- Politics
- ‘15 લાખ કરોડ રૂપિયા પડ્યા છે, હું ખર્ચ નથી કરી શકતો..’, નાગપુરમાં આવું કેમ બોલ્યા નીતિન ગડકરી
‘15 લાખ કરોડ રૂપિયા પડ્યા છે, હું ખર્ચ નથી કરી શકતો..’, નાગપુરમાં આવું કેમ બોલ્યા નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પોતાના નીડર બોલી માટે જાણીતા છે. શનિવારે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે તેમની પાસે પૈસાની કોઈ અછત નથી. 15 લાખ કરોડ રૂપિયા પડ્યા છે. કામ કરનારાઓની અછત છે. ગડકરીએ ઉદ્યોગ વિકાસ સંગઠન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ વાત કહી.
નીતિન ગડકરીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘હું કામ કરું છું, મારી પાસે પૈસાની કોઈ અછત નથી. હું એવો વ્યક્તિ છું કે મારી પાસે 15 લાખ કરોડ રૂપિયા પડ્યા છે, હું તેને ખર્ચી શકતો નથી. કામ કરનારાઓની અછત છે. બજારમાં પૈસા છે. જશો તો લોકો પૈસા લઈને ઉભા છે, પરંતુ કામ થઈ રહ્યું નથી, પરંતુ જે દિવસે તમે કામની શરૂઆત કરશો, તો તમને ખ્યાલ આવશે કે એટલા બધા લોકો આવશે, એટલી બધી નોકરીઓ ઉભી થશે કે તમે નહીં આપી શકો; એટલી બધી પોટેન્શિયલ છે.’

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આગામી 5 વર્ષમાં 5 લાખ નવી નોકરીઓ ઊભી કરવાનો સંકલ્પનું આહ્વાન કરતા કહ્યું કે આપણે વિદર્ભના આર્થિક વિકાસમાં યોગદાન આપીએ. તેનાથી આર્થિક વિકાસ થશે, તેનાથી નાગપુર સ્માર્ટ સિટી બનાવી શકીશું. ઘણા ગામડાઓને વિકસિત કરી શકીશું.

નીતિન ગડકરીએ કહ્યું હતું કે, અમે રોજગાર વૃદ્ધિ વધારવા માગીએ છીએ, અને અમારો ઉદ્દેશ્ય વિદર્ભના યુવાનો માટે રોજગારીનું સર્જન કરવાનો છે. ઉદ્યોગ વિકાસ સંગઠનને સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું કે તમારું લક્ષ્ય 5 વર્ષમાં લગભગ 5 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાનું હોવું જોઈએ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, તે એક સંયોગ છે કે તેઓ જે કહે છે, તે ટારગેટ પૂરો થઈ જાય છે. જ્યારે નાગપુરમાં મિહાન (મલ્ટી-મોડલ ઇન્ટરનેશનલ હબ એરપોર્ટ) બનાવવામાં આવી રહ્યું હતું, કેટલાક લોકોએ વિરોધ કર્યો. તે સમયે અમે કહ્યું હતું કે, 100,000 લોકોને રોજગાર આપીશું અને અત્યાર સુધી 100,000 લોકોને રોજગારી અપાઈ ચૂકી છે.

