- Sports
- ક્રિકેટમાં આવું પહેલી વાર થયું? 5-5 વિકેટ લીધા બાદ બોલને અડધો-અડધો કાપીને લઈ ગયા ખેલાડીઓ
ક્રિકેટમાં આવું પહેલી વાર થયું? 5-5 વિકેટ લીધા બાદ બોલને અડધો-અડધો કાપીને લઈ ગયા ખેલાડીઓ
લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાનની ઇનિંગ વ ફક્ત 171 રનમાં જ સમેટાઈ ગઇ. ઈંગ્લેન્ડ માટે ઓલી રોબિન્સન અને જોશ ટંગ આ આના હીરો રહ્યા. બંને ફાસ્ટ બોલરોએ પાંચ-પાંચ વિકેટ લીધી, જેનાથી પાકિસ્તાની બેટિંગ લાઇનઅપ તૂટી ગઈ. જોકે, દિવસની રમત પછી જે બન્યું તે તેમના શાનદાર બોલિંગ પ્રદર્શન કરતા પણ વધુ રસપ્રદ હતું.
બંને બોલરોએ મેચની યાદગાર બોલ રાખવા માટે એક અનોખી રીત શોધી કાઢી. રોબિન્સન અને ટંગે નક્કી કર્યું કે બોલને બે ભાગમાં કાપીને અડધો-અડધો ભાગ પોતાની પાસે રાખશે. હેડિંગ્લે ગ્રાઉન્ડ સ્ટાફે પણ તેમની ઇચ્છા પૂરી કરી દીધી અને બોલને મધ્યમાંથી કાપી દીધો.
દિવસની રમત સમાપ્ત થયા બાદ બંને બોલરો મેચનો બોલ હાથમાં લઈને મેદાનની બહાર જઈ રહ્યા હતા ત્યારે રોબિન્સને ટંગે કહ્યું કે કેમ નહીં બોલને અડધો-અડધો વહેંચી દેવામાં આવે. રોબિન્સને જણાવ્યું કે, અમે મેદાનની બહાર જઇ રહ્યા હતા, અને મેં ટંગને કહ્યું કે, 'મને લાગે છે કે આપણે આને વહોંચી લેવો જોઈએ.' તેણે પણ આ જ વાત કહીયો. અમને લાગ્યું કે તે શાનદાર રહેશે. તેણે કહ્યું કે ક્રિકેટનો અડધો બોલ પોતાની રાખવો એ એક અનોખી યાદગીરી હશે. એક જ ઇનિંગમાં બે બોલરો દ્વારા પાંચ-પાંચ વિકેટ લેવાનું રોજ-રોજ થતું નથી છે, તેથી આ ખાસ દિવસની યાદને કાયમ માટે જીવંત રાખશે.
BBC ટેસ્ટ મેચ સ્પેશિયલ સાથે વાત કરતા ટંગે પણ આ વિચાર માટે તેમના સાથી બોલરને શ્રેય આપ્યો. તેણે કહ્યું કે રોબિન્સને બોલને અડધા ભાગમાં કાપવાનું સૂચન કર્યું હતું, અને હેડિંગ્લે ગ્રાઉન્ડ સ્ટાફે તેને કાપીને બંનેને આપી દીધો. ટંગે કહ્યું કે ક્રિકેટમાં આવું પહેલી વાર જોયું હતું હતું અને તેઓ આ ટુકડાને ખાસ સ્થાને રાખશે. રોબિન્સન અને ટંગની જોડીએ પાકિસ્તાનને માત્ર 171 રનમાં ઓલઆઉટ કરવામાં સફળતા મેળવી ન હતી પરંતુ ઇંગ્લેન્ડના રેકોર્ડ બુકમાં પણ પોતાનું નામ નોંધાવ્યું હતું.
પુરુષોની ટેસ્ટ ક્રિકેટમાં આ 16મી વખત હતું જ્યારે ઇંગ્લેન્ડના બે બોલરોએ એક જ ઇનિંગમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી. છેલ્લી વખત ઇંગ્લેન્ડે આ કારનામું 2006માં જોવા મળ્યું હતું, જ્યારે સ્ટીવ હાર્મિસન અને મોન્ટી પાનેસરે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે પાકિસ્તાન સામે એક જ ઇનિંગમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી. આ ટેસ્ટ મેચ રોબિન્સન માટે પણ એક ખાસ વાપસી હતી; તેણે મેચના પહેલા જ બોલે વિકેટ લઈને શાનદાર શરૂઆત કરી. ઈંગ્લેન્ડમાં કોઈ ટેસ્ટમાં પહેલા બોલ પર વિકેટ લીધાને લગભગ બે દાયકામાં થઇ ચૂક્યા હતા.
