સ્વામિનારાયણ સંસ્થા BAPS સાથે સંકળાયેલા લોકોની મુલાકાત પહેલા પેરિસમાં મહિલાઓને ગાયબ થવા ફરમાન થતા વિવાદ, એફિલ ટાવર કર્મચારીઓની હડતાળ

ફ્રાન્સના પેરિસમાં પ્રખ્યાત એફિલ ટાવર સોમવારે સ્ટાફ હડતાળને કારણે બંધ રહ્યો. કર્મચારીઓએ હડતાળ પર ઉતર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે થોડા દિવસ પહેલા એક હિન્દુ ધાર્મિક જૂથની મુલાકાત દરમિયાન મહિલા સ્ટાફ સભ્યોને ત્યાંથી હટાવી દેવામાં આવી હતી. આ માહિતી સ્ટાફ અને મેનેજમેન્ટે આપી હતી.

ગયા અઠવાડિયે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સાથે સંકળાયેલા આશરે 100 લોકોના જૂથ દ્વારા ખાનગી મુલાકાતને કારણે આ વિવાદ ઉભો થયો હતો. આ એક ધાર્મિક સમૂહ છે, જેના પ્રતિનિધિઓ પેરિસ ઉપનગરોમાં એક મંદિરના ઉદ્ઘાટન સંબંધિત સમારોહ માટે ફ્રાન્સ ગયા હતા.

Eiffel-Tower2
x.com/RnaudBertrand

એક નિવેદનમાં, એફિલ ટાવરના કર્મચારીઓએ એ વ્યાવસાયિક નિર્દેશોની નિંદા કરી હતી પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને બાજુ પર કરી દીધી, તેમની જગ્યાએ અન્ય લોકોને લાવવામાં આવ્યા અને તેમના લિંગના આધારે તેમને અવગણવા આવી. સ્ટાફે જણાવ્યું હતું કે, આ પ્રતિનિધિમંડળનું સ્વાગત કરતી વખતે એફિલ ટાવરની મહિલા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરની મહિલા કર્મચારીઓને નજરથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી હતી. તેમને આવી સ્થિતિમાં મુકવામાં આવતા આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, કેટલાકને કહેવામાં આવ્યું કે, તેઓ તેમની પોસ્ટ છોડી દે અને અન્ય વિસ્તારોમાં જતા રહે. કેટલીક જગ્યાએ પુરુષોને તૈનાત કરવામાં આવ્યા હતા. સાથે જ, તમામ મહિલા કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી કે જ્યારે પ્રતિનિધિમંડળ હાજર હોય ત્યારે ચોક્કસ વિસ્તારોમાંથી પસાર ન થાય.

એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETEએ સ્વીકાર્યું કે હિન્દુ પ્રતિનિધિમંડળે મુલાકાતનું આયોજન એવી રીતે કરવાની વિનંતી કરી હતી કે જેથી મહિલાઓ સાથે ઓછામાં ઓછી વાતચીત થાય, અને કહ્યું કે આ શરતો સ્વીકારવી જોઈતી નહોતી. SETEના પ્રમુખ એરિયલ વેઇલે AFPને જણાવ્યું હતું કે, આ ચોક્કસપણે સ્વીકાર્ય વ્યવહાર નથી. હું પ્રજાસત્તાક મૂલ્યો અને સ્ત્રી-પુરુષ સમાનતા પ્રત્યે એફિલ ટાવરની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરું છું. એરિયલ વેઇલ પેરિસમાં ચૂંટાયેલા સમાજવાદી અધિકારી પણ છે.

રવિવારે પેરિસ નજીક ફ્રાન્સમાં તેના પ્રથમ મુખ્ય મંદિરનું ઉદ્ઘાટન કરનાર હિન્દુ જૂથે વિરોધ પ્રદર્શનો બાદ એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું કે તે ઉઠાવવામાં આવેલી ચિંતાઓનો આદર કરે છે અને તેને ગંભીરતાથી લે છે. નિવેદનમાં લખ્યું હતું કે, અમારા પ્રતિનિધિમંડળના કદને ધ્યાનમાં રાખીને એફિલ ટાવર ટીમો સાથે સંકલનમાં સામાન્ય ખુલવાના સમયના શરૂઆતી કલાકોમાં મુલાકાતનું આયોજન  કરવામાં આવ્યું હતું, જેથી અન્ય મુલાકાતીઓને અસુવિધા ઓછી થાય. અમારી જાણકારી મુજબ, કોઈપણ સમયે કોઈને પણ એફિલ ટાવરમાં જતા અટકાવવામાં આવ્યું નહોતું. તેમ છતાં, અમે એ બધા લોકો પાસે માફી માંગીએ છીએ, જેમને આ પરિસ્થિતિને કારણે દુઃખી કે પરેશાની થઇ. અમે પરસ્પર આદર અને અન્ય લોકોની સેવા જેવા સાર્વત્રિક મૂલ્યો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

Eiffel-Tower1
jagran.com

પેરિસના ડેપ્યુટી મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, તેમણે સ્ટાફના ગુસ્સાને સ્વીકાર્યો અને કહ્યું કે તેમની ફરિયાદ વાજબી હતી.

