5 વર્ષમાં સી.આર.પાટીલની 40 ભૂલો ગુજરાત ક્યારેય નહીં ભૂલે

(દિલીપ પટેલ)

આખરે 5 વર્ષ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિદાય આપી છે. તેમનો કાળ ભાજપમાં મોટાપાયે બળવા, પક્ષ સામે અવાજ,  નારાજગી, જૂથવાદ, પ્રદેશવાદ, પક્ષનું છિન્નભીન્ન માળખું,  પક્ષાંતર, ધાકધમકી, દાદાગીરી, ફિરોતી, ઉમેદવાર પસંદ કરવામાં ભૂલો,  ભ્રષ્ટાચાર,પાછલા બારણેથી સરકાર ચલાવવી, ધાર્મિક વિખવાદોથી ભરપુર રહ્યો છે. તેઓ ભાજપના કેશુભાઈ પટેલ પછીના શક્તિશાળી પ્રદેશ પ્રમુખ રહ્યા પણ અનૈતિક વધારે રહ્યાં. જનસંઘ, સંઘની વિચારધારા કોરાણે મૂકી દીધી. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમનાથી પરેશાન રહ્યા હતા. તેમની વિદાયથી મોટાભાગના કાર્યકરો રાજી છે. ઉદ્યોગપતિઓ ફટાકડા ફોડશે. અમિત શાહ અને આનંદીબેન પટેલના ચહેરા પર ખુશી આવશે. રૂપાણીની સરકાર ઉથલાવવાનું કલંક તેમની કાળી અને ભગવી ટોપી પર રહ્યું. રૂપાણી હયાત હોત તો ભાજપમાં સૌથી ખુશ આજે હોત. પાટીલે ભાજપના અનેક નેતાઓના અપમાન કર્યા અને હજારો કાર્યકરોને ઉતારી પાડ્યા હતા.

પાટીલની નિમણૂકથી ટોચના ઘણાં નેતાઓ નારાજ રહ્યાં છે.

ભાજપના 90 ટકા કાર્યકરો અને ગુજરાતમાં 80 ટકા જનતામાં પાટીલ અપ્રિય હોય એવું સોશિયલ મીડિયામાં આવતી ટિપ્પણીથી કહી શકીએ. ગુજરાતના લોકોએ બિનગુજરાતી પાટીલને ક્યારેય સ્વીકાર્યા નહીં.

ગુજરાતમાં જે જીત થાય છે તે મોદીને કારણે થાય છે એવું ઉમેદવારો માનતા રહ્યા છે. પાટીલ ફંડ અને ફંડામાં સફળ છે. પાટીલના સમયમાં ભાજપની સારી એવી જીત થતી રહી છે. તે તેમની સફળતા છે કે, અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળતા છે?

ભાજપના નવા પ્રદેશ પ્રમુખે આવતાની સાથે જ પાટીલીની ઘણી ભૂલો સુધારવી પડશે. પક્ષને ફરી એક વખત જીવંત કરવો પડશે.

1712742127C-R-PATIL

પાટીલની ભૂલો અહીં આપી છે.

1 - પાટીલે પક્ષમાં ગુંડાગીરી અને વિખવાદો પેદા કર્યા તે, કોણ શાંત કરશે?

2 - પાટીલની વિદાયમાં નારાજગીનો લાલ ઝંડો, પાટીલ કઈ રીતે નિષ્ફળ રહ્યાં

3 - ભાજપ પ્રમુખ પાટીલ 12 ટકા વોટ ચોરી કરી જીતે છે?

4 - પાટીલ આવ્યા પછી વિજય રૂપાણી બદલાયા. આખું પ્રધાનમંડળ હાંકી કાઢવાની ભારતની પહેલી ઘટના હતી.

5 - વિવાદોનું ઘર ભાજપને બનાવી દીધો છે.  બધું જ નકલી બનાવી દીધું.