રોબિન્સને પાકિસ્તાનના ટોચના પાંચ બેટ્સમેનમાંથી ચારની વિકેટ લીધી. ત્યારબાદ, જોશ ટંગે નીચલા ક્રમને સાફ કરવાની જવાબદારી સંભાળી, પાકિસ્તાનની ઇનિંગના છેલ્લા તબક્કા દરમિયાન ઝડપથી વિકેટો લઈને પોતાની 5 વિકેટ પૂર્ણ કરી. આ શાનદાર બોલિંગ પ્રદર્શનની સાથે, જો રૂટનો ઈંગ્લેન્ડના કેપ્ટન તરીકેનો બીજો કાર્યકાળ પણ શાનદાર રહ્યો.
રોબિન્સન માટે આ પ્રદર્શનનું ભાવનાત્મક મહત્ત્વ પણ હતું; તે ગયા અઠવાડિયે જ બીજી પુત્રીનો પિતા બન્યો હતો. તેની પુત્રી ઈવાનો જન્મ ગયા ગુરુવારે સવારે 2:00 વાગ્યે થયો હતો. રોબિન્સને કહ્યું કે તે હોટેલ પહોંચ્યા પછી ઊંઘ પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે કહ્યું કે બીજું બાળક થવું આપમેળે ખૂબ ખાસ અઠવાડિયું રહ્યું, અને એવા સમયે પરિવારથી દૂર રહીને ઈંગ્લેન્ડ માટે શાનદાર પ્રદર્શન કરવાથી દિવસ વધુ યાદગાર બન્યો. તેણેકહ્યું કે તેનો પરિવાર મેદાન પર હાજર ન હોવા છતાં, તેઓ સતત તેના મગજમાં હતા.
રોબિન્સન માટે આ ઉનાળામાં બીજી શાનદાર વાપસી છે. બે વર્ષથી વધુ સમય ટીમની બહાર રહ્યા બાદ લોર્ડ્સમાં પરત ફર્યા બાદ, તેણે તેની પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તે ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર રહ્યોહતો. ફિટનેસ પાછી મેળવવા છતા તેને ત્રીજી ટેસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો નહોતો. તે સમયગાળો નિરાશાજનક હતો, પરંતુ તેણે તેની ફિટનેસ અને બોલિંગ કુશળતા પર કામ કરવા માટે સમયનો ઉપયોગ કર્યો. રોબિન્સને કહ્યું કે ઓવલ ટેસ્ટ ચૂકી જવું નિરાશાજનક હતું, કારણ કે તે તાલીમ દરમિયાન થયેલી વિચિત્ર ઈજાને કારણે બહાર થયો હતો. તે પછીની ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ માટે ઉપલબ્ધ હતો, પરંતુ પસંદગીકારોએ તેને ટીમમાં સામેલ કર્યો નહોતો.
તેણે કહ્યું કે, તે વ્યાવસાયિક રમતનો એક ભાગ છે. હું રમવા માટે તૈયાર હતો, પરંતુ મને પસંદ કરવામાં આવ્યો નહોતો. તે પછી, મેં મારી ફિટનેસ અને કુશળતા પર સખત મહેનત કરી, અને જ્યારે તે મહેનત રંગ લાવે છે ત્યારે તે ખૂબ સારું લાગે છે.
રોબિન્સને કહ્યું કે છેલ્લા પાંચ કે છ અઠવાડિયામાં, તેણે ઈંગ્લેન્ડની મેડિકલ ટીમ સાથે તેની ફિટનેસ પર વ્યાપકપણે કામ કર્યું છે. તેને લાગે છે કે તેણે સારી પ્રગતિ કરી છે, જોકે કામ હજુ પૂર્ણ થયું નથી. તેનું આગામી લક્ષ્ય પોતાની ફિટનેસ જાળવી રાખવાનું અને ઇંગ્લેન્ડ માટે સતત પ્રભાવ પાડવાનું છે.
રોબિન્સને કહ્યું કે ટીમની બહાર રહેવા દરમિયાન તેણે પોતાના વિશે ઘણું શીખ્યું છે. હવે તેને લાગે છે કે તે શારીરિક રૂપે તેની કારકિર્દીના શ્રેષ્ઠ સમયગાળામાં છે.
જોકે, તેણે સ્વીકાર્યું કે રેડ-બોલ ક્રિકેટમાંથી લાંબા વિરામને કારણે તેની લય અત્યારે તેવી નથી જેવી તે ઇચ્છે છે. તેમના મતે, તે જેટલું વધુ રમે છે, તેની લય એટલી જ સારી બને છે. તેનો ધ્યેય હવે સ્પષ્ટ છે- ફિટ રહેવું, સતત રમવું અને ઇંગ્લેન્ડ માટે મેચોને પ્રભાવિત કરતા રહેવાનું... અને લીડ્સમાં પાંચ વિકેટ લીધા પછી અડધા અડધા ભાગમાં વિભાજીત કરવામાં આવેલો બોલ તેની વાપસીની સૌથી અનોખી નિશાની બની ગયો છે.

