પૂર્ણેશ મોદી જેવા પક્ષની વિચારધારાને સમર્પિત કાર્યકર્તાઓનું હાંસિયામાં ધકેલાવું: ભાજપ માટે ચિંતાનો વિષય

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એક એવી વિશાળ સંગઠનાત્મક મશીનરી છે જે તન મન ધનના સમર્પણથી કાર્ય કરનાર કાર્યકર્તાઓ પર આધારિત છે. પાર્ટીની વિચારધારા હિંદુત્વ, રાષ્ટ્રવાદ અને વિકાસનું મોડેલ ધરાવે છેજે પક્ષના સમર્પિત કાર્યકર્તાઓના અવિરત પ્રયાસોને કારણે જ મજબૂત બની છે. પરંતુ તાજેતરના ઘટનાક્રમો ખાસ કરીને ગુજરાતમાં પૂર્ણેશ મોદી, આર સી. ફળદુ, નીતિન પટેલ જેવા વરિષ્ઠ કાર્યકર્તાઓના કાર્યકાળ અને પાર્ટીના આંતરિક અસંતુલન સંદર્ભે પ્રશ્નો ઉભા કરે છે. ગુજરાતના પૂર્વાધ્યક્ષ સીઆર. પાટીલ જેવા નેતા પક્ષની સમર્પિત કાર્યકર્તાઓની કેડરને હાંસિયામાં ધકેલીને આખરે પક્ષના સંગઠન સાથે શું કરવા માંગે છે એ એક ચિંતનનો વિષય છે. 

photo_2025-10-10_12-25-30

વાત કરીશું પૂર્ણેશ મોદીની. પૂર્ણેશ મોદીનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવે તો તેઓ ગુજરાતના સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકમાંથી ત્રણ વખત ભાજપના ધારાસભ્ય છે. ૧૯૮૪માં યુવા કાર્યકર્તા તરીકે પાર્ટીમાં જોડાયેલા પૂર્ણેશભાઈ (જન્મ ૧૯૬૫) એક વકીલ છે અને દક્ષિણ ગુજરાતમાં OBC સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓએ બૂથ સમિતીથી શરૂ કરીને કેબિનેટ મંત્રી સુધીની પ્રવાસ કર્યો છે. ૨૦૧૨ના બાયઇલેક્શનમાં સુરત પશ્ચિમથી વિજય મેળવ્યો, ૨૦૧૭ અને ૨૦૨૨માં પુનર્વિજયી થયા. ૨૦૨૧માં ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. તેઓએ ૨૦૧૯માં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસ કરીને રાષ્ટ્રીય ધ્યાન આકર્ષ્યું જેમાં 'મોદી' શબ્દ પ્રયોગને અનુસૂચિને અપમાનિત કરવાનો આક્ષેપ કર્યો હતો. ૨૦૨૩માં તેઓને દાદરા નગર હવેલી અને દમણ દીવના ભાજપ પ્રભારી તરીકે નિમણૂક મળી. પરંતુ ૨૦૨૨ના વિધાનસભા ચૂંટણી પછી કેબિનેટમાંથી બહાર થવું તેમના માટે આઘાતજનક હતું.

આ ઘટના માત્ર વ્યક્તિગત નથી પરંતુ પાર્ટીના આંતરિક વિષયોનું પરિણામ છે. વિશ્વસનીય સૂત્રો અનુસાર પૂર્ણેશ મોદીને ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર. પાટીલ વિરોધી ટોળકીમાં માનવામાં આવે છે. સીઆર. પાટીલ જે મહારાષ્ટ્રના જાળગાંવમાંથી આવેલા અને ૨૦૨૦થી ૨૦૨૫ સુધી ગુજરાત ભાજપના પ્રમુખ રહ્યા તેમના કાર્યકાળમાં પાર્ટીએ ૨૦૧૭ના પટીદાર આંદોલન પછીના વિપરીત સમયમાંથી ઉભરીને ૨૦૨૨માં પ્રધાનમંત્રી મોદીના નામે ૧૫૬ બેઠકો જીતી અને ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં ૨૫/૨૬ બેઠકો મેળવી. પરંતુ આ સફળતા વચ્ચે સીઆર. પાટીલની સમગ્ર ગુજરાતમાં અંગત ગમા અણગમાની લડતો પણ ચાલુ રહી અને સંગઠન નબળું બનતું ગયું. પૂર્ણેશ મોદી જેવા કાર્યકર્તાઓને સંગઠન અને સરકારથી દૂર રાખવા તેને પાટીલના અંગત વિરોધ સાથે જોડવામાં આવે છે. આવું થવાથી પાર્ટીના શીર્ષસ્થ કાર્યકર્તાઓમાં અણગમો પણ પ્રવર્તયો. 

