ખરાબ ફિલ્ડિંગ, ખોટા શૉટ સિલેક્શન.. આજ હાલત રહી તો પાકિસ્તાન ભારત પર ભારે ન પડી જાય

ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની જીત સાથે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત કરી છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બૉલરોની સાથે શુભમન ગિલ બેટથી જીતનો હીરો રહ્યો હતો. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે 228 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી. ભારતીય ટીમે 229 રનનો ટાર્ગેટ 47 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ભારતીય ટીમની ઘણી નબળાઈઓ સામે આવી છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ આવું જ રહ્યું તો ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

india1

ફિલ્ડમાં ખેલાડીઓએ કર્યા નિરાશ

ભારતની ફિલ્ડિંગ મજબૂત હોવા છતા બાંગ્લાદેશ વિરુદ્વ મેચમાં ઘણી ભૂલો થઈ હતી. સૌથી પહેલા કેપ્ટન રોહિત શર્માએ કેચ છોડી દીધો હતો. 9મી ઓવરમાં તેણે અક્ષર પટેલના બૉલ પર જાકેર અલીને જીવનદાન આપ્યું હતું. જો રોહિતે કેચ પકડી લીધો હોત તો અક્ષરે હેટ્રિક મેળવી જતી. જાકેરે 68 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ તૌહીદ હ્રદયને જીવનદાન આપ્યું હતું. તેણે એક સરળ કેચ છોડી દીધો હતો અને પછી તૌહીદે સદી ફટકારી દીધી હતી. આ સિવાય વિકેટકીપર કેએલ રાહુલે સ્ટમ્પિંગની આસાન તક ગુમાવી દીધી હતી. જો પાકિસ્તાન સામેની મેચમાં આવું થયું તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

rohit

સ્પિન વિરુદ્વ સંઘર્ષ દેખાયા બેટ્સમેન

ભારતીય ટીમના બેટ્સમેનો છેલ્લા કેટલાક સમયથી સ્પિન સામે ખૂબ સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે. શ્રીલંકા આજ કારણે વન-ડે સીરિઝમાં હાર મળી હતી.. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં સામે કચડી. ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. બાંગ્લાદેશ 2 સ્પિનરો મેહદી હસન મિરાજ અને રિષાદ હુસૈન સાથે મેદાનમાં ઉતાર્યું હતું. ભારતીય બેટ્સમેનોએ 20 ઓવરમાં 75 રન બનાવ્યા હતા. એટલે કે તેમની સામે રન રેટ 4 કરતા ઓછી રહી. પાકિસ્તાન પાસે અબરાર અહમદ સિવાય સલમાન આગા, ખુશદિલ શાહ અને કામરાન ગુલામ જેવા સ્પિન બોલિંગના વિકલ્પો છે.

rohit1

બેટ્સમેનોની ખરાબ શોર્ટ સિલેક્શન

ભારતીય ટીમના ઘણા બેટ્સમેનોએ ખોટા શોટ રમીને વિકેટો ગુમાની હતી. રોહિત શર્માએ સારી શરૂઆત અપાવી હતી. લક્ષ્ય મોટું નહોતું, પરંતુ સિક્સ મારવાના પ્રયાસમાં તે આઉટ થઇ ગયો હતો. શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ પણ બૉલ ઉડાવવાના પ્રયાસમાં આઉટ થઈ ગયા હતા. જો કેએલ રાહુલનો કેચ છૂટ્યો ન હોત તો ભારત માટે મુશ્કેલીઓ વધી જતી. પાકિસ્તાન સામે આ વાતને ધ્યાનમાં રાખવી પડશે. જો લક્ષ્ય મોટું ન હોય તો બેટ્સમેનોએ બેજવાબદાર શૉટ રમતા બચવું પડશે.

About The Author

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.