‘માઉન્ટ આબૂને ગણાવ્યું બેંગકોક’, હવે વિપક્ષના નિશાના પર! જાણો કોણ છે આ ભાજપના મહિલા નેતા

રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબૂમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચાઓ તેજ છે. તેની શરૂઆત ભાજપના એક નેતા દ્વારા સાર્વજનિક મંચ પરથી આપવામાં આવેલા નિવેદનથી થઈ હતી. ભાજપના જિલ્લા મંત્રી ગીતા અગ્રવાલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, માઉન્ટ આબૂ હવે બેંગકોક બનતું જઇ રહ્યું છે. તેમણે આ ટિપ્પણી સગીરોના દેહ વ્યાપાર અને વધતી ગેરકાયદેસર ગતિવિધિઓના સંદર્ભમાં કરી હતી.

આ નિવેદન સામે આવ્યા બાદ સ્થાનિક પ્રશાસનની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલ ઉભા થવા લાગ્યા છે અને માઉન્ટ આબૂની છબીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. માઉન્ટ આબૂના આ નિવેદન પર શાસક પક્ષમાં પણ ચર્ચાઓ શરૂ થઈ છે. લોકો ભાજપના જિલ્લા કાર્યકારિણી સભ્ય અને નિવેદન આપનાર ગીતા અગ્રવાલની પૃષ્ઠભૂમિને લઈને પણ જાણવા માગે છે. તેમના નિવેદન બાદ પ્રશાસન, રાજનીતિ અને સામાન્ય લોકોમાં આ વિષય પર બહેસ છેડાઈ ગઈ છે.

BJP-Leader13
site.outlookindia.com

નોંધનીય છે કે ગીતા અગ્રવાલ માઉન્ટ આબૂના રહેવાસી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી સક્રિય રાજનીતિમાં જોડાયેલા છે. તેઓ ભાજપના જિલ્લા કારોબારીમાં જિલ્લા મંત્રી તરીકે કાર્યરત છે. આ અગાઉ, તેઓ ભાજપ અને માઉન્ટ આબૂ નગર મંડળના જિલ્લા ઉપાધ્યક્ષના વિવિધ પદો સાંભળી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ ભારત વિકાસ પરિષદ અને ઇનર વ્હીલ ક્લબ જેવા સામાજિક સંગઠનો સાથે પણ જોડાયેલા રહ્યા છે. રાજકારણ સાથે-સાથે ગીતા અગ્રવાલ માઉન્ટ આબૂમાં એક પ્રખ્યાત હોટેલનું સંચાલન પણ જુએ છે. તેમણે માઉન્ટ આબૂની એક સરકારી શાળાના નિર્માણની પણ જાહેરાત કરી છે.

ભાજપના જિલ્લા મંત્રી ગીતા અગ્રવાલે તાજેતરમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં મંચ પરથી નિવેદન આપ્યું હતું કે માઉન્ટ આબૂ હવે બેંગકોક બનતું જઇ રહ્યું છે. આ દરમિયાન, તેમણે સગીરોના દેહ વ્યાપાર તરફ ઈશારો કરતા અને સ્થાનિક પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકર પણ ઉપસ્થિત હતા. એવા મંચ પરથી આ પ્રકારના નિવેદને પ્રશાસન અને સમાજના વિવિધ વર્ગોને વિચારવા મજબૂર કરી દીધા છે.

BJP-Leader
rajasthan.ndtv.in

ભાજપના મહિલા નેતાના નિવેદન બાદ તરત જ, કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય સંયમ લોઢાએ આ અંગે પ્રતિક્રિયા આપી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુખ્યમંત્રી પાસેથી જવાબ માગ્યો. તેમણે પૂછ્યું કે જો ભાજપના જિલ્લા મંત્રી માઉન્ટ આબૂને બેંગકોક જેવું કહી રહ્યા છે, તો રાજ્ય સરકાર આ દિશામાં શું પગલાં લઈ રહી છે. આ નિવેદન વાયરલ થયા બાદ માઉન્ટ આબૂની છબી પર પણ અસર થવાની સંભાવના છે. જો રાજસ્થાનના શિમલા તરીકે પ્રવાસીઓમાં પ્રખ્યાત માઉન્ટ આબૂમાં આવી ગતિવિધિઓ સંચાલિત થવાના દાવા સાચા હોય, તો તે ન માત્ર પ્રશાસન માટે, પરંતુ સમગ્ર પ્રદેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.