ક્રીઝ બહાર હોવા છતા જીતેશને નોટ આઉટ કેમ આપ્યો? પૂર્વ અમ્પાયરે સમજાવ્યા નિયમો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની અંતિમ લીગ મેચ 27 મે મંગળવારના રોજ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ હાઇ-સ્કોરિંગ થ્રિલર મેચ દરમિયાન, લખનઉ સુપર જાયન્ટ્સના લેગ-સ્પિનર ​​દિગ્વેશ સિંહ રાઠીએ 17મી ઓવરમાં નોન-સ્ટ્રાઇકર એન્ડ પર જીતેશ શર્મા સામે રન આઉટની અપીલ કરી હતી.

જોકે, થર્ડ અમ્પાયરે તેમની અપીલ ફગાવી દીધી અને જીતેશ શર્માને નોટ આઉટ જાહેર કરવામાં આવ્યો. નોટ આઉટનો નિર્ણય ટેકનિકલ નિયમોને કારણે સાચો હતો કે, લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે અપીલ પાછી ખેંચી લેવાને કારણે થયો તે અંગે મૂંઝવણ હતી. આ દરમિયાન, એવું પણ જોવા મળ્યું કે રિષભ પંતે અપીલ પાછી ખેંચી લીધા પછી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન જીતેશ શર્માએ તેમને ગળે લગાવ્યા. એટલું જ નહીં, ક્રિકેટના નિયમો સ્પષ્ટ કરવાને બદલે, તેને 'અપીલ પાછી ખેંચી' તરીકે વર્ણવવામાં આવી. જોકે, ટુર્નામેન્ટના સત્તાવાર પ્રસારણકર્તાએ 27 મેના રોજ મધ્યરાત્રિ પછી 1:29 વાગ્યે એક વીડિયો શેર કર્યો. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું, જીતેશ શર્મા રન-આઉટ ડ્રામા અને રિષભ પંતનું અપીલ પાછી ખેંચી લેવું, ખરેખર થયું શું છે? ભૂતપૂર્વ અમ્પાયર અનિલ ચૌધરીએ બધું સમજાવ્યું હતું.

Mankading-Rule,-Jitesh-Sharma1
aajtak.in

એક સ્પોર્ટ્સ ચેનલના વીડિયોમાં અનિલ ચૌધરીએ કહ્યું, 'સૌ પ્રથમ, માંકડ નામ ખોટું છે. તે રન આઉટ છે. મેં TV અમ્પાયરની કોમેન્ટ્રી સાંભળી. તેમણે કહ્યું કે, બોલર પોપિંગ એરિયાથી આગળ વધી ગયો છે. શું થયું તે એ છે કે તે તેની છેલ્લી બોલિંગ સ્ટ્રાઈડ પર હતો અને તેનો હાથ ઉપર તો ગયો ન હતો. જોકે, તે તેમનો અભિપ્રાય (TV અમ્પાયર) છે, પરંતુ મને લાગ્યું કે તે કદાચ આઉટ હતો.'

અનિલ ચૌધરીએ પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું કે, 'એ અલગ વાત છે કે તે પછી મેં જોયું કે નોટ આઉટ આવ્યા પછી, રિષભ પંત પણ કદાચ અપીલ પાછી ખેંચી રહ્યા હતા. તેથી આ બધી ઘટનાઓ એક પછી એક બની. પરંતુ કાયદા મુજબ... કારણ કે તેણે રિલીઝ પોઈન્ટ પહેલા બેલ્સ હટાવી દીધા હતા, જેમ તમે આ પહેલા અશ્વિનને જોયા હશે, તે ઘણા સમય પહેલા, 2-3 વર્ષ પહેલા થયું હતું.... તેથી મેં એક વખત વિચાર્યું કે તે આઉટ થઈ ગયો છે.'

Mankading-Rule,-Jitesh-Sharma2
aajtak.in

અનિલ ચૌધરીએ કહ્યું, 'જો કે TV અમ્પાયરના અભિપ્રાયનો અમે આદર કરીએ છીએ.' તેમણે કહ્યું કે તે આગળ ગયો. તે પોપિંગ એરિયાથી આગળ ગયો, જ્યારે તે બોલિંગ સ્ટ્રાઈડમાં જ હતો. જો રિષભ પંત અપીલ પછી ખેંચી લેત, તો અમ્પાયરે તેને સ્વીકાર્યો હોત અને બેટ્સમેન નોટ આઉટ જ રહેત. આ સ્તરે આ એક સામાન્ય પ્રથા છે. ઘણા લોકો અપીલ કર્યા પછી તેને પછી ખેંચી લે છે.'

