- Politics
- ભગવો ભવિષ્યમાં રાષ્ટ્રધ્વજ બની શકે છે, અત્યારે તિરંગાનું સન્માન કરોઃ ભાજપ નેતા
ભગવો ભવિષ્યમાં રાષ્ટ્રધ્વજ બની શકે છે, અત્યારે તિરંગાનું સન્માન કરોઃ ભાજપ નેતા

કર્ણાટકના એક વરિષ્ઠ ભાજપ નેતાએ દાવો કર્યો છે કે ભગવો ધ્વજ ભવિષ્યમાં રાષ્ટ્રધ્વજ બની શકે છે, પરંતુ અત્યારે તિરંગાનું સન્માન કરવું જોઇએ. આ નેતાએ કહ્યું કે સેંકડો વર્ષ પહેલાં ભગવાન રામ અને હનુમાનના રથ પર ભગવો ઝંડો જ લહેરાતો હતો. આ નેતાએ પત્રકારના સવાલનો નરો વા કુંજરો વા સ્ટાઇલમાં જવાબ આપ્યો હતો.
ભાજપના સિનિયર નેતા અને કર્ણાટકના ગ્રામણી વિકાસ અને પંચાયત રાજ મંત્રી કે.એસ. ઇશ્વરપ્પાએ બુધવારે દાવો કર્યો હતો કે ભગવો ધ્વજ ભવિષ્યમાં રાષ્ટ્રધ્વજ બની શકે છે. જો કે તેમણે કહ્યુ કે તિરંગો રાષ્ટ્રધ્વજ છે અને બધાએ તેનું સન્માન કરવું જોઇએ.
મંત્રીએ કહ્યું કે સેંકડો વર્ષ પહેલાં ભગવાન રામ અને હનુમાનના રથ પર ભગવો ઝંડો જ લહેરાતો હતો. તે વખતે શું આપણા દેશમાં તિરંગો હતો? હવે તિરંગો રાષ્ટ્રધ્વજ છે તો તેનું સન્માન કરવું જોઇએ.
પત્રકારોએ કર્ણાટકના મંત્રી ઇશ્વરપ્પ્પાના સવાલ કર્યો હતો કે શું લાલ કિલ્લા પર ભગવો ધ્વજ લહેરાવી શકાય? તો મંત્રીએ કહ્યું હતું કે આજે નહીં, ભવિષ્યમાં કોઇક દિવસ. આજે દેશમાં હિંદુ વિચાર અને હિંદુત્વ વિચાર પર ચર્ચા ચાલી રહી છે. એક સમય હતો જયારે લોકો અમારી પર હસતા હતા કે રામ મંદિર કેવી રીતે બનશે. એ અમે બનાવ્યું. એ જ રીતે ભવિષ્યમાં 100, 200 કે 500 વર્ષ પછી ભગવો ધ્વજ બની શકે છે. તેમણે સાથે બચાવમાં એમ પણ કહ્યું કે અત્યારે તિરંગો છે તો તેનું સન્માન કરવું જોઇએ અને સન્માન નહીં કરનાર સામે દેશદ્રોહ થશે.
તેમણે કહ્યુ કે અમે ભગવો ધ્વજ ફરકાવવા વાળો લોકો છીએ. આજે નહીં તો ભવિષ્યમાં આ દેશમાં કયારેક હિંદુ ધર્મ આવશે અને તે સમયે લાલ કિલ્લા પરથી ભગવો ધ્વજ લહેરાવાશે.
ભાજપના મંત્રી ઇશ્વરપ્પા રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ ડી કે શિવકુમારના દાવાનો જવાબ આપી રહ્યા હતા કે મંગળવારે વિદ્યાર્થોએ હિજાબ વિરોધી પ્રદર્શન દરમ્યાન શિવમોગ્ગાની ગર્વમેન્ટ ફર્સ્ટ ગ્રેડ કોલેજમાં તિરંગાને બદલે ભગવો ઝંડો લહેરાવ્યો હતો. શિવકુમારના દાવાને ખોટો બતાવીને ઇશ્વરપ્પાએ કહ્યું હતું કે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રાદાયિક દ્વેષ પેદા કરવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ભગવો ધ્વજ લહેરવાયો હતો, પરંતુ રાષ્ટ્રધ્વજને નીચે ઉતાર્યા વગર.
શિવમોગ્ગા કોલેજના સંચાલકો અને પોલીસ અધિકારીઓએ પણ સ્પષ્ટતા કરી છે કે ભગવો ધ્વજ લહેરાવવામ માટે રાષ્ટ્રધ્વજને નીચે ઉતારવામાં નહોતો આવ્યો.
Top News
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
સુરત ડાયમંડ બૂર્સને ધમધમતું કરવા હર્ષ સંઘવીએ કેમ મેદાનમાં આવવું પડ્યું?
Opinion
