- Sports
- ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે WTCની ફાઇનલ મેચ ડ્રો કે ટાઈ થઈ તો જાણો કોણ બનશે વિજેતા
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે WTCની ફાઇનલ મેચ ડ્રો કે ટાઈ થઈ તો જાણો કોણ બનશે વિજેતા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી વખતે થવાં જઇ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ માટે બંને ટીમોની જાહેરાત થઈ ચૂકી છે. આ મેચની શરૂઆત થવામાં એક મહિનાથી થોડો વધારે સમય બાકી છે. આ મેચ 18 જૂનથી 22 જૂન વચ્ચે સાઉથેમ્પટનમાં, હેમ્પશાયર બાઉલ સ્ટેડિયમ (એજિસ બાઉલ)માં રમાશે. આ મેચ માટે ઈંગ્લેન્ડ જવાં રવાના થયા પહેલાં ભારતીય ટીમ ભારતમાં જ 8 દિવસ ક્વોરેન્ટાઇન રહેશે. તેની શરૂઆત 25 મેથી શરૂ થશે. ખેલાડીઓ માટે ભારતથી ઈંગ્લેન્ડ જવાં માટે એક સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની સુવિધા કરવામાં આવશે.
આમ તો આ મેચનું પરિણામ આવવાની પ્રભાળ સંભાવના છે, પરંતુ એ સ્થિતિમાં શું થશે જ્યારે મેચ ડ્રો કે ટાઈ પર સમાપ્ત થશે? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમો મુજબ 23 જૂનને આ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો ફાઇનલ મેચ ટાઈ કે ડ્રો પર સમાપ્ત થાય છે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરી દેવામાં આવશે. જોકે પ્લેઇંગ કન્ડિશનમાં રિઝર્વ ડેનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે ટેસ્ટ મેચનો કુલ સમય 30 કલાક નિર્ધારિત છે એટલે કે 5 દિવસના હિસાબે એક દિવસ માટે 6 કલાક. રિઝર્વ ડેનો ઉપયોગ ત્યારે જ રમતમાં લાગુ થશે, જો નિયમિત દિવસો અંતર્ગત થયેલા નુકસાનની ભરપાઈ ન કરી લેવામાં આવે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઇનલ માટે ભારતીય ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, જસપ્રીત બૂમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, (કે.એલ. રાહુલ અને ઋદ્ધિમાન સાહાને ફિટ થવા પર મળશે જગ્યા.)
સ્ટેન્ડબાય ખેલાડી: અભિમન્યૂ ઈશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને અરજાન નાગવાસવાલા.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે ન્યુઝીલેન્ડની ટીમ:
કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ બ્લંડેન, ટ્રેન્ટ બોલ્ટ, ડગ બ્રેસવેલ, ડેવોન કોન્વે, કોલિન ડી ગ્રેન્ડહોમ, જેકબ ડફી, મેટ હેનરી, કાઈલ જેમીસન, ટોમ લાથન, ડેરિલ મિશેલ, હેનરી નિકોલસ, એજાજ પટેલ, રચીન ચંદ્ર, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ટોસ ટેલર, નીલ વેગનર, બી.જે. વાટલિંગ (વિકેટકીપર), વિલ યંગ.

