ધારાસભ્યએ જન્મદિવસે સરકારી હોસ્પિટલમાં ડાન્સર બોલાવી; વીડિયો સામે આવ્યો

કર્ણાટકની એક સરકારી મેટરનિટી હોસ્પિટલમાંથી સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યા બાદ વિવાદ ઉભો થયો છે. આ ક્લિપ જોઇને લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે, શું ધારાસભ્ય રમેશ બંદીસિદ્દેગૌડાની માતાના જન્મદિવસની ઉજવણી માટે હોસ્પિટલ પરિસરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?.

Dancer1
news18.com

શ્રીરંગપટનાના અરેકેરે ગામના રહેવાસીઓનો આરોપ છે કે ધારાસભ્યની માતાના જન્મદિવસ નિમિત્તે એક મનોરંજન કાર્યક્રમમાં સામેલ કલાકારોને સરકારી હોસ્પિટલમાં રહેવાની પરવાનગી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પોતાના પ્રદર્શન પહેલા તૈયારી કરવા, મેકઅપ કરવા અને તેમના તૈયાર થવા માટે હોસ્પિટલની જગ્યાનો ઉપયોગ કર્યો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક મહિલા કલાકારે હોસ્પિટલની અંદર એક રીલ બનાવી અને તેને ઓનલાઇન પોસ્ટ કરી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો, જેના કારણે ટીકા થઈ અને જવાબોની માંગણી થઈ. લોકોએ સ્પષ્ટતા માંગી છે કે કલાકારોને હોસ્પિટલનો ઉપયોગ કરવાની કોણે આપી અને શું સત્તાવાર પરવાનગી લેવામાં આવી હતી. તેમણે એ પણ પ્રશ્ન કર્યો છે કે શું હોસ્પિટલની જગ્યાના આ કથિત ઉપયોગથી દર્દીઓ અથવા નિયમિત આરોગ્યસંભાળ સેવાઓ પર અસર પડી?

કર્ણાટકના આરોગ્ય મંત્રી યુ.ટી. ખાદરે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને હોસ્પિટલની અંદર રીલ બનાવવા અંગેની વિગતો લેવામાં આવશે. ધારાસભ્યના પરિવારનો બચાવ કરતા ખાદરે કહ્યું હતું કે, તેમણે આમતવિસ્તારમાંથી સાત વખત ચૂંટણી જીતી છે અને આરોગ્યસંભાળ સંબંધિત જરૂરિયાતોમાં જનતાને મદદ કરી છે.

Dancer
news18.com

તેમણે કહ્યું કે ધારાસભ્યના માતા-પિતાના જન્મદિવસની ઉજવણી દરમિયાન હોસ્પિટલના રૂમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ ફક્ત સોશિયલ મીડિયા રીલના આધારે તારણો કાઢવા સામે ચેતવણી આપી હતી. ખાદરે કહ્યું હતું કે રૂમ ખાલી રહ્યો હોય, જોકે તેમની પાસે પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી નથી. તેમણે કહ્યું કે આગળની કાર્યવાહી જરૂરી છે કે નહીં તે નક્કી કરતા પહેલા તેઓ સત્તાવાર રિપોર્ટ માંગશે.

About The Author

Related Posts

Top News

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

કાર્યકર તહસીન પૂનાવાલાએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસે તેમને શનિવારે જંતર-મંતર વિરોધ પ્રદર્શન કરવા જતા અટકાવ્યા હતા. પૂનાવાલાએ...
National 
ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ...
Education 
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.