છેલ્લી 16 મીનીટમાં કલ્પના ચાવલા સાથે શું બન્યું, જાણો આખી ઘટના

15 વર્ષ અગાઉ એટલે કે 1 ફેબ્રુઆરી 2003ના રોજ ભારતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા સહિત સાત અંતરિક્ષ યાત્રીઓ ધરતી પર પાછા ફરી રહ્યા હતા ત્યારે સ્પેસ શટલ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાથી ભારત, ઇઝરાયલ સહિત અમેરિકામાં પણ શોક વ્યાપી ગયો હતો. આ ઘટના સ્પેસ સાયન્સ માટે મહત્વપૂર્ણ હતી. તમામ દુનિયાની નજર આ ઘટના પર હતી.

બીજી વખત અવકાશમાં જનારી કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962ના રોજ હરિયાણાના કરનાલમાં એક મધ્યવર્ગીય પરિવારમાં થયો હતો. કલ્પનાએ શરૂઆતનો અભ્યાસ કરનાલના ટેગોર બાલ નિકેતનમાં કર્યો હતો. તે સમયે છોકરી માટે અભ્યાસ ખૂબ પડકારરૂપ હતો છતાં કલ્પનાએ ચંડીગઢમાં પંજાબ એન્જીનિયરીંગ કોલેજમાં કલ્પનાએ એરોનોટિકલ એન્જીનિયરીંગમાં બી.ટેકનો અભ્યાસ કર્યો હતો. બાદમાં કલ્પનાએ ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જીનિયરીંગમાં એમ.ટેક કર્યું. યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી ડોક્ટરેટની ડિગ્રી હાંસલ કરી. વર્ષ 1988માં કલ્પના ચાવલાએ નાસા જોઇન કર્યું હતું. જ્યાં તેની નિમણુક રિસર્ચ સેન્ટરમાં થઇ હતી.

એમ.ટેકના અભ્યાસ દરમિયાન કલ્પના અને જીન પિયરે હેરિસનને પ્રેમ થઇ ગયો હતો અને તેમણે બાદમાં લગ્ન કરી લીધા હતા. 1991માં કલ્પનાને અમેરીકન નાગરિકત્વ મળ્યું હતું. કલ્પનાએ 1993માં નાસામાં એપ્લાય કર્યું પરંતુ તે સમયે તેને રિજેક્ટ કરી દેવામાં આવી હતી પરંતુ  1995માં માર્ચ મહિનો કલ્પના ચાવલાની લાઇફ માટે ખાસ દિવસ રહ્યો હતો. કારણ કે અંતરિક્ષ ઉડાણ માટે કલ્પનાની પસંદગી કરવામાં આવી હતી.

કલ્પનાનું પ્રથમ અંતરિક્ષ મિશન 19 નવેમ્બર 1997માં શરૂ થયું હતું. તેમણે છ અંતરિક્ષ યાત્રીઓ સાથે સ્પેસ શટલ કોલંબિયા STS-87થી ઉડાણ ભરી હતી. આ તેનો પ્રથમ મિશન હતું. કલ્પનાએ ધરતીના 252 ચક્કર લગાવ્યા હતા. તેણે અવકાશમાં 372 કલાકો વિતાવ્યા હતા. આ પછી તેને નાસા સ્પેશ મેડલ, નાસા ડિસ્ટીંગ્વિશ્ડ સર્વિસ મેડલ જેવા અનેક મેડલથી સન્માનિત કરવામાં આવી હતી.

2000માં ફરીથી કલ્પનાને બીજી વખત સ્પેશ યાત્રા માટે પસંદ કરવામાં આવી હતી. આ મિશન ત્રણ વખત પોસ્ટપોન થવા પછી આખરે 2003માં લોન્ચ કરવામાં આવ્યું હતું. 16 જાન્યુઆરી 2003ના આ સફરની શરૂઆત થઈ હતી અને તેમના સ્પેસમાં રોકામ દરમિયાન કલ્પના અને તેમની ટીમે 16 દિવસમાં 80 જેટલા એક્સપરીમેન્ટ કર્યા હતા. તેમે કુલ 30 દિવસ, 14 કલાક અને 54 મિનિટ સ્પેશમાં વિતાવી હતી.

