- Politics
- 1 મતથી જીતેલા વિજયની પાર્ટીના ધારાસભ્યને હાઈ કોર્ટે આપ્યો મોટો ઝટકો
1 મતથી જીતેલા વિજયની પાર્ટીના ધારાસભ્યને હાઈ કોર્ટે આપ્યો મોટો ઝટકો
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક મતના માર્જિનથી વિજય મેળવનારા તમિલગા વેત્રી કડગમ (TVK)ના ધારાસભ્ય આર. શ્રીનિવાસ સેતુપતિને મદ્રાસ હાઈકોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. કોર્ટે તિરુપત્તુરથી ધારાસભ્ય સેતુપતિને મંગળવાર (12 મે)ના રોજ યોજાનારી વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેતા રોકી દીધા છે. તિરુપત્તુરથી ધારાસભ્ય હરીફ, દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના ઉમેદવાર કે.આર. પેરિયાકરુપ્પન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં કોર્ટે આ આદેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તિરુપત્તુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનારા શ્રીનિવાસ સેતુપતિએ અત્યંત નજીકની સ્પર્ધામાં માત્ર એક મતથી જીત મેળવી હતી. તેમણે કુલ 83,365 મત મેળવ્યા હતા, જ્યારે તેમના હરીફ DMK ઉમેદવાર કે.આર. પેરિયાકરુપ્પનને 83,364 મત મળ્યા. આ નજીવા માર્જિનથી ચૂંટણી પરિણામો અંગે વિવાદ થયો છે.
ચૂંટણી હારનારા DMKના નેતા કે.આર. પેરિયાકરુપ્પને ચૂંટણી પરિણામને પડકાર્યું. કોર્ટ સમક્ષ દાખલ કરેલી અરજીમાં તેમણે આરોપ લગાવ્યો કે પોસ્ટલ બેલેટમાં ગેરરીતિઓ થઈ હતી, જેના કારણે TVK ઉમેદવારને જીત મળીહતી. તેમનો દાવો છે કે તિરુપ્પત્તુર વિધાનસભા મતવિસ્તાર નંબર 185 માટે માટે નાખવામાં આવેલું એક મતને ખોટી રીતે વેલ્લોર જિલ્લામાં સ્થિત તિરુપ્પત્તુર વિધાનસભા મતવિસ્તાર નંબર 50માં ગણી લેવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબત અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી; જોકે, સંતોષકારક જવાબ ન મળતા તેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
બીજી તરફ, ન્યાયાધીશ વિક્ટોરિયા ગૌરી અને ન્યાયાધીશ સેન્થિલકુમારની બેન્ચે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે અને સેતુપતિને આગળના આદેશો સુધી ગૃહની કાર્યવાહીમાં ભાગ લેતા રોકી દેવામાં આવ્યા છે. પોતાના આદેશમાં હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શ્રીનિવાસ સેતુપતિ હાલમાં તું વિધાનસભાની કોઈપણ કાર્યવાહીમાં ભાગ નહીં લઇ શકે.
ચૂંટણી પંચે શું કહ્યું
આ મુદ્દે, ચૂંટણી પંચે જણાવ્યું છે કે ચૂંટણી પરિણામો આવ્યા બાદ, એકમાત્ર ઉપાય એ છે કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સમક્ષ ચૂંટણી અરજી દાખલ કરી શકાય છે. પંચે એમ પણ કહ્યું હતું કે એક પણ પોસ્ટલ બેલેટ બીજા મતવિસ્તારમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો નથી. જો કે, કોર્ટે શોધી કાઢ્યું હતું કે પેરિયાકરુપ્પન દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદને સમર્થન આપવા માટે પૂરતા પુરાવા હતા. ત્યારબાદ, કોર્ટે શ્રીનિવાસ સેતુપતિને ધારાસભ્ય તરીકે વિધાનસભા ફ્લોર ટેસ્ટમાં ભાગ લેતા રોકી દીધા.
હાઈકોર્ટે કમિશનને આ બાબતે સોગંદનામું દાખલ કરવા અને જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સાથે જ નિર્દેશ આપ્યો હતો કે જો તિરુપત્તુર વિધાનસભા મતવિસ્તાર નંબર 185 સંબંધિત કોઈપણ પોસ્ટલ મતવિસ્તાર તિરુપત્તુર વિધાનસભા મતવિસ્તાર નંબર 50માં પ્રાપ્ત થાય છે, તો તેને સીલબંધ, સુરક્ષિત અને સંરક્ષિત કરવું જોઇએ. કોર્ટે મતોની ગણતરી, પોસ્ટલ મતવિસ્તારની ચકાસણી, પોસ્ટલ બેલેટનો અસ્વીકાર અને તેમની પુનઃ ચકાસણી સંબંધિત તમામ વીડિયો ફૂટેજની બેકઅપ નકલો સાથે તેમના મૂળ ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં સાચવવાનો પણ આદેશ આપ્યો છે.

