ચૈતર વસાવાને 7 દિવસના જામીન તો મળ્યા પણ શરતો બહુ અઘરી છે

ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપી શકે તે માટે સાત દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તેમના જામીનનો સમયગાળો જેલમાંથી મુક્ત થયાની તારીખથી શરૂ થશે. હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીઓ પર હુમલા કરવાના કેસમાં સાત વર્ષની સજા ભોગવી રહ્યા છે. નર્મદા કોર્ટે ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા અને અન્ય સાત આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.

વચગાળાના જામીન મંજૂર કરતી વખતે હાઈકોર્ટે ચૈતર વસાવા પર અનેક શરતો અને નિયંત્રણો લાદ્યા છે. જામીનગાળા દરમિયાન તેઓ ગાંધીનગર છોડી શકશે નહીં, કોઈ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં, જાહેર સભાને સંબોધી શકશે નહીં કે મીડિયા સાથે વાતચીત કરી શકશે નહીં.

chaitar-vasava1
facebook.com/p/Mla-Chaitar-Vasava

કોર્ટે ખાસ નિર્દેશ આપ્યો છે કે મીડિયા દ્વારા ચૈતર વસાવાનો કોઈ ઈન્ટરવ્યુ લેવામાં આવે નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે તેમની જામીન અરજીની કાર્યવાહી અંગે થયેલા ખોટા રિપોર્ટિંગ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ચૈતર વસાવાના વકીલે કોર્ટની તમામ સૂચનાઓ અને લાદવામાં આવેલી શરતોનું પાલન કરવાની બાંહેધરી આપી હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારના વલણ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે ટાંક્યું હતું કે એક તરફ ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અને બીજી તરફ સરકાર તેમની વચગાળાની જામીન અરજીનો વિરોધ કરી રહી છે. સરકારી વલણમાં રહેલા આ વિરોધાભાસ સામે કોર્ટે સવાલ કર્યો હતો.

 

આના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે વિધાનસભામાં હાજરી આપવાનું આમંત્રણ ધારાસભાના નિયમો અનુસાર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, જો જામીન આપવામાં આવે તો તે વિધાનસભાના ત્રણ દિવસના સત્ર પૂરતા એટલે કે માત્ર ત્રણ દિવસ સુધી જ મર્યાદિત રાખવામાં આવે. ઉપરાંત, ચૈતર વસાવા રાજકીય પ્રવૃત્તિઓ ન કરે કે મીડિયાને સંબોધિત ન કરે તેવી શરતો મૂકવાની પણ માંગ કરી હતી.

આ પહેલા 24 ઓગસ્ટે હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી. તે સમયે કોર્ટે નોંધ્યું હતું કે અગાઉ શરતી જામીન પર મુક્ત થયા હોવા છતાં તેઓ પાછળથી અન્ય ગુનામાં સામેલ થયા હતા. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે લોકોમાં એવી ગેરસમજ છે કે સત્તામાં બેઠેલા લોકો કસ્ટડીમાંથી મુક્તિ મેળવી શકે છે.

chaitar vasava
gujaratsamachar.com

ચૈતર વસાવા સામેનો આ કેસ જમીન વિવાદ અંગે વન વિભાગના એક અધિકારીને પોતાના નિવાસસ્થાને બોલાવી, તેમની સાથે મારપીટ કરવા, ધમકી આપવા અને હવામાં ગોળીબાર કરવાના આરોપ સાથે જોડાયેલો છે. આ મામલે નર્મદા પોલીસે ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય લોકો સામે આઈપીસી (IPC) ની કલમ 141, 143, 149, 186, 294, 353 અને 386 તેમજ આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ ગુનો નોંધ્યો હતો.

નર્મદા કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા ફટકારવામાં આવ્યા બાદ, ચૈતર વસાવા અને અન્ય આરોપીઓને 23 જૂન, 2026ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં તેઓ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે.

About The Author

Related Posts

Top News

80ની ઉંમરે 22 વર્ષથી સરકારી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે શહીદના માતા, કહ્યું- શૌર્ય ચક્ર પણ પાછું લઈ લો, હવે હિંમત નથી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં, શૌર્ય ચક્ર વિજેતાનો પરિવાર 22 વર્ષથી કથિત સરકારી નિષ્ફળતાનો સામનો કરી રહ્યો છે. શહીદ સહાયક...
National 
80ની ઉંમરે 22 વર્ષથી સરકારી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે શહીદના માતા, કહ્યું- શૌર્ય ચક્ર પણ પાછું લઈ લો, હવે હિંમત નથી

સ્વામિનારાયણ સંસ્થા BAPS સાથે સંકળાયેલા લોકોની મુલાકાત પહેલા પેરિસમાં મહિલાઓને ગાયબ થવા ફરમાન થતા વિવાદ, એફિલ ટાવર કર્મચારીઓની હડતાળ

ફ્રાન્સના પેરિસમાં પ્રખ્યાત એફિલ ટાવર સોમવારે સ્ટાફ હડતાળને કારણે બંધ રહ્યો. કર્મચારીઓએ હડતાળ પર ઉતર્યા હતા અને આરોપ લગાવ્યો હતો...
World 
 સ્વામિનારાયણ સંસ્થા BAPS સાથે સંકળાયેલા લોકોની મુલાકાત પહેલા પેરિસમાં મહિલાઓને ગાયબ થવા ફરમાન થતા વિવાદ, એફિલ ટાવર કર્મચારીઓની હડતાળ

ઘર સંભાળવું 'કંઈ ન કરવું' નથી... આ પણ એક હુનર છે અને એક મોટી જવાબદારી છે

(ઉત્કર્ષ પટેલ) આજે પણ જ્યારે કોઈ સ્ત્રીને પૂછવામાં આવે છે "તમે શું કરો છો?" ત્યારે ઘણીવાર જવાબ આવે છે "કંઈ...
Lifestyle 
ઘર સંભાળવું 'કંઈ ન કરવું' નથી... આ પણ એક હુનર છે અને એક મોટી જવાબદારી છે

બીલ્ડિંગો પડે છે, નિર્દોષો જીવ ગુમાવે છે, પછી બધા ભૂલી જાય છે... શું આનો કોઈ ઉકેલ છે?

જ્યાં પણ જગ્યા મળી ત્યાં એક રુમ બનાવી દીધો છે અને ભાડે આપવામાં આવ્યો છે... એક આખા ઘરને PG, હોસ્ટેલ...
National 
બીલ્ડિંગો પડે છે, નિર્દોષો જીવ ગુમાવે છે, પછી બધા ભૂલી જાય છે... શું આનો કોઈ ઉકેલ છે?

Opinion

પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં કેટલાક નેતાઓ એવા છે જેમનું નામ સાંભળતાં જ વિવાદો, વાદવિવાદ કે રાજકીય ચડસાચડસી યાદ આવે. અહીં...
સમ્રાટ પાટીલ- સુરતના એક યુવા જે સમાજની સેવા માટે તત્પર રહે છે
સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
Copyright (c) Khabarchhe All Rights Reserved.