- Sports
- SRHએ એ ખેલાડીને કેપ્ટન બનાવ્યો જેનું એક જ કામ છે ટીમને ચેમ્પિયન બનાવવી
SRHએ એ ખેલાડીને કેપ્ટન બનાવ્યો જેનું એક જ કામ છે ટીમને ચેમ્પિયન બનાવવી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ સોમવારે 4 માર્ચના રોજ IPLની આગામી સીઝન માટે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. ટીમે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સને પોતાનો નવો કેપ્ટન બનાવ્યો છે. પેટ કમિન્સ, કેપ્ટન્સીના મામલે એડન માર્કરમને રિપ્લેસ કરશે. જેણે ગત સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટન્સી સંભાળી હતી. તેની આગેવાનીમાં હૈદરાબાદનું પ્રદર્શન ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ટીમ 14માંથી 10 મેચ હારીને પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચે 10માં નંબર પર રહી હતી.
ટીમનું પ્રદર્શન સુધારવા માટે હૈદરાબાદના ટીમ મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે. ઓક્શનમાં પેટ કમિન્સ પર સનરાઇઝર્સ હૈદરાબાદે ખૂબ પૈસા ખર્ચ કર્યા હતા. આ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. એવામાં તેનું કેપ્ટન બનવું સ્વાભાવિક છે. પેટ કમિન્સ માટે ક્રિકેટની દુનિયામાં છેલ્લા 9 મહિના અદ્દભુત રહ્યા છે. તેની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ટ્રોફી પોતાના નામે કરી હતી, તો ટીમ એશેજ રિટેઇન કરવામાં પણ સફળ રહી હતી.
#OrangeArmy! Our new skipper Pat Cummins ?#IPL2024 pic.twitter.com/ODNY9pdlEf
— SunRisers Hyderabad (@SunRisers) March 4, 2024
એ સિવાય ઓસ્ટ્રેલિયન ટીમ વર્ષ 2023માં ભારતમાં થયેલા વર્લ્ડ કપને પણ જીતવામાં સફળ રહી હતી. પેટ કમિન્સને ગયા વર્ષે ICC ક્રિકેટર ઓફ ધ યર' તરીકે પસંદગી થવા સાથે સાથે ICCએ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. આશા છે કે પેટ કમિન્સની આગેવાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદનું પ્રદર્શન આ વર્ષે સુધરશે. ઉલ્લેખનીય છે કે, ટીમે પોતાની અંતિમ ટ્રોફી વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયન કેપ્ટન ડેવિડ વોર્નરની આગેવાનીમાં જીતી હતી.
IPL 2024 માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ:
પેટ કમિન્સ (કેપ્ટન), અબ્દુલ સમદ, અભિષેક શર્મા, એડેન માર્કરમ, માર્કો જેનસેન, રાહુલ ત્રિપાઠી, વૉશિંગટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, સનવીર સિંહ, હેનરિક ક્લાસેન, ભુવનેશ્વર કુમાર, મયંક અગ્રવાલ, ટી. નટરાજન, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કંડે, ઉપેન્દ્ર સિંહ યાદવ, ઉમરાન મલિક, નીતિશ કુમાર રેડ્ડી, ફજલહક ફારુકી, શાહબાજ અહમદ, ટ્રેવિસ હેડ, વાનિંદુ હસરંગા, જયદેવ ઉનડકટ, આકાશ સિંહ, જેથાવેધ સુબ્રમણ્યમ.