- Sports
- આઉટ થયા પછી જયસ્વાલ શ્રીલંકાના બોલર સાથે લડ્યો, થઇ ઝપાઝપી; વીડિયો વાયરલ
આઉટ થયા પછી જયસ્વાલ શ્રીલંકાના બોલર સાથે લડ્યો, થઇ ઝપાઝપી; વીડિયો વાયરલ
ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ખાતે રમાઈ રહી છે. મેચના પહેલા દિવસે (23 ઓગસ્ટ) મેદાન પર વાતાવરણ ગરમ થયેલું જોવા મળ્યું. આ લડાઈ ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિતા ફર્નાન્ડો વચ્ચે થઇ હતી. યશસ્વીને બોલ્ડ આઉટ કર્યા પછી, અસિતાએ આક્રમક રીતે ઉજવણી કરી, જેના કારણે મેદાન પરનું વાતાવરણ ગરમ થઇ ગયું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે તેઓએ એકબીજાને ધક્કો પણ માર્યો. છેવટે શ્રીલંકાના કેપ્ટનને આ ઘટનામાં વચ્ચે પડવું પડ્યું હતું.
પ્રથમ ટેસ્ટમાં ખરાબ રીતે નિષ્ફળ રહેનાર યશસ્વી જયસ્વાલ બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. તે સરળતાથી પોતાની અડધી સદી પુરી કરવા માટે તૈયાર દેખાતો હતો, પરંતુ આઉટ થઈ ગયો. આનાથી યશસ્વી નિરાશ થયો અને પેવેલિયન પરત ફરતી વખતે શ્રીલંકાના બોલર અસિતા ફર્નાન્ડો સાથે ઉગ્ર ચર્ચા પણ થઇ ગઈ.
https://twitter.com/SonySportsNetwk/status/2091417855120253165
ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. યશસ્વીએ આરામથી બેટિંગ કરી. ફર્નાન્ડો દ્વારા ફેંકાયેલી 17મી ઓવરમાં તે સારી લયમાં દેખાતો હતો અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ પછી તે આઉટ થઈ ગયો. ઓવરના છેલ્લા બોલ પર યશસ્વીએ પોતાની વિકેટ ગુમાવી અને બોલ્ડ આઉટ થઇ ગયો.
ફર્નાન્ડોએ છેલ્લો બોલ થોડો શોર્ટ ફેંક્યો, અને યશસ્વી બેકફૂટ પર ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો. તે ચૂકી ગયો અને બોલ્ડ થઈ ગયો. યશસ્વી તેની અડધી સદીથી માત્ર 5 રન દૂર હતો અને તેથી તે અત્યંત નિરાશ થયો. આઉટ થયા પછી તે પેવેલિયન તરફ ચાલી રહ્યો હતો ત્યારે ફર્નાન્ડોએ તેને કંઈક કહ્યું. યશસ્વી તરત જ પાછળ ફરી ગયો અને ગુસ્સાથી ફર્નાન્ડો તરફ આવ્યો. બંને ખેલાડીઓ ખૂબ નજીક હતા અને એકબીજાને ધક્કો મારવા લાગ્યા.
જોકે, મામલો વધુ વણસે તે પહેલાં, શ્રીલંકાના અન્ય ખેલાડીઓએ તેમને અલગ કરી દીધા. ત્યારપછી યશસ્વી પાછળ ફરીને ફર્નાન્ડો તરફ જોતા અને કંઈક બોલતા બોલતા મેદાનની બહાર ગયો. આ ઘટનાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યશસ્વીએ 53 બોલનો સામનો કર્યો અને 9 ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા.
આજથી જ ટેસ્ટ મેચ શરૂ થઈ, અને પ્રથમ દિવસનું પ્રથમ સત્ર બંને ટીમો માટે બરાબર રહ્યું હતું. શ્રીલંકાએ KL રાહુલ અને યશસ્વીની વિકેટ લીધી, જ્યારે ભારતનો સ્કોર 88 રન સુધી પહોંચ્યો. રાહુલે 33 બોલમાં 18 રન બનાવ્યા.