ગ્રેગોઇરે લખ્યું, એ ખૂબ જરૂરી છે કે, આ વિરોધ પ્રદર્શનનું કારણ બનેલા તથ્યોની સંપૂર્ણપણે માહિતી મેળવવામાં આવે. ફ્રાન્સના સમાનતા મંત્રી, ઓરોર બર્ગે પણ X પર ગુસ્સામાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું હતું કે, ફ્રાન્સમાં, અમે મહિલાઓને પોતાને મટાડવાનું કહેતા નથી. કોઈ પણ માન્યતા કે ધર્મ દેશના કાયદાથી ઉપર નથી.

ટાવરની વેબસાઇટ અનુસાર, અહીં વાર્ષિક આશરે 70 લાખ લોકો  જાય છે. સ્ટાફના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ટાવર સોમવારે આખો દિવસ બંધ રહેશે પરંતુ મંગળવારે રાબેતા મુજબ ખુલશે.

About The Author

Related Posts

Top News

80ની ઉંમરે 22 વર્ષથી સરકારી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે શહીદના માતા, કહ્યું- શૌર્ય ચક્ર પણ પાછું લઈ લો, હવે હિંમત નથી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં, શૌર્ય ચક્ર વિજેતાનો પરિવાર 22 વર્ષથી કથિત સરકારી નિષ્ફળતાનો સામનો કરી રહ્યો છે. શહીદ સહાયક...
National 
80ની ઉંમરે 22 વર્ષથી સરકારી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે શહીદના માતા, કહ્યું- શૌર્ય ચક્ર પણ પાછું લઈ લો, હવે હિંમત નથી

સ્વામિનારાયણ સંસ્થા BAPS સાથે સંકળાયેલા લોકોની મુલાકાત પહેલા પેરિસમાં મહિલાઓને ગાયબ થવા ફરમાન થતા વિવાદ, એફિલ ટાવર કર્મચારીઓની હડતાળ

ફ્રાન્સના પેરિસમાં પ્રખ્યાત એફિલ ટાવર સોમવારે સ્ટાફ હડતાળને કારણે બંધ રહ્યો. કર્મચારીઓએ હડતાળ પર ઉતર્યા હતા અને આરોપ લગાવ્યો હતો...
World 
 સ્વામિનારાયણ સંસ્થા BAPS સાથે સંકળાયેલા લોકોની મુલાકાત પહેલા પેરિસમાં મહિલાઓને ગાયબ થવા ફરમાન થતા વિવાદ, એફિલ ટાવર કર્મચારીઓની હડતાળ

ઘર સંભાળવું 'કંઈ ન કરવું' નથી... આ પણ એક હુનર છે અને એક મોટી જવાબદારી છે

(ઉત્કર્ષ પટેલ) આજે પણ જ્યારે કોઈ સ્ત્રીને પૂછવામાં આવે છે "તમે શું કરો છો?" ત્યારે ઘણીવાર જવાબ આવે છે "કંઈ...
Lifestyle 
ઘર સંભાળવું 'કંઈ ન કરવું' નથી... આ પણ એક હુનર છે અને એક મોટી જવાબદારી છે

બીલ્ડિંગો પડે છે, નિર્દોષો જીવ ગુમાવે છે, પછી બધા ભૂલી જાય છે... શું આનો કોઈ ઉકેલ છે?

જ્યાં પણ જગ્યા મળી ત્યાં એક રુમ બનાવી દીધો છે અને ભાડે આપવામાં આવ્યો છે... એક આખા ઘરને PG, હોસ્ટેલ...
National 
બીલ્ડિંગો પડે છે, નિર્દોષો જીવ ગુમાવે છે, પછી બધા ભૂલી જાય છે... શું આનો કોઈ ઉકેલ છે?

Opinion

પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ પ્રફુલ પાનસેરિયા: વિવાદોથી દૂર, હસતા મોઢે સેવાના માર્ગે ચાલનાર વ્યક્તિ
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના રાજકારણમાં કેટલાક નેતાઓ એવા છે જેમનું નામ સાંભળતાં જ વિવાદો, વાદવિવાદ કે રાજકીય ચડસાચડસી યાદ આવે. અહીં...
સમ્રાટ પાટીલ- સુરતના એક યુવા જે સમાજની સેવા માટે તત્પર રહે છે
સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
Copyright (c) Khabarchhe All Rights Reserved.