- Sports
- એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત, ગિલ વાઇસ કેપ્ટન, જાણો કોને-કોને મળી જગ્યા
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત, ગિલ વાઇસ કેપ્ટન, જાણો કોને-કોને મળી જગ્યા
એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ટીમની કેપ્ટન્સીની જવાબદારી સૂર્યકુમાર યાદવને મળી છે. ચીફ સિલેક્ટર અજિત અગરકરે BCCI સચિવ દેવજીત સૈકિયા સાથે બેઠક કરીને ટીમની જાહેરાત કરી છે. T20 ફોર્મેટમાં થનારા એશિયા કપમાં શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
એશિયા કપ ક્યારેથી રમાશે યોજાશે, જાણો ભારતનું શેડ્યૂલ
એશિયા કપ 2025 ક્રિકેટ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી થવાનું છે. તો મેચ 28 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત છે. T20 ફોર્મેટમાં થઈ રહેલા એશિયા કપ આ વખતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના 2 શહેરો, અબુ ધાબી અને દુબઈમાં થશે. ભારતીય ટીમને એશિયા કપમાં પાકિસ્તાન, ઓમાન અને UAE સાથે ગ્રુપ-Aમાં રાખવામાં આવી છે.
તો ગ્રુપ Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાનની ટીમ છે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે દુબઈમાં UAE સામે પોતાની પહેલી મેચ રમશે. ત્યારબાદ તેની આગામી મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાન સામે છે. ભારતીય ટીમ 19 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં ઓમાન સામે પોતાની છેલ્લી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં બંને ગ્રુપની ટોચની 2 ટીમો સુપર-4 સ્ટેજમાં પહોંચશે. ત્યારબાદ સુપર-4 સ્ટેજની ટોચની 2 ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે.
https://twitter.com/BCCI/status/1957738817525272849
આશિયા કપ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિન્કુ સિંહ, જસપ્રીત બૂમરાહ.
એશિયા કપ માટે ભારતીય ટીમે 5 ખેલાડીઓને સ્ટેન્ડ બાય રાખ્યા છે. આ ખેલાડીઓમાં પ્રસિદ્ધ ક્રિષ્ના, ધ્રૂવ જૂરેલ, યશસ્વી જાયસ્વાલ, વોશિંગટન સુંદર અને રિયાન પરાગનો સમાવેશ થાય છે. જો ટીમના કોઈ ખેલાડીને ઇજા થાય છે અથવા કોઈ અન્ય સમસ્યા આવે છે તો આ ખેલાડી ટીમમાં સામેલ થવા માટે તૈયાર રહેશે. તો એશિયા કપ માટેની ભારતીય ટીમમાં શ્રેયસ ઐય્યરને જગ્યા મળી નથી.

