જાણો શું તફાવત છે ચિત્તા અને દીપડા વચ્ચે? કોણ છે તાકતવર અને કોની સ્પીડ છે વધુ

મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાના આગમનના સમાચારની વચ્ચે એવી પણ જિજ્ઞાસા છે કે શું ચિત્તા અને દીપડા એક જેવા જ હોય છે કે તેમની વચ્ચે કોઈ તફાવત હોય છે? અથવા તો પછી બંનેમાં કોણ તાકાતવર હોય છે. દેખાવમાં ભલે આ બંને પ્રાણી લગભગ એક જેવા જ દેખાતા હોય, પરંતુ તે બંને વચ્ચે તફાવત છે. પછી તે ગતિનો મામલો હોય કે પછી તાકાતનો આ બંને પ્રાણીઓની પોતાની આગવી વિશેષતાઓ છે. કૂનોમાં આફ્રિકાના નામીબિયાથી ચિત્તા લાવવામાં આવ્યા છે. આફ્રિકામાં પણ હવે ગણતરીના જ ચિત્તા બચ્યા છે.

જ્યાં સુધી વાત તાકાતની છે તો ચિત્તાની સરખામણીમાં દીપડા વધુ તાકાતવર હોય છે જ્યારે, સ્પીડના મામલામાં ચિત્તાની કોઈ જોડ નથી. આ મામલામાં દીપડો ચિત્તાની તોલે ના આવે. દીપડો સામાન્યરીતે એકલો જ રહેવાનું પસંદ કરે છે, તેમજ નર ચિત્તા સમૂહમાં રહે છે. માદા ચિત્તા જરૂર એકલા રહે છે. જોકે, તેમના બાળકો તેની સાથે હોય છે. શિકારના સમયે તેણે બાળકોનું પણ ધ્યાન રાખવુ પડે છે. સ્પીડના મામલામાં ચિત્તાની કોઈ જોડ નથી, પરંતુ તે લાંબા સમય સુધી નથી દોડી શકતો. ભારત સહિત એશિયાના લગભગ દરેક દેશમાંથી ચિત્તા વિલુપ્ત થઈ ચુક્યા છે. ઈરાનમાં જરૂર કેટલાક ચિત્તા મળી આવે છે, જે મધ્ય ઈરાનના પઠારી વિસ્તારમાં રહે છે.

ચિત્તાની વિશેષતાઓ

ચિત્તાની ચામડીનો રંગ હળવો પીળો અથવા ઓફ વ્હાઈટ હોઈ શકે છે.

ચિત્તાનું માથુ નાનું અને ગોળ હોય છે. છાતી ઊંચી અને પેટ પાતળું હોય છે.

ચિત્તાના ફર પર ગોળ અથવા અંડાકાર આકારના કાળા ધબ્બા હોય છે.

ચિત્તાના ચહેરા પર આંખોના ખૂણાથી મોઢા સુધી એક કાળી લાઈન આવે છે.

ચિત્તાની આંખો થોડી પીળી દેખાય છે.

ચિત્તા વાઘની જેમ ત્રાડ નથી પાડી શકતા. તે બિલાડીની જેમ ઘૂરકે છે અથવા તો પછી પુર્રનો અવાજ કાઢે છે.

ચિત્તાના પાછળની પગના માંશપેશિઓ મોટી અને તાકાતવર હોય છે. તેને કારણે તેમને ગતિ મળે છે.

શિકારનો પીછો કરતી વખતે ચિત્તાના શરીરનું તાપમાન 105 ડિગ્રી ફેરનહિટ અથવા 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

ચિત્તો સૌથી ફાસ્ટ દોડી શકે છે, પરંતુ લાંબા અંતર સુધી નથી દોડી શકતો.

ચિત્તો 100 કિમી પ્રતિ કલાકની સ્પીડથી 100 મીટર સુધી, જ્યારે 80 કિમી પ્રતિ કલાકની સ્પીડથી 500 મીટર સુધી દોડી શકે છે.

