'આ પાણી પીને બતાવો!' ગંદા પાણીથી નારાજ રહેવાસીઓએ BJP MLAને પાણીનો ગ્લાસ પકડાવી દીધો

જયપુરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આવેલા સુશીલપુરા વોર્ડ 45માં પીવાના ગંદા પાણીની સમસ્યા અંગે લોકોનો ગુસ્સો જાહેરમાં દેખાઈ રહ્યો છે. ઘણા દિવસોથી, રહેવાસીઓ સ્વચ્છ પાણીને બદલે ગંદા ગટરનું પાણી પીવા માટે મજબૂર છે. વારંવાર ફરિયાદો કરવા છતાં, વહીવટી તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન મળવાને કારણે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે, જેના કારણે લોકોનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચી ગયો છે.

રાજસ્થાનની રાજધાની જયપુરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ ઘણા દિવસોથી ગટરનું ગંદુ પાણી પીવા માટે મજબૂર થયા છે. લગભગ એક મહિના પછી, જ્યારે સ્થાનિક ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. ગુસ્સે ભરાયેલા રહેવાસીઓએ ધારાસભ્યને ગંદા પાણીથી ભરેલો ગ્લાસ આપ્યો અને કહ્યું, 'જ્યારે અમે લોકો આવું પાણી પી રહ્યા છીએ, તો તમે પણ તેને પી ને બતાવો.' આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Dirty Sewage Water
indianexpress.com

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આ ઘટના જયપુરના સિવિલ લાઇન્સ વિસ્તારમાં સ્થિત સુશીલપુરા વોર્ડ 45માં બની હતી. એવો આરોપ છે કે, છેલ્લા એક મહિનાથી રહેવાસીઓને સ્વચ્છ પાણીને બદલે ગટરમાં ભળેલું ગંદુ પાણી મળી રહ્યું છે. સ્થાનિક લોકો કહે છે કે, તેઓએ વારંવાર ફરિયાદ કરી હતી, પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. 31 માર્ચે, જ્યારે BJPના ધારાસભ્ય ગોપાલ શર્માએ આ વિસ્તારની મુલાકાત લીધી, ત્યારે પહેલાથી જ ગુસ્સે ભરાયેલા લોકો એકઠા થઇ ગયા હતા.

મહિલાઓએ ખુલ્લેઆમ પોતાની ચિંતાઓ અને ગુસ્સો વ્યક્ત કર્યો. આ દરમિયાન, એક યુવકે ધારાસભ્યને ગંદા પાણીથી ભરેલો ગ્લાસ આપ્યો અને તેને પીવા માટે કહ્યું. ધારાસભ્યએ ગ્લાસને સૂંઘ્યો પણ પીવાની ના પાડી દીધી. ત્યારપછી મહિલાઓએ દાવો કર્યો કે, તેમને છેલ્લા એક મહિનાથી એ જ ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે. ઘટનાસ્થળે હાજર કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Dirty Sewage Water
abplive.com

વીડિયો સામે આવ્યા પછી, ધારાસભ્ય ગોપાલ શર્માએ સ્પષ્ટતા આપી હતી. તેમણે જણાવ્યું કે સુશીલપુરા વિસ્તારમાં નવા કોંક્રિટ રોડના નિર્માણ દરમિયાન, ટેકનિકલ કારણોસર ગટર અને પીવાના પાણીની લાઈનમાં કામચલાઉ સમસ્યા ઊભી થઈ હતી. ધારાસભ્યના જણાવ્યા મુજબ, તેઓ સ્થળ પર પહોંચ્યા, લોકોની ફરિયાદો સાંભળી અને અધિકારીઓને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા નિર્દેશ આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે, ગ્લાસમાં મને આપવામાં આવેલું પાણી ગંદુ હતું, જે સૂંઘીને જ સરળતાથી ઓળખી શકાય છે. અધિકારીઓની એક ટીમ હાલમાં સમસ્યાને ઠીક કરવા માટે કામ કરી રહી છે. અને ટૂંક સમયમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

About The Author

Top News

વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આપણે ચૂંટેલી સરકારને સમજવાનો સમય આવી ગયો છે

(ઉત્કર્ષ પટેલ) વૈશ્વિક યુદ્ધોના અસ્થિર સમીકરણો અને એ અસ્થિરતાને લીધે વેપાર પર થતી અસરો દુનિયાના દરેક દેશોમાં અસ્થિરતા અને અવ્યવસ્થાઓ...
Opinion 
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આપણે ચૂંટેલી સરકારને સમજવાનો સમય આવી ગયો છે

ન પેટ્રોલ, ન વીજળી... છતા ચાલશે ગાડી! આવી ગઈ વિશ્વની પ્રથમ સૌર એમ્બ્યુલન્સ 'સ્ટેલા જુવા'

ઘણીવાર, જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર એક એમ્બ્યુલન્સનું અંતર હોય છે. અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલ અને વીજળી સહિતના...
Tech and Auto 
ન પેટ્રોલ, ન વીજળી... છતા ચાલશે ગાડી! આવી ગઈ વિશ્વની પ્રથમ સૌર એમ્બ્યુલન્સ 'સ્ટેલા જુવા'

જેને પોતિકાઓએ જ ઝેર આપવાનો પ્રયાસ કર્યો હતો તેણે ભારતને ગોલ્ડ અપાવ્યો

કહેવાય છે કે સાચી ઉડાણ પાંખોથી નહીં, પણ હિંમતથી થાય છે. આ હિંમત જ પાયલ નાગે બતાવી હતી. 18...
Sports 
જેને પોતિકાઓએ જ ઝેર આપવાનો પ્રયાસ કર્યો હતો તેણે ભારતને ગોલ્ડ અપાવ્યો

પાસપોર્ટ આપ્યો તો પણ લિસ્ટમાંથી નામ કાઢી નાખવામાં આવ્યું... સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી કોંગ્રેસના ઉમેદવાર મતદાર બની શક્યા!

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. છતાં પણ, લાખો લોકો એવા છે કે, તેઓ...
National 
પાસપોર્ટ આપ્યો તો પણ લિસ્ટમાંથી નામ કાઢી નાખવામાં આવ્યું... સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી કોંગ્રેસના ઉમેદવાર મતદાર બની શક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.