6 - ભાજપમાં જૂથવાદ ઘર કરાવીને તેઓ જઈ રહ્યા છે.

7 - ગુજરાતના ઉમેદવારોની પસંદગી પર ભાજપમાં પાટીલ સામે પ્રશ્નો હંમેશ રહેશે.

8 - ચૂંટણી પૂર્વેની ભરતી પ્રક્રિયાથી સાચા કાર્યકરો અને નેતાઓ નાખુશ રહ્યાં છે.  પાટીલે 25 હજાર નેતાઓ અને કાર્યકરોનું પક્ષાંતર કરાવી ભાજપને કોંગ્રેસમય બનાવી દીધો છે.

9 - સી.આર.પાટીલ સામે કોળી પટેલ સમાજનો વિરોધ હતો.

10 - સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના મૂળના અને કોંગ્રેસ કૂળના લોકોથી ઘેરાયો ભાજપ બની ગયો છે.

11 - ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની અપરાધ કુંડળી જાહેર કરવા બદલ કોંગ્રેસના નેતાને ધમકી આપી તેની ભારે ચર્ચા છેડી હતી.

12 - ધર્મેન્દ્ર શાહે અમદાવાદના મેયરની કચેરીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો - હકાલપટ્ટી

13 - પાટીલે પોતાના જૂથનું સંગઠન બનાવી દીધું.

14 - ભાજપના ધારાસભ્યો અને સાંસદો ધમકી આપવામાં બદનામ થયા પક્ષને બદનામ કર્યો જેને પાટીલ અટકાવી ન શક્યા

15 - ભાજપમાં વારંવાર બળવો થતો રહ્યો.

16 - ભાજપની બેઠક હવે કોબાની ભાજપની કચેરીએ નહીં પણ ગાંધીનગર સર્કિટ હાઉસમાં થવા લાગી તેનો વિરોધ થતાં તે બંધ કરી હતી.  સરકાર પર કબજો કરવાનો આરોપ તેમની પર છે.

17 - ભાજપ પ્રમુખ પાટીલ લોકસભાની નવસારી બેઠક પરથી 12 ટકા વોટ ચોરી કરી જીતતા હોવાનો આરોપ અને પુરાવા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર કર્યા છતાં પાટીલ મૌન રહ્યાં છે.

cr-patil
khabarchhe.com

18 - પાટીલે પક્ષમાં ગુંડાગીરી અને વિખવાદો પેદા કર્યા તે નવા પ્રમુખે શાંત કરવા પડશે.

19 - ભાજપના નેતાઓની તસવીરો પર કાળો કૂચડો ફેરવવાનો કાર્યકરોનો રોષ જોઈ પાટીલની રેલી રદ કરવી પડી હતી.  

20 - આવનારા દાયકાઓ સુધી ગુજરાતમાં ભાજપની સરકારો જ રહેશે – ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ

21 - પાટીલ માટે અંબાજી મંદિર વહેલા ખોલી દેવાયા, દ્વારકાનો વિવાદ અને ભગવાન શ્રીકૃષ્ણનો વિવાદ વકર્યો હતો.

22 - સુરતમાં 4 વોર્ડમાં BJPને AAPના ઉમેદવારોને હરાવ્યા. પાટીલનું પતન સુરતમાં થયું તેથી પક્ષાંતર કરાવીને તેમને ફોડી કાઢ્યા.

23 - અડધું સુરત શહેર ભાજપ વિરોધી અને પોણું શહેર પાટીલ વિરોધી તેઓ કરી દીધું છે. તેથી સંસદની બેઠક બિનહરીફ કરાવવી પડી હતી.  મૂળ સુરતીઓનો સી. આર.એ સફાયો કર્યો છે. તેથી ભારે નારાજગી છે.

24 - ભાજપની જીતનો જશ ખાટવા પાટીલ અને રૂપાણી વચ્ચે કાતિલ હરીફાઈ જાહેરમાં કરીને તેઓને ન શોભે એવા વિવાદો કર્યા હતા.

