શું જયેશ રાદડિયાને નજીકના સમયમાં ગુજરાતની રાજનીતિમાં અગત્યની ભૂમિકાની જવાબદારી સોંપશે ભાજપ?

ગુજરાતમાં ભાજપની સરકાર અવિરત પોતાની ભજવી વિજયપતાકા લહેરાવી રહી છે અને સ્થિર સરકાર ચાલતી આવી છે. ઘણીવાર સરકાર અને સંગઠનમાં સ્થાનિક નેતૃત્વની કાર્યશૈલીમાં રહી જતી ક્ષતિઓ PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ભૂમિકાથી ઠરીઠામ થતી આવી છે.

01

ગુજરાતમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમ ભૂમિકા ભજવી રહ્યા છે અને નવા મંત્રીમંડળના મંત્રીઓ હજુસુધી કોઈ વિવાદ વિના કામગીરી કરી રહ્યા છે એ એક મજબુત પાસું હાલ પુરવાર થઈ રહ્યું છે. સંગઠનની વાત સમજીએ તો સીઆર.પાટીલના કાર્યકાળમાં ગુજરાત ભાજપનું સંગઠન સાવ ખાડે ગયું, કાર્યકર્તાઓનું મનોબળ તૂટ્યું, વડીલ શીર્ષસ્થ કાર્યકર્તાઓની અવગણના થઈ અને સંગઠનમાં ના થવાનું અણછાજતું બધુ જ થયું પરંતુ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ આ બધા જ બગડેલા સમીકરણો ઠરીઠામ કરીને કાર્યકર્તાઓને સાથે લઈને આગળ વધતા જણાઈ રહ્યા છે. જૂના નવા કાર્યકર્તાઓમાં જૂની ભાજપ અને મૂળ સંગઠનની વિચારધારા પાછી આવી રહી છે એવી આશાનું કિરણ ઉદભવ્યું છે.

1616333190Jayesh_Radadiya

સૌરાષ્ટ્ર ભાજપમાં દિગ્ગજ યુવા નેતા કહેવાતા જયેશ રાદડિયા માટે છેલ્લા કેટલાક સમયથી સંજોગો અને સમીકરણો વિપરીત રહ્યા જેના માટે વિશ્વનીય સૂત્રોનું માનવું છે કે આ માટે પૂર્વાધ્યક્ષ સીઆર. પાટીલની નારાજગી જવાબદાર છે. હાલ ગુજરાત પ્રદેશ ભાજપના નવા માળખામાં પ્રશાંત કોરાટને મહામંત્રીની જવાબદારી આપવામાં આવી છે ત્યારથી ફરીથી જયેશ રાદડિયાની શું જવાબદારી આપવામાં આવશે અને આપવામાં આવશે કે નહીં એની ચર્ચાએ જોર પકડ્યું છે.

ભાજપમાં મહેનત કરનાર કાર્યકર્તાની વહેલી મોડી પણ ચોક્કસ કદર થાય છે એટલે એ વાતમાં તથ્ય નથી કે યુવા નેતા જયેશ રાદડિયાને પડતા મૂકાય. પક્ષને સૌરાષ્ટ્રમાં પ્રત્યક્ષ એક મજબૂત નેતૃત્વની હાલ ખોટ જણાય તો રહી છે પરંતુ બની શકે કે યોગ્ય સમયની રાહ જોવાતી હોય. આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં જયેશ રાદડિયા સૌરાષ્ટ્રમાં અગત્યની ભૂમિકા ભજવશે એવી ચર્ચાઓ પણ ભાજપના સંગઠનના અનુભવી લોકોમાં થઈ રહી છે. જયેશ રાદડિયા સંયમ અને શિસ્તની પક્ષની મર્યાદા જો જાળવી શકશે તો ચોક્કસથી આવનારા સમયમાં ગુજરાતની સૌરાષ્ટ્રની પાટીદાર સમાજથી રાજનીતિના કેન્દ્રબિંદુમાં હશે એમાં કોઈ મીનમેખ જણાતી નથી.

About The Author

Top News

નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કરનારા નીતિશ કુમારે એક્સ પ્લેટફોર્મ પર લખીને ઇચ્છા વ્યક્ત કરી છે કે...
Politics 
નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે...
Politics 
નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025...
Gujarat 
એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.