- Relationship
- સેક્સ કિલર ફૂડ, આ ખાવાથી બગડી શકે તમારી સેક્સ લાઈફ
સેક્સ કિલર ફૂડ, આ ખાવાથી બગડી શકે તમારી સેક્સ લાઈફ

સેક્સ લાઈફ માટે સારા ખાનપાનની જરૂરીયાત પણ મહત્વની છે. ખોરાકમાં એવી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી સેક્સ લાઈફ પણ નોર્મલ કન્ડીશનમાં ચાલતી રહે. ખાસ કરીને સેક્સ કિલર ફૂડથી બચવા માટે આટલી સાવધાની રાખવી આવશ્યક છે.
ચોકલેટ
આને સેક્સ કિલર ફુડ પણ કહેવાય છે. કારણ કે ચોકલેટમાં કમ્પાઉન્ડ્સ મિક્સ હોય છે. આ કમ્પાઉન્ડસ સેક્સ લાઈફને પ્રભાવિત કરે છે. જોકે, ચોકલેટને પ્રેમ, ઉત્સાહ અને રોમાન્સનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ એક્સપર્ટનું કહેવું છે કે ચોકલેટ ખાવાથી ટેસ્ટોસ્ટેરોનું લેવલ ઓછું થાય છે.
કોફી
કોફીનો એક કપ તમારા મૂડને સારો કરે છે. પરંતુ તેની ખરાબ અસર સેક્સ લાઈફને ડિસ્ટર્બ કરી જાય છે. વધારે પ્રમાણમાં કોફીનું સેવન કરવાથી એડ્રેનલ ગ્લેન્ડ્રસને નુકશાન કરે છે. આના કારણે શરીરમાં તણાવ કરનારા હોર્મોન્સની વૃધ્ધિ થાય છે. એડ્રેનલ ગ્લેન્ડ્રસ સારી રીતે કામ નથી કરતા તો સેક્સ લાઈફ અસર પામે છે.
તેલ
ઘટીયા પ્રકારનું તેલ અને પ્રોસેસ્ડ વેજિટેબલ ઓઈલનું સતત સેવન કરવાથી ચરબીનું પ્રમાણ વધી છે. જે શરીરને એક્ટીવ રહેવા દેતા નથી અને સેક્સ માટેની ઉત્તેજનાને પણ ઘટાડી નાંખે છે.
સોયાબીન
આ તંદુરસ્તી માટે ફાયદેમંદ છે. પરંતુ સેક્સ લાઈફ માટે અડચણરૂપ બની જાય છે. શાકાહારી લોકો માટે મીટનાં બદલે સોયાબીન બેસ્ટ ઓપ્શન છે. પરંતુ સોયાબીનમાં રહેલા ફોટએસ્ટ્રોઝન પુરુષોના સેક્સ હોર્મન્સમાં ફેરફાર લાવે છે. આના કારણે સેક્સ ઈચ્છામાં ઘટાડો થાય છે.
પુદીના
આ માઉથફ્રેશનરનું કામ કરે છે. પુદીના કે તેમાંથી બનાવેલી વસ્તુઓ ખોરાકને હજમ પણ કરે છે. પરંતુ તેને સતત ખાવાથી સેક્સયુઅલ ડિઝાયરમાં ઘટાડો થાય છે. સેક્સ ડ્રાઈવમાં પણ ઓછપ આવે છે. જેથી કરીને માઉથ ફ્રેશનર માટે પણ પુદીનાનાં બદલે હર્બલનો ઉપયોગ કરવો હિતાવહ છે.
પનીર-ડેરી પ્રોડક્ટ
આમાં વિટામીમ અને પ્રોટીન પ્રચુર માત્રામાં હોય છે. માર્કેટમાં મળતા ડેરી પ્રોડક્ટમાં એસ્ટ્રોજન ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટોરન વિપુલ હોય છે. ડેરી પ્રોડક્ટમાં પ્રાકૃતિક તત્વ હોતા નથી. આ બધી બાબતો શરીરમાં ટોક્સિન્સને વધારે છે અને હોર્મન્સને અસર કરે છે. ટોક્સિન્સથી યૌન રોગ થવાની સંભાવના રહેલી છે.
આ ઉપરાંત ફ્રાઈડ અને જંક ફુડ. મીટ, સોડાખાર( મોનો સોડીયમ), એરિએડેટ ડ્રિંક્સ અને દારુ-આલ્કોહોલ પીવાથી પણ સેક્સ લાઈફ ડિસ્ટર્બ થઈ જાય છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
Opinion
