ભાજપમાં પેટાચૂંટણીની ટિકિટ મેળવવા સ્થાનિકથી લઈ પ્રદેશ નેતાના જૂથનું લોબિંગ શરૂ

ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂકની અટકળો વચ્ચે રાજ્યની બે વિધાનસભાની પેટાચૂંટણીને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. કડી વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી જાહેરાત પૂર્વે જ દાવેદારોનો રાફડો ફાટ્યો છે. ટિકિટવાંચ્છુંઓએ ટિકિટ મેળવવા લોબિંગ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળેલ છે. 

અનામત વિધાનસભા બેઠક કડીમાં છેલ્લી બે ટર્મથી સત્તારૂઢ ભાજપના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા કરશનભાઈ સોલંકીનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી છે. આ બેઠક પર ટૂંક સમયમાં પેટાચૂંટણી જાહેર થવાની શક્યતા છે. ભાજપે આ બેઠક જાળવી રાખવા માટે અત્યારથી જ માઇક્રો પ્લાનિંગ શરૂ કર્યું છે. બીજી તરફ, ભાજપના સ્થાનિકથી લઈ પ્રદેશ કક્ષાના જૂથોએ તેમના ચહેરાને ટિકિટ અપાવવા એડીચોટીનું જોર લગાવ્યું છે. 

Photo-(2)-copy

દાવેદારોની યાદીમાં વણકર સમાજના આગેવાન અને ગુજરાત અનુ. જાતિ આર્થિક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન રમેશ સોલંકીનું નામ અગ્રસ્થાને છે. તેઓ રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખની દોડમાં પ્રબળ નેતાની નજીક હોવાનું મનાય છે. ઈડરના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયા, જેઓએ અગાઉ આ બેઠક પર ભાજપના મેન્ડેટ સાથે ચૂંટણી લડી હતી, તેમનું નામ પણ પ્રદેશ મોવડી મંડળના રડારમાં છે. તેઓ હાલ કમલમ અને સ્વર્ણિમ સંકુલના આંટાફેરા કરતા જોવા મળે છે. કડીમાં એકવાર હાર બાદ ઈડર જીત્યા પછી તેમણે ફિલ્મો માટે વિરામ લીધો હતો અને 2022માં સ્વેચ્છાએ ટિકિટ છોડી હતી. 

આ ઉપરાંત, મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રહલાદ પરમાર (અગોલ)નું નામ પણ ચર્ચામાં છે, જેઓ જિલ્લા ભાજપના ટોચના નેતાઓની નજીક મનાય છે. સ્થાનિકથી લઈ પ્રદેશ સંગઠન અને સરકારમાં મજબૂત પકડ ધરાવતા અશોકભાઈ વાડીલાલ, જેઓ કોર્પોરેટર પણ છે, તેમનું નામ પણ દાવેદારોની યાદીમાં ઉછળ્યું છે. યુવા ચહેરા તરીકે તેમના પર પસંદગીની ચર્ચા છે. તાજેતરમાં વાકચાતુર્યથી લોકપ્રિય બનેલા અને મહેસાણા જિલ્લા દલિત મોરચાના પ્રભારી અનિતાબેન પરમાર, જેઓ કેન્દ્રના દિગ્ગજ નેતાની નજીક છે, તેમણે અભ્યાસુ અને લેખક તરીકે કમલમમાં અલગ સ્થાન બનાવ્યું છે. તેમને પાર્ટી તક આપે તેવી શક્યતા છે. 

bjp

સતત બે ટર્મથી ધારાસભ્ય રહેલા સ્વ. કરશનભાઈ સોલંકીના પુત્ર પીયૂષ સોલંકીનું નામ પણ ચર્ચામાં છે. તેઓ સરળ અને બિનવિવાદી નામ તરીકે ઉભર્યા છે, જેના રાજકીય ગરમાટાને શાંત કરી શકે છે. કરશનભાઈની નિષ્ઠાનું ફળ તેમના પુત્રને મળે છે કે કેમ તે જોવું રહ્યું. 

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગુજરાતના મોટા નેતા તરીકે ઉભર્યા છે, ત્યારે ભાજપ આ બેઠક પર દલિત સમાજના સર્વસ્વીકૃત અને તેમને ટક્કર આપી શકે તેવા ચહેરાને તક આપે તેવી શક્યતા છે. 

ભાજપ સંગઠનની અગ્નિપરીક્ષા 

આ પેટાચૂંટણી ભાજપના સંગઠન માટે પણ અગ્નિપરીક્ષા સમાન છે. વિવિધ જૂથોના લોબિંગ અને દાવેદારોની ભીડ વચ્ચે એક એવા ઉમેદવારની પસંદગી કરવી કે જે બેઠક જાળવી રાખે અને આંતરિક ગુટબાજીને નિયંત્રણમાં રાખે, તે ભાજપ સંગઠનની કાર્યક્ષમતા અને એકતાનું પરીક્ષણ કરશે. ખોટી પસંદગીના કારણે સ્થાનિક સ્તરે અસંતોષ ફેલાય અને તેની અસર ચૂંટણી પર પડે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં. આમ, આ પેટાચૂંટણી માત્ર બેઠક જીતવાનો જ નહીં, પરંતુ સંગઠનની આંતરિક એકતા અને રણનીતિક કૌશલ્યનો પણ પડકાર છે. 

BJP

હાલ ટૂંક સમયમાં પેટાચૂંટણીની જાહેરાતના ભણકારા સંભળાઈ રહ્યા છે. ટિકિટ મેળવવા તમામ જૂથોએ લોબિંગ શરૂ કર્યું હોવાથી ચૂંટણી પૂર્વે જ કડી સહિત મહેસાણાનું રાજકારણ ગરમાયું છે.

About The Author

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.