- Politics
- ભાજપમાં મોટી મોકાણ: ગ્રાસરુટ પર કામ કરતા કાર્યકરોની સહનશીલતાનો ગેરલાભ ઉઠાવતા નેતાઓ
ભાજપમાં મોટી મોકાણ: ગ્રાસરુટ પર કામ કરતા કાર્યકરોની સહનશીલતાનો ગેરલાભ ઉઠાવતા નેતાઓ

ગુજરાત ભાજપની સ્થિતિની વાત કરીએ તો ગ્રાસરુટ પર કામ કરતા કાર્યકરો ક્યારેય પાર્ટીની વિરુદ્વ જતા નથી અને જશે પણ નહીં પરંતુ ઉપલી નેતાગીરીમાં લોકોમાં પકડ પણ નહીં ધરાવતા નેતાઓ દ્વારા આવા કાર્યકરોની અવહેલના કરવામાં આવી રહી છે. મૂળભૂત રીતે કહીએ તો ગ્રાસરુટ પર કામ કરતા કાર્યકરોની સહનશીલતનો બની બેઠેલા નેતાઓ ગેરલાભ ઉઠાવતા હોવાની લાગણી પક્ષમાં પ્રવર્તી રહી છે.
આમ પણ વોર્ડના શક્તિ કેન્દ્રો માટે સીધી રીતે સૂચના છે કે 40 કરતાં વધુની ઉમરના કાર્યકરોને લેવામાં આવશે નહીં. હકીકત એ છે કે પાયાના કાર્યકરોની ઉંમર જ હમણાં-હમણા 40ને વટાવી ગઈ છે ત્યારે પાયાનાં કાર્યકરોની દશા મા મને કોઠીમાંથી કાઢ જેવી બની જવા પામી છે. પાયાના કાર્યકરો જાયે તો કહાં જાયે જેવી કફોડી સ્થિતિમાં મૂકાઈ જવા પામ્યા છે. આમના માટે પાર્ટીએ વિચાર કરવાની જરુરિયાત રહેલી છે.
મહત્વની વાત એ છે કે માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં એક માત્ર PM નરેન્દ્ર મોદીના કારણે ભાજપ દરેક જગ્યાએ વિજયી પતાકા લહેરાવી રહ્યું છે. એક પણ નેતા એવો નથી કે જે લોકોમાં પ્રિય હોય અથવા તો પોતાની લોકપ્રિયતાના કારણે જીત્યો હોય. બધાને પીએમ મોદીના નામે પોતાની નૌકાને હંકારવી છે અને કિનારે લંગારવી પણ છે. નેતા ગમે તે હોય, ઉમેદવાર ગમે તે હોય કાર્યકરોએ ક્યારેય કોઈ બળવાખોરીનો સૂર પણ વ્યક્ત કર્યો નથી કે પાર્ટીની વિરુદ્વ ચૂંટણી કે અન્ય રીતે કોઈ કામ પણ કર્યું નથી, છતાં આજે દશા અત્યંત વિશદ બની જવા પામી છે.
સૌથી મોટી મોકાણ તો એ છે કે ભાજપના ચૂસ્ત કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે અથવા તો એમ કહો કે તેમને હવે રીતસરના ઈગનોર કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ નીચલા સ્તરે સંગઠન અને રાજ્ય સરકારમાં શું થઈ રહ્યું છે તેનો કોઈ તાળો મેળ ખાઈ રહ્યો નથી. બધે જ ગૂંચવાડા સર્જી દેવામાં આવ્યા છે. સારા કાર્યકરો, ચૂસ્તબદ્વ કાર્યકરો અને કમિટેડ વર્કરોની બૂરે વલે થઈ રહી છે, જ્યારે મેનેજ કરીને આવતા કાર્યકરો અને નેતાઓની સરભરા કરવામાં આવી રહી છે, તેમને પદો અને જવાબદારીઓ તાસકમાં ભેટ આપવામાં આવી રહી છે.
Top News
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
Opinion