દુનિયાના સૌથી ફાસ્ટ દોડી શકતા વ્યક્તિ ઉસેન બોલ્ટ કરતા ચિત્તાની સ્પીડ આશરે બેગણી હોય છે.

7 મીટર એટલે કે 23 ફૂટ લાંબી છલાંગ. ચિત્તા તેની સ્પીડ ત્રણ સેકન્ડમાં મેળવી લે છે. સારામાં સારી સ્પોર્ટસ કારને પણ તેની સ્પીડ હાંસલ કરવામાં 6 સેકન્ડ લાગી જાય છે.

દોડતી વખતે ચિત્તો ઘોડાની જેમ અડધો સમય હવામાં રહે છે.

ચિત્તાની એશિયન પ્રજાતિનું માથુ અને પગ અપેક્ષાકૃત નાના હોય છે. તેની ચામડી અને રુંવાટી મોટી હોય છે.

આફ્રિકી ચિત્તાની સરખામણીમાં તેની ગરદન પણ જાડી હોય છે.

ચિત્તાના વિલુપ્ત થવાનું એક મોટું કારણ એ છે કે તેમના બચ્ચા મુશ્કેલીથી બચી શકે છે. વાઘ, જરખ, બબૂન અને શિકારી પક્ષી તેનો શિકાર કરી લે છે.

માદા ચિત્તા માત્ર સેક્સ માટે નર ચિત્તાને મળે છે.

નર ચિત્તા 4-5ના ઝુંડમાં પણ રહે છે.

ચિત્તા પોતાના શિકારનો પીછો કરતી વખતે મારે છે.

પોતાના શિકારને ખાવામાં ચિત્તો વિલંબ નથી કરતો.

ચિત્તાનું સરેરાશ વજન 72 કિલો હોય છે.

સ્પીડમાં શિકાર કરવા માટે ચિત્તાને ખુલ્લી જગ્યાની જરૂર હોય છે.

દીપડાની વિશેષતાઓ

દીપડાનું માથુ મોટું હોય છે.

દીપડાના શરીર પર કાળા ધબ્બા હોય છે પરંતુ, તેનો આકાર ફિક્સ નથી હોતો.

દીપડાના ચહેરા પર ધબ્બા સમૂહોમાં ફેલાયેલા હોય છે, જે તેના શરીર પર દેખાય છે.

દીપડાની આંખો ચમકીલી ભૂરી અને લીલા રંગની દેખાય છે.

દીપડો વાઘની જેમ ત્રાડ પાડે છે.

દીપડો ઘાત લગાવીને હુમલો કરવામાં માહેર હોય છે

પૂંછડી ગોળાકાર ટ્યૂબ જેવી હોય છે. દીપડા પણ પોતાની પૂંછડીનો ઉપયોગ શારીરિક સંતુલન માટે કરે છે.

દીપડાના આગળના પગ પાછળની સરખામણીમાં વધુ મોટા હોય છે. તેને કારણે તેમને શિકારને ઝાડ પર ખેંચીને લઈ જવામાં મદદ મળે છે.

દીપડાના નખ ચપ્પૂ જેવા હોય છે, જે જરૂર પડવા પર બહાર નીકળી આવે છે. તેઓ તેનો ઉપયોગ શિકાર કરતી વખતે, ઝાડ પર ચડતી વખતે, લડતી વખતે અથવા તો શિકાર પર પંજો મારતી વખતે કરે છે.

દીપડાના પંજા તાકતવર અને મજબૂત ગ્રિપવાળા હોય છે, જેની મદદથી તેઓ પથ્થરો પર પણ ચડી શકે છે.

દીપડા ચિત્તાની સરખામણીમાં વધુ તાકતવર હોય છે. તેનો પંજો ચિત્તાને ઈજા પહોંચાડી શકે છે.

તે સામાન્યરીતે ઝાડ પર, ગાઢ જંગલ અથવા ઝાડીઓમાં સંતાયેલા રહે છે.

દીપડા મોટાભાગે રાત્રે જ શિકાર કરે છે.

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.