યત્વેઃ નૃત્ય, સંગીત, આખોટ, ઘોડા અને હાથીની સવારી, આભૂષણોને સજાવવા અને મધ જમા કરવા અંગનો સમાવેશ થાય છે.

ભીમબેટકા મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં સ્થિત એક જૂનુપાષાણિક રહેવાનું સ્થળ છે. જો આદિ-માનવ દ્વારા બનાવવામાં આવેલા આ શૈલચિત્રો અને શૈલશ્રયો માટે પ્રસિદ્ધ છે. આ ચિત્રો પુરાપાષાણ કાળ થી મધ્યપાષાણ કાળ સમય સુધીનું માનવામાં આવી રહ્યું છે. આ ચિત્ર ભારતીય ઉપમહાદ્વીપમાં માનવ જીવનના પ્રાચીન ચિન્હો છે.

આ જગ્યા મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી 45 કિમી દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. તેની શોધ વર્ષ 1957-1958માં ડૉ. વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા કરવામાં આવી હતી. ભીમબેટકા ક્ષેત્રને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, ભોપાલ મંડળે ઓગષ્ટ 1999માં રાષ્ટ્રીય મહત્ત્વનું સ્થળ જાહેર કર્યું છે. તેના પછી જુલાઈ 2003માં યુનેસ્કોએ તેને વિશ્વ હેરીટેજ સાઈટ તરીકે જાહેર કરી છે.

ભીમબેટકામાં આદિમાનવોના શૈલાશ્રય અને શૈલ ચિત્ર અને અન્ય પુરાવશેષ પણ મળ્યા છે, જેનામાં પ્રાચીન કિલ્લાની દિવાલ, લઘુ સ્તૂપ, પાષાણ નિર્મિત ભવન, શુંગ-ગુપ્ત કાલીન અભિલેખ, શંખ અભિલેખ અને પરમાર કાલીન મંદિરના અવશેષ સામેલ છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન મહાભારતના ચરિત્ર ભીમ સાથે સંબંધિત છે. જેના પરથી તેનુ નામ રાખવામાં આવ્યું છે.

આ ગુફાઓ મધ્ય ભારતના પઠાર પર દક્ષિણ કિનારા પર સ્થિત વિંધ્યાચળની પહાડીઓના નીચેના ભાગ પર છે, જેને જોવા માટે આખા દેશ અને દુનિયાભરના પ્રવાસીઓ અને શોધાર્થી આવે છે. જોકે હજુ પણ આ ક્ષેત્રમાં પરિવહન સુવિધા અપૂરતી છે, જો તેને જિલ્લા સરકાર પૂરી કરી દે તો પ્રવાસીઓ વધવાની સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે.

આ ગુફાઓમાં બનાવેલા ચિત્રો હજારો વર્ષ પહેલાનું જીવન બતાવે છે. અહીંની દિવાલો ધાર્મિક સંકેતોથી સજેલી જોવા મળે છે, જે પૂર્વ ઐતિહાસિક કલાકારો વચ્ચે લોકપ્રિય હતા. આ પ્રકાર ભીમબેટકાના પ્રાચીન માનવના સંજ્ઞાત્મક વિકાસનું કાળક્રમ વિશ્વના અન્ય પ્રાચીન સમાનાંન્તરસ્થળોથી હજારો વર્ષ પૂર્વ થયો હતો. આ પ્રકારથી આ સ્થળ માનવ વિકાસનું પ્રારંભિક સ્થળ પણ માનવામાં આવે છે. અહીં તમને ઘણા પ્રકારના ઝાડ જોવા મળશે. એક પથ્થર અને એક ઝાડ પર્યટકોનું આકર્ષણનું કેન્દ્ર છે. પથ્થરોની પ્રાકૃતિક આકૃતિ કાચબા જેવી છે. અને તેની ઉપર બીજો કાચબો બેઠેલો હોય તેવું લાગે છે.

About The Author

Top News

SIRના ત્રીજા તબક્કાનું સમયપત્રક જાહેર કરાયું, આ હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે

દેશભરમાં મતદાર યાદીઓને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે, ચૂંટણી પંચે આખરે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ...
National 
SIRના ત્રીજા તબક્કાનું સમયપત્રક જાહેર કરાયું, આ હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થશે

સુપ્રીમ કોર્ટે સંજય કપૂર મિલકત વિવાદ પર પરિવારને ચેતવણી આપતા કહ્યું કે, 'આપણે ખાલી હાથે આવ્યા હતા, અને ખાલી હાથે જ જવાનું છે..'

સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે સંકળાયેલા એસ્ટેટ અને કૌટુંબિક ટ્રસ્ટ વિવાદના કિસ્સામાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જ્યાં...
National 
સુપ્રીમ કોર્ટે સંજય કપૂર મિલકત વિવાદ પર પરિવારને ચેતવણી આપતા કહ્યું કે, 'આપણે ખાલી હાથે આવ્યા હતા, અને ખાલી હાથે જ જવાનું છે..'

પહેલા કરી દોસ્તીની વાત, પછી શી જિનપિંગે તાઇવાન પર ટ્રમ્પને ચેતવણી આપી; US સાથેની મુલાકાતમાં ડ્રેગને કડક વલણ અપનાવ્યું

બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે અમેરિકા અને ચીન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠકમાં મિત્રતા અને તણાવ બંનેનો પરિચય થયો. ચીનના...
World 
પહેલા કરી દોસ્તીની વાત, પછી શી જિનપિંગે તાઇવાન પર ટ્રમ્પને ચેતવણી આપી; US સાથેની મુલાકાતમાં ડ્રેગને કડક વલણ અપનાવ્યું

ચૂંટણી પછીની હિંસા કેસમાં પોતાની રજૂઆત કરવા વકીલના ડ્રેસમાં મમતા બેનર્જી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા!

પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી ગુરુવારે વકીલના પોશાક પહેરીને કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં...
National 
ચૂંટણી પછીની હિંસા કેસમાં પોતાની રજૂઆત કરવા વકીલના ડ્રેસમાં મમતા બેનર્જી કલકત્તા હાઈકોર્ટમાં પહોંચ્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.