આજે ગર્વ સાથે આપણે સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' મનાવી રહ્યા છીએ

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતની પવિત્ર ભૂમિ પર સ્થિત સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ તે આપણી સનાતન સંસ્કૃતિનું અમર આસ્થા કેન્દ્ર છે. આ મંદિરની કથા વીરતા, ત્યાગ અને અડગ વિશ્વાસની છે જે સદીઓથી આપણા હૃદયમાં ગર્વની લાગણી સાથે વસે છે. આજે જ્યારે આપણે સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' મનાવી રહ્યા છીએ ત્યારે આ ગર્વાનુભવ વધુ ગાઢ બને છે. આ પર્વ જે 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી ચાલશે આપણને યાદ અપાવે છે કે આપણો વારસો કેટલો ગર્વાનુભવ આપનારો છે.

02

સોમનાથની ઇતિહાસિક કથા 1026માં શરૂ થાય છે જ્યારે મહમૂદ ગઝનવીએ તેના પર આક્રમણ કર્યું હતું. તે વખતે મંદિરમાં અપાર સંપત્તિ હતી અને આસ્થાનું કેન્દ્ર હતું પરંતુ આક્રમણકારીઓએ તેને વિનાશ કરવાનો પ્રયાસ કર્યો. તેમ છતાં ભારતીય આસ્થા ક્યારેય ડગમગી નહીં. સદીઓમાં અનેક આક્રમણો થયા અલાઉદ્દીન ખિલજી, મુઝફ્ફર શાહ અને ઔરંગઝેબ જેવા શાસકોએ તેને તોડવાના પ્રયત્નો કર્યા પરંતુ દરેક વખતે ભારતીય સનાતનીઓએ તેને પુનઃનિર્માણ કરીને પોતાની સંસ્કૃતિની રક્ષા કરી. આ મંદિર પાંચ વખત તૂટ્યું અને છ વખત બન્યું જે આપણા પૂર્વજોની ઇચ્છાશક્તિનું પ્રમાણ છે.

આજે સ્વતંત્ર ભારતમાં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ 1951માં પૂર્ણ થયું જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને કે.એમ. મુન્શી જેવા મહાનુભાવોનું યોગદાન સોમનાથની અમરગાથા માં લખાયું છે. આ મંદિર આજે પણ અડગ ઊભું છે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ આવીને મહાદેવના આશીર્વાદ લેતા હોય છે. તેની વાસ્તુકલા જેમાં ચાલુક્ય શૈલીની ભવ્યતા છે આપણને પ્રાચીન ભારતીય કળાની ઓળખ કરાવે છે. સમુદ્રના કિનારે આવેલું આ મંદિર પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનું અનોખું મિશ્રણ છે જે આપણા હૃદયમાં ભક્તિ, શાંતિ અને ગર્વને જાળવે છે.

04

'સોમનાથ સ્વાભિમાન પર્વ'નું આયોજન દેશના PM નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. આ પર્વ માત્ર ઉજવણી નથી પરંતુ એક સંકલ્પ છે આપણી વિરાસતને આગામી પેઢીઓ સુધી પહોંચાડવાનો. આમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યાખ્યાનો અને પ્રદર્શનો દ્વારા ઇતિહાસની વાતો કરવામાં આવશે. તે આપણને યાદ અપાવે છે કે આક્રમણકારીઓ સમયની ધૂળમાં વિલીન થઈ ગયા પરંતુ સોમનાથ આજે પણ અડગ છે. આ પર્વ આપણા રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે જેમાં ગુજરાતી તરીકે આપણે વિશેષ ગર્વ અનુભવીએ છીએ.

આજે જ્યારે વિશ્વ આપણી સંસ્કૃતિ તરફ આકર્ષિત થઈ રહ્યું છે ત્યારે સોમનાથ જેવા સનાતન ધર્મના કેન્દ્ર આપણને અનોખી ઓળખ આપે છે. આવો આપણે સૌ આ પર્વમાં જોડાઈએ, આપણા વારસા પર ગર્વ કરીએ અને એક થઈને રાષ્ટ્રના ઉત્થાનમાં યોગદાન આપી રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યે જાગૃતિ દાખવી યુવા પેઢીને પ્રેરણા આપીએ.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે એક સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકન નાગરિકોને આ 21 દેશોની મુસાફરી...
World 
અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

વિજય હજારે ટ્રોફી 2025-26માં રમાતી દરેક મેચ ભારે ઉત્તેજના અનુભવી રહી છે. 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેની મેચ...
Sports 
છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ભાજપ શાસિત રાજ્યોની 'ડબલ એન્જિન' સરકારો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ...
Politics 
રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના

થોડા સમય અગાઉ ગુજરાતમાં 30 વર્ષ બાદ વાઘ દેખાયો હતો ત્યારે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર...
Gujarat 
રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના
Copyright (c) Khabarchhe All Rights Reserved.