- Sports
- IPL મેચ જોવા પહોંચેલા ફેન્સના 25 મોબાઇલ ફોન તફડાવનાર રેકેટનો પર્દાફાશ
IPL મેચ જોવા પહોંચેલા ફેન્સના 25 મોબાઇલ ફોન તફડાવનાર રેકેટનો પર્દાફાશ
બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 28 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયેલી IPLની પહેલી મેચ દરમિયાન ચોરીનો એક મોટો બનાવ સામે આવ્યો હતો. મેચ જોવા પહોંચેલા દર્શકોના 25 મોબાઇલ ફોન ગુમ થઇ ગયા હતા. IPL મેચ દરમિયાન થયેલી મોબાઇલ ચોરી અંગે મોટી કાર્યવાહી કરતા પોલીસે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે.
કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનની ટીમે આ મામલે 21 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે, જેની કિંમત આશરે ₹18 લાખ હોવાનું માનવામાં આવે છે. આ ઘટના 28 માર્ચ 2026 રોજ 2026 ઇન્ડિયન પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન બની હતી, જ્યારે દર્શકોની મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા તી. આ ભીડનો લાભ લઈને ચોરોએ ઘણા લોકોના મોબાઇલ ફોન તફડાવી લીધા હતા.

ફરિયાદો મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી અને મુખ્ય આરોપી સાથે એક સગીરને કસ્ટડીમાં લીધો હતો. આરોપીઓના પાસેથી ચોરાયેલા મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી વરિષ્ઠ અધિકારીઓ અને કબ્બન પાર્ક સબ-ડિવિઝન ટીમના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે, અને તપાસ ચાલી રહી છે.

આ બાબત ત્યારે ચર્ચામાં આવી, જ્યારે એક પ્રભાવિત વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા અને તેમના મોબાઇલ ફોનની ચોરી અંગેની વિગતો શેર કરી. વીડિયો વાયરલ થયાબાદ, પોલીસ એક્શન મોડમાં આવી ગઈ અને પીડિતોનો સંપર્ક કરીને વધુ માહિતી એકત્રિત કરવાની શરૂઆત કરી દીધી હતી.