25 - પાટીલનો સત્તાનો સોદો કરવા પક્ષાંતર કરાવીને ભાજપમાં કોંગ્રેસના લોકોને લાવ્યા છે.

26 - કોરોનાની સારવારના ઈન્જેક્શનનો વિવાદ દેશવ્યાપી બન્યો હતો. કાશીરામ 4 લાખ કારીગરોને લેવા ગયા, સી.આર.પાટીલ 7 લાખને ગુજરાત બહાર મોકલવામાં રાજરમત રમે છે

27 - કામ કરાવવા ઉદ્યોગપતિ રાજકારણમાં આવે છે એવું કહેનારા ઉદ્યોગપતિ પાટીલ પાસે 46 કરોડ ક્યાંથી આવ્યા એવા સવાલો કરીને તેમની સામે આખા ગુજરાતમાં ભારે વિવાદ થયો હતો.

28 - પક્ષાંતર કરવા માટે સીઆર પાટીલે કરોડો રૂપિયા આપ્યા હોવાનું વિડિયોમાં સોમાભાઈ કોળી પટેલનું સ્ટીંગ ઓપરેશન બહાર આવ્યું ત્યારે ભાજપનું ધોવાણ થયું હતું.

29 - પાટીલની જીતની શેખી પણ એક પણ નેતા મોદી વગર ચૂંટણી જીતી શકે તેમ નથી.

30 - ભાજપમાં સગાવાદ નહીં ચાલે એવું પાટીલે જાહેર કર્યું પણ પાટીલ વાદ ચાલી ગયો, પક્ષ પ્રમુખે 6 પાટીલોને ટિકિટ આપી હતી.

31 - ભાજપના નેતા સી આર પાટીલનું ગરીબોનું અનાજ કૌભાંડ વિડિયો સાથે બહાર આવ્યું ત્યારે આખા ગુજરાતને આઘાત લાગ્યો હતો.

32 - રાજકીય ઉથલપાથલ અને બગડેલી છબી નવા પ્રદેશ પ્રમુખે સુધારવી પડશે.

33 - ભાજપ અને સરકારમાં આંતરકલહ હતો તેથી રૂપાણી-પાટીલ સામસામે રહ્યા હતા.

34 - દિલ્હીની યોજનાઓ અમલી ન બની હોત તો પાટીલ નિષ્ફળ રહ્યા હોત.

35 - પાટીલે પોતાને બચાવવા માટે બચાવમાં #We_Support_CRPAATILનું સોશિયલ મિડિયા કેમ્પેઈન શરૂ કરવું પડ્યું હતું.

CR-Patil2
facebook.com/CRPatilMP

36 - પાટીલનો વલોપાત હતો કે, AAP સામે રસ્તો કાઢીશુ, અમદાવાદમાં ધાર્યું પરિણામ નથી આવ્યું.

37 - સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ

38 - ભાજપના નેતાઓની ઉંમરને તોલવાના સી આર પાટીલના બે ત્રાજવા રહ્યા હતા. પોતે જ ઉંમર લાયક થઈ ગયા છે.

39 - ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢવાની માંગ કોંગ્રેના મંત્રી દીપક બાબરીયાએ કરી હતી.

40 - વસંત ગજેરાના રૂ.4 હજાર કરોડના પ્રોજેક્ટમાં રૂ.600 કરોડનો દંડ કર્યો ત્યારે આરોપ મૂક્યો કે જમીન માલિક સી આર પાટીલ હતા. આખો ભાજપ સ્તબ્ધ બની ગયો હતો.

41 - વિવાદાસ્પદ અલ્પેશ ઠાકોર અને યુવાન નેતા હાર્દિક પટેલ સામે સી આર પાટીલનું ખરાબ રાજકારણ રહ્યું હતું.

(લેખમાં વ્યક્ત કરેલા વિચારો લેખકના અંગત વિચારો છે.)

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.