- National
- પૂણેમાં નદી પર બનેલો પૂલ તૂટતા અનેક લોકો તણાયા, Video
પૂણેમાં નદી પર બનેલો પૂલ તૂટતા અનેક લોકો તણાયા, Video

દેશમાં એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા અમદાવાદ પ્લેન ક્રૅશમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, ત્યાં આજે કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રૅશ થતા 7 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો અને હવે પૂણેથી ખબર આવી રહી છે કે ત્યાં નદી પર બનેલો એક પૂલ તૂટી ગયો છે, જેમાં અનેક લોકો પાણીમાં તણાઈ ગયા છે.
રિપોર્ટ મુજબ પૂણેમાં ઈન્દ્રાયણી નદી પર બનેલો એક પૂલ આજે ધરાશાયી થઈ ગયો હતો, જેના પર અનેક લોકો ઉભા હતા અને મોટા ભાગના લોકો ટુરિસ્ટ હતા, જેઓ ઝરણાના ફોટો પાડતા અને અને ખળખળ વહેતી નદીનો આનંદ માણી રહ્યા હતા.
https://twitter.com/UP_BKSH/status/1934207015326196175
ખબર આવી છે કે,આ પૂલની હાલત સારી નહોતી, જેને કારણે તેને મહિનાઓ પહેલા બંધ પણ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ લોકો તેમ છતા તેના પર ઉભા હતા અને પસાર થતા હતા. હાલમાં તો 15-20 લોકો પાણીમાં તણાઈ ગયા હોવાની ખબર મળી રહી છે, પરંતુ સત્તાવાર આંકડો સામે આવ્યો નથી.
https://twitter.com/ANI/status/1934204136276255043
આ ઘટના બનતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને લોકોની મદદ માટે જોડાઈ ગયા હતા. અનેક લોકો જેઓ જેમણે પૂલને પકડી લીધો હતો, તેમને સ્થાનિકોએ બચાવી લીધા હતા અને જે લોકો નદીમાં વહી ગયા છે, તેમના માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પાણીનો પ્રવાહ એટલો છે કે, તરવૈયાઓ પણ માંડ માંડ કિનારા પર આવી શકે.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)