બુમરાહે પોતે જ કહી દીધું ક્યારે નિવૃત્તિ લેશે

T20 વર્લ્ડ કપ જીત્યા પછી તરત જ વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આ પછી જસપ્રિત બુમરાહને લઈને વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી, જે હવે ખતમ થઈ ગઈ છે.

ભારતીય ક્રિકેટરો રાહતનો શ્વાસ લઈ શકે છે. જસપ્રિત બુમરાહે તેની નિવૃત્તિની યોજના જાહેર કરી છે. T20 વર્લ્ડ કપ જીત્યા પછી તરત જ વિરાટ કોહલીએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. આ પછી તરત જ રોહિત શર્મા અને 24 કલાકની અંદર રવિન્દ્ર જાડેજાએ પણ T20I ફોર્મેટને અલવિદા કહી દીધું. ત્યારથી જસપ્રીત બુમરાહને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. બુમરાહે નિવૃત્તિ સાથે જોડાયેલા સવાલો અને અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

ભારતીય ટીમે 29 જૂને દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ભારતીય ટીમ ગુરુવારે સ્વદેશ પરત ફરી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર્સ ભારત આવતાની સાથે જ PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પછી ટીમે મુંબઈમાં વિજય પરેડમાં ભાગ લીધો હતો. નરીમાન પોઈન્ટથી શરૂ થયેલી વિજય પરેડ વાનખેડે સ્ટેડિયમ પર રોકાઈ હતી, જ્યાં ટીમના સન્માન સમારોહની તૈયારીઓ થઈ ચૂકી હતી. આ જ સમારોહમાં બુમરાહે નિવૃત્તિની અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.

જસપ્રીત બુમરાહે વિજયની ઉજવણીમાં પોતાની નિવૃત્તિ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, તે (નિવૃત્તિ) હજુ ખુબ દૂર છે. મેં હાજી હમણાં જ શરૂઆત કરી છે. આ બધું હજી ઘણું દૂર છે.' જસ્સીએ વાનખેડે સ્ટેડિયમની યાદોનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, ‘આ મેદાન ખૂબ જ ખાસ છે. હું નાનો હતો ત્યારે અહીં આવ્યો હતો. આજે મેં જે જોયું તે પહેલાં ક્યારેય જોયું ન હતું.'

30 વર્ષના બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં 15 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ જીતવા પર તેણે કહ્યું, 'T-20 વર્લ્ડ કપ જીત્યા પછી દરેક ખેલાડીના ચહેરા પર ખુશીના આંસુ હતા. મારા પુત્રને જોઈને હું ભાવુક થઈ ગયો. સામાન્ય રીતે આવું થતું નથી પણ તે સમયે મારી પાસે કહેવા માટે શબ્દો નહોતા. હું રડવા લાગ્યો અને બે-ત્રણ વાર રડ્યો.'

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.