અનિલ ચૌધરીએ સમજાવતા કહ્યું કે, 'સમસ્યા એ છે કે અમ્પાયર ઉપર જતા પહેલા (થર્ડ અમ્પાયરનો સંપર્ક કરવા) પૂછી શકતો નથી... અથવા તો તે પહેલાં જ અપીલ પછી ખેંચી શક્યો હોતે, કારણ કે જો તે અપીલ તરફ ગયો હોતે, માઈકલ ગોફે બોલરને...રાઠીને...પૂછ્યું હતું કે તમે અપીલ કરી રહ્યા છો, તો તેણે હા પાડી. પછી તેણે રેફર કર્યું.'

MCC ક્રિકેટ નિયમ પુસ્તક નંબર 38.3માં 'નોન-સ્ટ્રાઈકર ક્રીઝ વહેલા છોડવા'ની વાત કહેવામાં આવી છે.

Mankading-Rule,-Jitesh-Sharma4
timesnownews-com.translate.goog

કાયદો નંબર 38.3.1 એ વાતની સ્પષ્ટતા આપે છે કે, બેટ્સમેન કેવી રીતે રન આઉટ થઈ શકે છે, કારણ કે બોલર બોલ છોડે ત્યારે બોલ રમતમાં આવે છે. કાયદો જણાવે છે કે, 'બોલ રમતમાં આવે તે ક્ષણથી લઈને તે ક્ષણ સુધી જ્યારે બોલર સામાન્ય રીતે બોલ છોડવાની અપેક્ષા રાખે છે, જો નોન-સ્ટ્રાઈકર તેની ક્રીઝની બહાર હોય તો તેને રન આઉટ કરી શકાય છે.' આ પરિસ્થિતિઓમાં નોન-સ્ટ્રાઈકર રન આઉટ થશે જો તે બોલર દ્વારા બોલ સ્ટમ્પ પર ફેંકવા અથવા બોલરના હાથ દ્વારા બોલ પકડવાના પરિણામે તેની વિકેટ પડે ત્યારે તેની ક્રીઝની બહાર હોય, પછી ભલે બોલ ફેંકવામાં આવ્યો હોય કે ન આવ્યો હોય.

MCCનો કાયદો નંબર 38.3.1.2 સમજાવે છે કે, જીતેશ શર્મા સ્પષ્ટપણે ક્રીઝની બહાર હોવા છતાં તેને આઉટ કેમ આપવામાં આવ્યો ન હતો, જ્યારે રિષભ પંતે લખનઉ સુપર જાયન્ટ્સના દિગ્વેશ સિંહ રાઠીની અપીલ પાછી ખેંચી લીધી હતી. કાયદામાં જણાવાયું છે કે, 'ભલે નોન-સ્ટ્રાઈકર તે સમય પહેલાં ક્રીઝ છોડી દીધી હોય, પરંતુ જો બોલર તે પોઇન્ટ સુધી પહોંચી ગયો છે જ્યાંથી બોલર સામાન્ય રીતે બોલ છોડવાની અપેક્ષા રાખે છે, તો આ કાયદા હેઠળ બોલર નોન-સ્ટ્રાઈકરને રન આઉટ કરી શકતો નથી.'

મૂળભૂત રીતે, જ્યારે દિગ્વેશ સિંહ રાઠીએ તેની એક્શન પૂર્ણ કરી, ત્યારે બોલ છોડતા પહેલા નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રન-આઉટ કરી શકાતો નથી. એ પણ એક હકીકત છે કે જો રન-આઉટ આપવામાં આવ્યો હોત, તો જીતેશ શર્માના આઉટ સાથે મેચનું પરિણામ બદલાઈ શક્યું હોત.

Top News

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...

અલીગઢ જિલ્લાના એક ગામમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખતી વખતે 11 સોનાના સિક્કા મળી આવતા અફરતફરી મચી ગઈ હતી. લોકો...
National 
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.