ગોપાલ ઇટાલિયા કેમ કહે છે કોંગ્રેસ વિસાવદરમાં ઉમેદવાર ઉભો નહીં રાખી શકે, કોંગ્રેસ વિફર્યું

હજુ તો વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઇ નથી એ પહેલાં રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આમ આદમી પાર્ટીએ થોડા દિવસ પહેલાં જ વિસાવદરની બેઠક પરથી ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

રવિવારે ગોપાલ ઇટાલિયાએ જનતા સાથે દિલના બંધનનો દાવો કર્યો હતો. જે તેમના પક્ષ દ્વારા એકલા ચૂંટણી લડવાના સંકેત તરીકે માનવામાં આવતું હતું. સોમવારે ઇટાલિયાએ પત્રકાર પરિષદમા કહ્યું કે, વાવ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે ડીલ થઇ હતી કે વાવમાં AAPનો ઉમેદવાર નહીં ઉભો રહે અને વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર નહીં ઉભો રહે. અમે વાવમાં વચન પાળ્યું હવે અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પણ વચન પાળશે.

ગોપાલ ઇટાલિયાના નિવેદન સામે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ ઇટાલિયાના નિવેદન ફગાવી દેતા કહ્યું કે, કોંગ્રેસે આવું કોઇ વચન આપ્યું નથી. વિસાવદરની બેઠક પર પ્રદેશ કોંગ્રેસ ચર્ચા કરીને નિર્ણય લેશે.

About The Author

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.