- Science
- શું આ છોડ આ દુનિયાનો નથી? વૈજ્ઞાનિકોએ શોધ્યો રહસ્યમય જીવાશ્મ, બોલ્યા એલિયન જેવો દેખાય છે
શું આ છોડ આ દુનિયાનો નથી? વૈજ્ઞાનિકોએ શોધ્યો રહસ્યમય જીવાશ્મ, બોલ્યા એલિયન જેવો દેખાય છે

વૈજ્ઞાનિકોએ એક એવા જીવાશ્મ છોડની શોધ કરી છે, જે હાલના કોઈપણ છોડના પરિવાર સાથે મેળ ખાતો નથી. આ છોડને ઓથનિઓફાઇટન એલોન્ગેટમ નામ આપવામાં આવ્યું છે. તેની શોધ 55 વર્ષ અગાઉ, 1969માં, અમેરિકા રાજ્ય યૂટા રાજ્યના એક ભૂતિયા શહેરની નજીક થઇ હતી. અગાઉ વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે તે જિનસેંગ પરિવાર સાથે સંબંધિત હોઈ શકે છે, પરંતુ તાજેતરમાં જ થયેલા રિસર્ચમાં વૈજ્ઞાનિકોના અનુમાનને ખોટા સાબિત કરી દીધા.
વૈજ્ઞાનિક સ્ટીવન માન્ચેસ્ટરની નવી શોધ
ફ્લોરિડા મ્યૂઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના વૈજ્ઞાનિક સ્ટીવન માન્ચેસ્ટરને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેના અશ્મિ સંગ્રહમાં આ છોડનો સાચવેલો અવશેષ મળ્યો. આ અશ્મિ પણ તેજ વિસ્તારમાંથી મળી આવ્યો હતો જ્યાં પહેલા ઓથનિયોફાઇટનના અશ્મિભૂત પાંદડાઓ શોધવામાં આવ્યા હતા. માન્ચેસ્ટર અને તેમની ટીમે તેનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે તે એજ પ્રજાતિનું છે.
9 નવેમ્બરના રોજ એનલ્સ ઓફ બોટની નામનીપત્રિકામાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, આ અશ્મિ 47 મિલિયન વર્ષ જૂનો છે અને તેને પૂર્વીય યુટાની ગ્રીન રિવર ફોર્મેશનમાંથી કાઢવામાં આવ્યો હતો. આ વિસ્તાર એક સમયે તળાવો અને સક્રિય જ્વાળામુખીથી ઘેરાયેલો હતો, જેમાં માછલી, સરિસૃપ, પક્ષીઓ અને છોડના અવશેષો રહી શક્યા.
આ નવા અશ્મિમાં માત્ર પાંદડા જ નહીં, પણ ફૂલો અને ફળો પણ છે. રિસર્ચરે તેની સંરચનાની તુલના હાલના છોડો સાથે કરી, પરંતુ કોઈ સમાનતા મળી નથી. તે જિનસેંગ પરિવારના છોડથી પણ ખૂબ અલગ હતું. આધુનિક માઇક્રોસ્કોપી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નિકના માધ્યમથી, વૈજ્ઞાનિકોએ છોડના બીજ અને પુંકેસરના સુક્ષ્મ અવશેષોનો અભ્યાસ કર્યો. તેમાં કેટલાક લક્ષણ હતા, જે આજના કોઈપણ વનસ્પતિમાં જોવા મળતા નથી.
વૈજ્ઞાનિકોએ આ છોડને કોઈપણ વિલુપ્ત થતા છોડના ગ્રુપ સાથે જોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ નક્કર પુરાવા અને સંબંધ ન મળ્યા. ગ્રીન રિવર ફોર્મેશનમાં અગાઉ અજાણ્યા ઘણા છોડના અવશેષો મળી ચૂક્યા છે, જેનાથી આ ક્ષેત્રમાંમાં પ્રાચીન છોડની વિવિધતાના સંકેત મળે છે. જો કે, વૈજ્ઞાનિકો આ અવશેષોનો અભ્યાસ કરવાનું ચાલુ રાખશે, જેથી પૃથ્વીની વનસ્પતિની ઉત્ક્રાંતિને વધુ સારી રીતે સમજી શકાય.
Related Posts
Top News
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
Opinion