કોલંબિયા સ્પેશ શટલ 1લી  ફેબ્રુઆરી 2003ના રોજ ધરતી પર બધા મેમ્બર્સ સાથે પાછું ફરી રહ્યું હતું. તેમને અમેરિકાના ટેક્સાસમાં ઉતરવાનું હતું પરંતુ 16 મિનિટ અગાઉ જ સ્પેસ શટલનો સંપર્ક તૂટી ગયો હતો. અને સ્પેસ શટલ તૂટી પડતા ટીમના દરેક સભ્યો ઇઝરાયલના વૈજ્ઞાનિક આઇલન રૈમન, અમેરિકાના વિલિયમ મૈકોલ, લોરેલ ક્લાર્ક, ડેવિડ બ્રાઉન અને માઇકલ એન્ડરસનનું મૃત્યુ થયું હતું.

વૈજ્ઞાનિકોના મતે કોલંબિયા શટલ STS-107 ધરતીથી બે લાખ ફૂટની ઉંચાઇ પર હતું તે સમયે શટલની સ્પીડ લગભગ 20  હજાર કિલોમીટર પ્રતિ કલાકની હતી. અચાનક આ સ્પેસ શટલથી નાસાનો સંપર્ક તૂટી ગયો હતો. સ્પેશ શટલ જેવું પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું તેનાં ગરમી પ્રતિરોધક સ્તરનો એક ભાગ નીકળી જતા સ્પેશ શટલ સળગી ઉઠ્યું હતું અને મિનીટોની અંદર તેનો કાટમાળ અમેરીકાના ટેક્સાસ રાજ્યના ડૈલસ વિસ્તારમાં 160 કિલોમીટરના વિસ્તારમાં મળી આવ્યો હતો. ભારતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા સહિત સાતેય અંતરિક્ષ યાત્રીઓના દુર્ઘટનામાં મોત થયા હતા.

હું અંતરીક્ષ માટે બની છું, દરેક પળ અંતરીક્ષ માટે વીતાવી અને મરીશ પણ અંતરીક્ષ માટે. પરંતુ કોને ખબર હતી કે ઘણી વાતને સાચી કરીને કલ્પના ચાવલા માત્ર 41 વર્ષની ઉંમરે સૌને અલવિદા કહી દેશે.

  

 

About The Author

Related Posts

Top News

'રામાયણ'માં રણબીરને જોઈને રામાયણ સીરિયલના લક્ષ્મણ નારાજ, કહે છે, 'આ જોવું મુશ્કેલ છે...'

રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મના ટીઝરને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક લોકો નિતેશ તિવારીની ફિલ્મથી પ્રભાવિત અને ઉત્સુક...
Entertainment 
'રામાયણ'માં રણબીરને જોઈને રામાયણ સીરિયલના લક્ષ્મણ નારાજ, કહે છે, 'આ જોવું મુશ્કેલ છે...'

'આ પાણી પીને બતાવો!' ગંદા પાણીથી નારાજ રહેવાસીઓએ BJP MLAને પાણીનો ગ્લાસ પકડાવી દીધો

જયપુરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા સુશીલપુરા વોર્ડ 45માં પીવાના ગંદા પાણીની સમસ્યા અંગે લોકોનો ગુસ્સો જાહેરમાં દેખાઈ રહ્યો છે....
National 
'આ પાણી પીને બતાવો!' ગંદા પાણીથી નારાજ રહેવાસીઓએ BJP MLAને પાણીનો ગ્લાસ પકડાવી દીધો

સાવધાન! 10માંથી 4 કંપનીઓ કાઢી રહી છે નકલી નોકરીઓ, શું હોય છે ‘ઘોસ્ટ હાયરિંગ'

આજકાલ, ઘણા નોકરી શોધનારાઓ એક વિચિત્ર ચક્રવ્યૂહમાં ફસાયા છે. તેઓ સતત સારી નોકરીઓ માટે અરજી કરે છે, ડિસ્ક્રિપ્શન...
Education 
સાવધાન! 10માંથી 4 કંપનીઓ કાઢી રહી છે નકલી નોકરીઓ, શું હોય છે ‘ઘોસ્ટ હાયરિંગ'

'નમસ્તે... તમારી પ્રોફાઇલને 20 લોકોએ લાઈક કરી છે, તે વાત કરવા માંગે છે!' તમે ન ફસાતા

પોલીસે ફતેહપુર શહેરના રાધાનગર વિસ્તારમાં લગભગ દોઢ વર્ષથી યુનિક રિશ્તા.કોમ દ્વારા લોકોને સાયબર છેતરપિંડી કરતી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. ...
National 
'નમસ્તે... તમારી પ્રોફાઇલને 20 લોકોએ લાઈક કરી છે, તે વાત કરવા માંગે છે!' તમે ન ફસાતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.