- Sports
- વર્લ્ડ કપ ફાઈનલઃઓસ્ટ્રેલિયા ટોસ જીત્યુ,જુઓ ભારત-ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ શું કહે છે
વર્લ્ડ કપ ફાઈનલઃઓસ્ટ્રેલિયા ટોસ જીત્યુ,જુઓ ભારત-ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ શું કહે છે
.jpg)
વર્લ્ડ કપની ફાઈનલના મહા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો. રોહિત શર્માએ કહ્યું હું ટોસ જીત્યો હોત તો હું પહેલા બેટિંગનો જ નિર્ણય કરત. રોહિત શર્માએ ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ભારતીય પ્લેઇંગ XI
રોહિત શર્મા
વિરાટ કોહલી
શુભમન ગીલ
કેએલ રાહુલ
રવિન્દ્ર જાડેજા
શ્રેયસ ઐયર
કુલદીપ યાદવ
સૂર્યકુમાર યાદવ
મોહમ્મદ સિરાજ
મોહમ્મદ શમી
જસપ્રીત બૂમરાહ
અમદાવાદમાં ભારતીય ટીમની હાર અસંભવ?
એ તારીખ હતી 23 માર્ચ 2003. જોહાન્સબર્ગમાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મેચ હતી. ત્યારે પહેલી વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલમાં એક-બીજા સામસામે હતા. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા રિકી પોન્ટિંગના 140 રનોની શાનદાર ઇનિંગની મદદથી 359 રનોનો પહાડ જેવો સ્કોર ઊભો કર્યો હતો. ત્યારે આ પ્રકારના લક્ષ્યનો પીછો કરવાનું લગભગ અસંભવ માનવામાં આવતું હતું. ભારતીય ટીમે રનચેઝ કરવાનું શરૂ કર્યુ. સચિને પહેલી જ ઓવરમાં ગ્લેન મેકગ્રાને ચોગ્ગો માર્યો, પરંતુ તેઓ પાંચમા બૉલ પર આઉટ થઈ ગયા.
ત્યારબાદ વિરેન્દર સેહવાગ (81) અને રાહુલ દ્રવિડ (47)ને છોડીને બધા બેટ્સમેન એક બાદ એક આઉટ થતા રહ્યા. આ પ્રકારે ભારતીય ટીમ એ મેચને 125 રનોથી હારી ગઈ. આ હારે ભારતીય ટીમને ત્યારે મોટું દર્દ આપ્યું હતું કેમ કે ભારતીય ટીમ આખા ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી હતી. તે એકમાત્ર લીગ મેચ પણ ઑસ્ટ્રેલિયા સામે જ હારી હતી. એ વર્લ્ડ કપ હારની તારીખ 23 માર્ચ 2003થી 19 નવેમ્બર 2023 ફાઇનલ વચ્ચે કુલ 7,547 દિવસનું અંતર છે. એવામાં ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 ફાઇનલમાં મળેલી હારનું વ્યાજ સહિત હિસાબ ચૂકવવા ઉતરશે. એ ભારતીય ટીમમાં ત્યારે રાહુલ દ્રવિડ હતા, જે હવે ભારતીય ટીમના હેડ કોચ છે.
અજીત અગરકર પણ વર્ષ 2003ની વર્લ્ડ કપ ટીમમાં સામેલ હતા, જે વર્લ્ડ કપ 2023ની ભારતીય ટીમને પસંદ કરનારા ચીફ સિલેક્ટર છે. એવામાં અમદાવાદની ફાઇનલ મેચમાં આ બંને જ લોકોના મનમાં એ હાર જરૂર રહેશે. આમ સૌથી ખાસ વાત એ છે કે ભારતીય ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ મેચમાં ક્યારેય હારી નથી. કુલ મળીને ભારતીય ટીમે વર્લ્ડ કપની 3 મેચ આ વેન્યૂ પર રમી છે. આ ત્રણેયમાં જ ભારતીય ટીમને જીત મળી છે. ભારતે સૌથી પહેલા અમદાવાદમાં વર્લ્ડ કપ મેચ 26 ઓક્ટોબર 1987ના રોજ ઝીમ્બાબ્વે વિરુદ્ધ રમી હતી.
ઝીમ્બાબ્વેએ પહેલા બેટિંગ કરતા સીમિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે એ મેચને ત્યારે 7 વિકેટે જીતી લીધી લીધી હતી. ભારતીય ટીમની બીજી વર્લ્ડ કપ મેચ અમદાવાદમાં વર્ષ 2011ના વર્લ્ડ કપમાં રમાઈ હતી. ત્યારે વર્લ્ડ કપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી હતી. 24 માર્ચના રોજ થયેલી એ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 260 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે એ મેચ 5 વિકેટે જીતી હતી. એ મેચમાં વિરાટ કોહલીએ 24 રનોની ઇનિંગ રમી હતી.
તો હાલમાં જ ભારતે આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 14 ઓક્ટોબરના રોજ 7 વિકેટે હરાવી દીધી હતી. ભારતીય કેપ્ટન રોહિતે અમદાવાદમાં કુલ 6 વન-ડે મેચ રમી છે, જ્યાં તેના બેટથી 51.16ની એવરેજ અને 103.02ની સ્ટ્રાઈક રેટથી 307 રન આવ્યા છે. તે અમદાવાદમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રાહુલ દ્રવિડના રેકોર્ડ 342 રનોને તોડવા નજીક છે. 36 રન બનાવતા જ રોહિત આ વેન્યૂ પર વન-ડેમાં સૌથી વધુ રન બનવારો ખેલાડી બની જશે. તો કિંગ કોહલીની બેટ આ વેન્યૂ પર શાંત રહી છે. તેણે અહી કુલ 8 મેચોમાં 24ની એવરેજથી 192 રન બનાવ્યા છે.
ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા વન-ડેમાં ઓવરઓલ હેડ ટૂ હેડ:
કુલ મેચ- 150
ભારતની જીત- 57
ઓસ્ટ્રેલિયાની જીત- 83
ટાઈ- 0
કોઈ પરિણામ નહીં- 10
ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા વન-ડે વર્લ્ડ કપમાં:
કુલ મેચ 13
ભારતની જીત: 5
ઓસ્ટ્રેલિયાની જીત: 8
ટાઈ: 0
કોઈ પરિણામ નહીં: 0
ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા અમદાવાદમાં હેડ ટૂ હેડ:
કુલ મેચ: 3
ભારતની જીત: 2
ઓસ્ટ્રેલિયાની જીતી: 1
ભારતનો ઓવરઓલ રેકોર્ડ (અમદાવાદમાં)
કુલ મેચ: 19
જીત: 11
હાર: 8
ભારતનો રેકોર્ડ વર્લ્ડ કપમાં (અમદાવાદમાં)
કુલ મેચ: 3
જીત: 3