ભારત- ન્યૂઝીલેન્ડ મેચ: રવિવારે રનનો ખડકલો થશે કે પછી વરસાદ ખેલ બગાડશે?

ICC વન-ડે વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરે મુકાબલો થવાનો છે.આ મેચ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલામાં રમાવવાની છે. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમ ભારતના વિજય રથને રોકવા અને વિજય હાંસલ કરવાના ઈરાદા સાથે ઉતરશે. ન્યૂઝીલેન્ડ પાસે 2016માં ભારત દ્વારા ODI મેચમાં મળેલી હારનો બદલો લેવાની સુવર્ણ તક હશે.ત્યારે સવાલ એ છે કે રવિવારે ધર્મશાળાના મેદાન પર રનનો ખડકલો થશે કે પછી હવામાન ખેલ બગાડશે?

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડની ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી સતત ચાર મેચ જીતી છે, પરંતુ વધુ સારા નેટ રન રેટને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે ભારત બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં રવિવારે બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. આ મેચ પહેલા ચાલો જાણીએ કે ધર્મશાલાની પિચ કેવી છે અને કયા બેટ્સમેન કે બોલર માટે ફાયદાકારક છે.

હિમાચલ પ્રદેશના ખુબસુરત સ્ટેડિયમ ધર્મશાળામાં રવિવારે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ટકરાવ થશે. ધર્મશાળાની પીચ ઝડપી બોલરો માટે મદદરૂપ થઇ શકે છે.

જો બેસ્ટમેન ક્રિઝ પર બેટીંગ કરતી વખતે થોડો સમય ટકી જાય છે તો એ ખેલાડીઓ માટે રન બનાવવા આસાન બનશે. જેમ જેમ મેચ આગળ વધશે, તેમ તમ સ્પિનર્સનો પણ પ્રભાવ જોવા મળશે.

ધર્મશાલા મેદાન પર પ્રથમ દાવની સરેરાશ 231ની રહી છે. છેલ્લી કેટલીક મેચોમાં એવું જોવા મળ્યું છે કે પાછળથી બેટિંગ કરનારી ટીમો વધુ જીત મેળવે છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઇ શકે છે.

હવામાન વિભાગ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ ધર્મશાળામાં મૌસમ ઠંડુ રહેશે. મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના 20 ટકા વ્યકત કરવામાં આવી છે. જ્યારે તાપમાન 13 ડિગ્રીથી 19 ડિગ્રી વચ્ચે રહેશે એવી ધારણા છે.

ODI વર્લ્ડ કપ માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 9 મેચ રમાઈ છે, જેમાં ન્યુઝીલેન્ડે 5 અને ભારતે 3 મેચ જીતી છે. તે જ સમયે, 1 મેચ અનિર્ણિત રહી હતી. બંને વચ્ચે પ્રથમ મેચ 1975માં ODI વર્લ્ડ કપમાં રમાઈ હતી અને છેલ્લી વખત તેઓ 2019માં આમને સામને હતા, જેમાં ન્યૂઝીલેન્ડે મેચ જીતી હતી.

 

તો બીજી તરફ વન-ડે મેચોમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 116 વખત ટક્કર થઇ છે, જેમાં ભારતે 58 વખત અને ન્યૂઝીલેન્ડ 50 વખત મેચ જીતી છે. જ્યારે 7 મેચ અનિર્ણાયક અને 1 મેચમાં ટાઇ રહી હતી.

ટીમ ઇન્ડિયા માટે એક આંચકો એ છે કે છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થવાને કારણે ધર્મશાળાની મેચ રમી શકે તેવી સ્થિતિમાં નથી.

About The Author

Top News

લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

સુરત: શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન...
Gujarat 
લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.