02

જો પાર્ટીની વિચારધારાને સમર્પિત કેડરબેઝ કાર્યકર્તાઓ હાંસિયામાં રહેશે તો નવા કાર્યકર્તાઓનું ઘડતર કોણ કરશે? આ પ્રશ્ન પણ યોગ્ય  છે. ભાજપની તાકાત તેના બૂથ સ્તરના કાર્યકર્તાઓમાં છે જેઓ રોજિંદા જીવનમાં વિચારધારાને જીવંત રાખે છે. પૂર્ણેશ મોદી જેવા વરિષ્ઠ સમર્પિત કાર્યકર્તા જો તેમને અવગણવામાં આવે તો કાર્યકર્તાઓનું મનોબળ તૂટશે. નવા કાર્યકર્તાઓને ઘડવા માટે તેમના અનુભવની જરૂર છે પરંતુ અંગત લડતોમાં તેઓ હાસિયામાં જાય તો પાર્ટીનું મૂળ સંગઠન નબળું પડશે. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ભાજપનું વર્ચસ્વ છે આવી અવગણના વિપક્ષને અવનવી તક આપશે.

હવે પૂર્ણેશ મોદી જેવા કાર્યકર્તાઓનું શું થશે? જો આ અંગત અદાવતોની લડત ચાલુ રહી તો પૂર્ણેશ મોદી  જેવા કાર્યકર્તાઓ પાર્ટીમાંથી દૂર થઈ જશે. તેઓનું સમર્પણ વ્યર્થ જશે. આવું થવાથી અન્ય કાર્યકર્તાઓ પણ નિરાશ થશે જે પાર્ટીના સંગઠનને અસ્થિર અને નબળું કરશે.

ગુજરાત ભાજપમાં તન મન ધનથી સમર્પિત કાર્યકર્તાઓની સાથે જો આવું વર્તન ચાલુ રહેશે તો પાર્ટીના નેતૃત્વ અને સંગઠન પર કાર્યકર્તાઓ કેવી રીતે ભરોસો કરશે? ગુજરાતમાં ભાજપની સફળતા પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આધારિત છે પરંતુ સમર્પિત કાર્યકર્તાઓની કેડર વિના તે અધૂરી છે. અંગત અણગમનાઓથી કાર્યકર્તાઓ તૂટશે તો ચૂંટણીઓના પરિણામો પર અસર પડશે. ગુજરાતમાં ૨૦૧૭ના પટીદાર આંદોલન પછી પાર્ટીએ નવા જૂના કાર્યકર્તાઓને જોડવા માટે પ્રયાસો કર્યા પરંતુ હવે આંતરિક અસંતોષ ચરમસીમાએ છે. પાર્ટીએ વિચારધારાને પ્રાથમિકતા આપીને કાર્યકર્તાઓનું માનસિક સ્તર જાળવવું જોઈશે જો એમ નહીં થાય તો આ ચિંતનીય વિષય પાર્ટીના ભાવિને અસર કરશે.

03

ગુજરાત ભાજપે સમજવું જોઈશે કે સમર્પિત કાર્યકર્તાઓને હાંસિયામાં ન ધકેલે. તેઓ જ પાર્ટીનું મૂળ છે. જો તેમને માન આપવામાં આવે તો ભાજપ વધુ મજબૂત બનશે. અન્યથા આંતરિક વિદ્રોહ વધશે અને વિપક્ષને તક મળશે. આ ચિંતન માત્ર ગુજરાતનું નથી પરંતુ આખી ભાજપનું છે.

About The Author

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.