IPL 2025: RCBએ ટોસ જીતીને KKRને બેટિંગ આપી, પાટીદારની કેપ્ટનશીપમાં રમશે કોહલી, જુઓ બંને ટીમ

IPL 2025 ટુર્નામેન્ટની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવાની છે, ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમની પ્લેઇંગ XI

રોયલ ચેલેન્જર્સ બેેંગ્લોર

ફીલ સોલ્ટ

વિરાટ કોહલી

રજત પાટીદાર

લિયામ લિવિંગસ્ટોન

જિતેશ શર્મા

ટીમ ડેવિડ

કૃણાલ પંડ્યા

રસીખ ડાર

સુયસ શર્મા

જોસ હેઝલવૂડ

યશ દયાળ

કોલકાતા નાઇટ રાઇડર્સ

ક્વિન્ટન ડી કોક

વૈકંટસ ઐયર

અજિંક્ય રહાણે

રિંકુ સિંહ

અંગક્રિશ રઘુવંશી

સુનિલ નરીન

આંદ્રે રસેલ

રમણદીપ સિંહ

હર્ષિત રાણા

વરુણ ચક્રવર્તિ

સ્પેન્સર જોનસન

બંને ટીમો ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવાનો પ્રયાસ કરશે. જ્યારે પણ આ બે ટીમો ટુર્નામેન્ટમાં એકબીજા સામે આવી છે, ત્યારે ચાહકોને રોમાંચક મેચ જોવા મળી છે. આ મેચમાં પણ ચાહકોને એવી જ અપેક્ષાઓ હશે. આ દરમિયાન, અમે તમને જણાવીશું કે આ KKR vs RCB મેચ દરમિયાન ઇડન ગાર્ડન્સની પિચની સ્થિતિ શું હશે.

IPL
BCCI

KKR vs RCB: ઇડન ગાર્ડન્સ પિચ રિપોર્ટ

કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની પિચ બેટ્સમેન માટે મદદરૂપ રહે છે. અહીં ઇનિંગ્સની શરૂઆતમાં ઝડપી બોલરોને થોડી મદદ મળે છે. પરંતુ જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ સ્પિનરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. બોલરો અને બેટ્સમેન બંનેને આ પિચની મદદ મળે છે. આ મેદાન પર સરેરાશ સ્કોર 180 રન છે. અત્યાર સુધીમાં, ઇડન ગાર્ડન્સ પર IPLની કુલ 93  મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 38 મેચ જીતી છે. બીજા દાવમાં બેટિંગ કરતી ટીમે 55 મેચમાં જીત મેળવી છે. આવી સ્થિતિમાં, અહીં જે પણ કેપ્ટન ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

ઇડન ગાર્ડન્સના IPL ના આંકડા અને રેકોર્ડ્સ

- મેચ- 93

-પ્રથમ બેટિંગ કરતી ટીમે મેચ જીતી - 38

-લક્ષ્યનો પીછો કરતી ટીમ દ્વારા જીતવામાં આવેલી મેચ - 55

-ટોસ જીતનાર ટીમ દ્વારા જીતવામાં આવેલી મેચ - 49

-ટોસ હારેલી ટીમ દ્વારા જીતવામાં આવેલી મેચ - 44

-હાઈએસ્ટ સ્કોર- 262/2

-લોએસ્ટ સ્કોર- 49/10

-લક્ષ્યનો પીછો કરતી વખતે હાઈએસ્ટ સ્કોર - 262/2

-પ્રથમ બેટિંગ કરતી વખતે સરેરાશ સ્કોર -180

ipl1
BCCI

મેચ દરમિયાન કોલકાતામાં કેવું રહેશે હવામાન?

જો આ મેચ માટે કોલકાતાના હવામાન વિશે વાત કરીએ, તો તે એટલું સારું લાગતું નથી. હવામાન અહેવાલ મુજબ, મેચના દિવસે વરસાદની શક્યતા 75% છે. આવી સ્થિતિમાં, વરસાદને કારણે આ મેચ પણ રદ થઈ શકે છે. સારી વાત એ છે કે જ્યારે મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે ત્યારે વરસાદની શક્યતા માત્ર 45% છે. આવી સ્થિતિમાં, હવે ચાહકો ઈચ્છશે કે આ મેચ કોઈપણ વિક્ષેપ વિના રમાય.

About The Author

Related Posts

Top News

રાહુલે કહ્યું- '1 વર્ષમાં મોદી સરકાર પડી જશે', ભાજપે કહ્યું- અરાજકતા ફેલાવવાનું કાવતરું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર આગામી એક વર્ષમાં પડી જશે તેવો દાવો કરાયા બાદ, ભાજપના અગ્રણી નેતાઓએ...
Politics 
રાહુલે કહ્યું- '1 વર્ષમાં મોદી સરકાર પડી જશે', ભાજપે કહ્યું- અરાજકતા ફેલાવવાનું કાવતરું

'ફક્ત ફોટા પડાવવા નહીં, હકીકતમાં કામ કરો'; જ્યારે બાંદા સૌથી ગરમ સ્થળ બન્યું ત્યારે IPS અધિકારીએ CM પાસે આ માંગ કરી

'જો આપણે આજે નહીં જાગીએ, તો આવનારી પેઢીઓ આપણને ક્યારેય માફ નહીં કરે...' આ શબ્દો કોઈ સામાન્ય...
National 
'ફક્ત ફોટા પડાવવા નહીં, હકીકતમાં કામ કરો'; જ્યારે બાંદા સૌથી ગરમ સ્થળ બન્યું ત્યારે IPS અધિકારીએ CM પાસે આ માંગ કરી

રણવીર સિંહ સામે ફરહાન અખ્તર લડી લેવાના મૂડમાં 'ડોન 3' નો વિવાદ FWICE પહોંચાડ્યો

બોલિવૂડ અભિનેતા-દિગ્દર્શક ફરહાન અખ્તરે રણવીર સિંહ સાથેના 'ડોન 3'  ફિલ્મના વિવાદને હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ...
Entertainment 
રણવીર સિંહ સામે ફરહાન અખ્તર લડી લેવાના મૂડમાં 'ડોન 3' નો વિવાદ FWICE પહોંચાડ્યો

ભાજપના નીતિન નવીનની ખાલી થયેલી વિધાનસભા બેઠક પર હવે પ્રશાંત કિશોરની નજર

ગયા વર્ષે યોજાયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી (JSP) બેઠકોની દૃષ્ટિએ ખાતું પણ ખોલાવી શકી નહોતી...
Politics 
ભાજપના નીતિન નવીનની ખાલી થયેલી વિધાનસભા બેઠક પર હવે પ્રશાંત કિશોરની નજર
Copyright (c) Khabarchhe All Rights Reserved.