શું ચિરાગ ગોટીનું ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયા સાથે કનેક્શન છે?

સુરતના કુખ્યાત ચિરાગ ગોટી પ્રકરાણમાં હવે ભાજપમાં જ આતંરિક વિખવાદ ઉભો થયો છે. ભાજપ નેતા નંદલાલ પાંડવે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા સામે મોર્ચો માંડ્યો છે.

ભાજપના નેતા અને પ્રજાપતિ સમાજના અગ્રણી નંદલાલ પાંડવે ફેસબુક પર ધારાસભ્ય વિનુ મોરડિયા સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. ચિરાગ ગોટી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી કરીને પાંડવે સીધો સવાલ પૂછ્યો છે કે, આ તમારા ગામનો જ ટપોરી છે

નંદલાલ પાંડવ દ્વારા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિનુભાઈ મોરડીયાના જૂના નિવેદનોને ટાંકીને પ્રહાર કરવામાં આવ્યા છે કે જો વિસ્તારમાં કોઈ ગેંગ સક્રિય નથી, તો પછી ચિરાગ ગોટી જેવા તત્વો આટલી હદે નિર્દોષ લોકોને કઈ રીતે હેરાન કરી રહ્યા છે?

જેના જવાબમાં ધારાસભ્ય વિનુ મોરડીયાએ કહ્યું છે કે, નંદલાલ પાંડવ પાર્ટી અને સમાજનું નુકશાન કરી રહ્યા છે. ચિરાગ ગોટી મારા ગામ નિંગાળાનો છે એ વાત સાચી, પરંતુ મારે તેની સાથે કોઇ લેવા દેવા નથી.

About The Author

Related Posts

Top News

મજા ન આવે તો પૈસા પાછા! 75 ટકા બાયબેક ગેરંટી સાથે એક Volkswagen Taigunનું વેરિયન્ટ લોન્ચ

શું તમે SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, તમારા પૈસા...
Tech and Auto 
મજા ન આવે તો પૈસા પાછા! 75 ટકા બાયબેક ગેરંટી સાથે એક Volkswagen Taigunનું વેરિયન્ટ લોન્ચ

અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સચોટ અને સાચી સાબિત થતી હોય છે. જેને કારણે તેમને ગુજરાતનાં ‘બાબા...
Gujarat 
અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે
Copyright (c) Khabarchhe All Rights Reserved.