RCBના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે IPL રમવાની ના પાડી દીધી, કારણ છે પાકિસ્તાન

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરું (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) સહિત ચાર ટીમો માટે રમી ચૂકેલો ફાફ ડુ પ્લેસિસ IPL 2026ની હરાજીમાં ભાગ નહીં લે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પુષ્ટિ કરી છે કે તે 16 ડિસેમ્બરે થનારી મિની હરાજીમાં ભાગ નહીં લે. તેણે IPL છોડીને પાકિસ્તાન સુપર લીગ (PSL 2026)માં રમવાનો નિર્ણય લીધો છે.

Faf4
indiatoday.in

41 વર્ષીય ફાફ ડુ પ્લેસિસે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા લખ્યું કે, ‘IPLમાં 14 વર્ષ રમ્યા બાદ, મેં આ વખતે હરાજીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. આ એક મોટો નિર્ણય છે. અલગ-અલગ ટીમોમાં અલગ-અલગ ખેલાડીઓ સાથે રમવાનું તેનું સૌભાગ્ય રહ્યું છે.

ફાફ ડુ પ્લેસિસે પોતાના નિવેદનમાં આગળ લખ્યું કે, 14 વર્ષ ખૂબ લાંબો સમય હોય છે. આ સમય દરમિયાન મેં જે હાંસલ કર્યું છે તેના પર મને ગર્વ છે. ભારતનું મારા દિલમાં એક ખાસ સ્થાન છે અને આ IPLને અલવિદા નથી. તમે મને ફરીથી જોશો. ડુ પ્લેસિસે એમ પણ લખ્યું કે તે પાકિસ્તાનમાં થનાર આદર-સત્કાર માટે ઉત્સાહિત છે.

Faf
sports.ndtv.com

ફાફ ડુ પ્લેસિસ RCBની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે અને ગત સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. તેણે પોતાની 154 મેચની IPL કારકિર્દીમાં 4773 રન બનાવ્યા છે, જેમાં 39 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે PSL 2026માં ભાગ લેવાને એક નવો પડકાર ગણાવ્યો. નોંધનીય છે કે ડુ પ્લેસિસ અત્યાર સુધી PSLમાં બે ટીમો માટે રમી ચૂક્યો છે. તેણે ક્વેટા ગ્લેડીયેટર્સ અને પેશાવર ઝાલ્મી માટે કુલ 6 મેચ રમી છે.

About The Author

Top News

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.