- Offbeat
- શરીર પર આ 7 જગ્યાઓ પર તલ હોવું જણાવે છે, કેટલા ધનવાન છો તમે
શરીર પર આ 7 જગ્યાઓ પર તલ હોવું જણાવે છે, કેટલા ધનવાન છો તમે
આપણા શરીરમાં કોઈક ને કોઈક અંગ પર તલ દેખાય છે, શરીરના અંગ પર કાળો તલ હોવો સામાન્ય વાત છે, તે જન્મથી પણ હોઈ શકે છે અને બાદમાં પણ આવી શકે છે. જોકે, જ્યોતિષોનું માનીએ તો શરીર પર તલનું એક ખાસ મહત્ત્વ હોય છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર, આ તલ આપણા ભાગ્ય વિશે ઘણું બધું જણાવે છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર, શરીરમાં કેટલીક જગ્યાઓ પર તલ હોવું ધનના મામલામાં શુભ સંકેત હોય છે, આ જ આધાર પર અમે તમને જણાવીશું કે શરીરના આ 7 અંગો પર તલનું હોવું આર્થિકરીતે શુભ હોય છે.
ખાવાના હોય છે શોખીન
સમુદ્ર શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિના પેટ પર તલ હોય તો તે વ્યક્તિ ધન અને આર્થિક મામલાઓમાં વૈભવશાળી હોય છે. સાથે જ આવી વ્યક્તિ ખાવાની પણ ખૂબ જ શોખીન હોય છે.
થાય છે યશની પ્રાપ્તિ
જો કોઈ વ્યક્તિના પગના અંગૂઠા પર તલ હોય તો આ તલ ધનના યોગનો સંકેત આપે છે. આવી વ્યક્તિ સામાજિક રૂચિ ધરાવતી અને યશ પ્રાપ્ત કરનારી હોય છે.
નથી થતી ધનની કમી
સમુદ્ર શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિની નાભિ અને જનનાંગની વચ્ચે તલ હોય તો તેની પાસે ધનની ક્યારેય કમી નથી થતી.
સુખી હોય છે વૈવાહિક જીવન
જો કોઈ વ્યક્તિની બંને આઈબ્રોની વચ્ચે તલ હોય તો માનવામાં આવે છે કે આવા લોકોનું વૈવાહિક જીવન ખૂબ જ સુખી હોય છે અને આર્થિકરીતે તેઓ મજબૂત હોય છે.
દાઢી પર તલ
જે લોકોની દાઢી પર તલ હોય તેઓ ખૂબ જ સુંદર હોય છે, સમુદ્ર શાસ્ત્ર અનુસાર દાઢી પર તલ હોવું તેને શુભ માનવામાં આવે છે. સાથે જ તેમની સાથે આર્થિકરીતે ક્યારેય સમસ્યા નથી આવતી, ધન કોઈક ને કોઈક રીતે તેમની પાસે આવી જ જાય છે.
થાય છે સંપત્તિની પ્રાપ્તિ
હાથની આંગળી પર અલગ-અલગ જગ્યાઓ પર તલ હોવાના અલગ-અલગ મતલબ હોય છે. કોઈ વ્યક્તિના હાથની નાની આંગળી પર તલ હોય તો તેઓ અપાર સંપત્તિના માલિક બને છે. કોઈ વ્યક્તિની અનામિકા આંગળીની વચ્ચે તલ હોય તો આવા લોકો ધન અને યશના ક્ષેત્રમાં સંપન્ન રહે છે. જે વ્યક્તિની તર્જની આંગળી પર તલ હોય તે વ્યક્તિ ધનવાન હોય છે, પરંતુ શત્રુઓથી હંમેશાં ત્રસ્ત રહે છે.
ખૂબ ધન કમાય છે આવા લોકો
જે વ્યક્તિને નાકની જમણી બાજુ પર તલ હોય તે વ્યક્તિ ખૂબ ધન કમાય છે. સાથે જ કોઈ વ્યક્તિની પીઠ પર તલ હોય તો તે વ્યક્તિ ખૂબ ધન કમાય છે અને ખર્ચે પણ છે.

