- Sports
- રોહિત શર્માએ જણાવ્યું ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ કેમ હારી વન-ડે સીરિઝ
રોહિત શર્માએ જણાવ્યું ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ કેમ હારી વન-ડે સીરિઝ

ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ ત્રીજી વન-ડે મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ખૂબ નિરાશ નજરે પડ્યો. ત્રીજી વન-ડેમાં મળેલી હાર માટે ભારતીય ટીમને જવાબદાર ઠેરવી, જેના કારણે ટીમે 3 મેચોની સીરિઝ 1-2થી ગુમાવી દીધી. રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે, મને નથી લાગતું કે લક્ષ્ય મોટું હતું. જો કે, વિકેટ બીજી ઇનિંગમાં પડકારપૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ મને નથી લાગતું કે અમે સારી બેટિંગ કરી. પાર્ટનરશિપ મહત્ત્વપૂર્ણ હોય છે અને આજે અમે તેને બનાવવામાં નિષ્ફળ રહ્યા.
તેણે કહ્યું કે, અમે જે પ્રકારે આઉટ થયા એ નિરાશાજનક હતું. અમે આ પ્રકારની વિકેટ પર રમતા મોટા થયા છીએ. ક્યારેક ક્યારેક તમારે પોતાને ચાંસ આપવાનો હોય છે. મહત્ત્વપૂર્ણ હતું કે, એક બેટ્સમેન અંત સુધી રમતો રહે, પરંતુ અમે બધા પોતાનું સર્વશ્રેષ્ઠ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ એમ ન થયું. અમે જાન્યુઆરીથી 9 વન-ડે રમી છે. અમે તેનાથી ઘણી સકારાત્મક વસ્તુ લઈ શકીએ છીએ. આ આખી ટીમની હાર છે. એડમ જમ્પાએ 45 રન આપીને 4 મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને ભારત વિરુદ્ધ મોરચો ખોલી દીધો દીધો હતો. જેના કારણે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રોહિત શર્માએ આગળ કહ્યું કે, અમારે સમજવાની જરૂરિયાત છે કે અમારે ક્યાં સુધાર કરવાની જરૂરિયાત છે. આ બધાની હાર છે, અમે આ સીરિઝથી ઘણું બધુ શીખી શકીએ છીએ. ઓસ્ટ્રેલિયન ટીમને શ્રેય મળવો જોઈએ. બંને સ્પિનરોએ દબાવ બનાવ્યો અને તેમના ફાસ્ટ બોલરોએ પણ. ભારતની આ ઘરમાં વર્ષ 2019 બાદ વન-ડે દ્વિપક્ષીય સીરિઝમાં પહેલી હાર છે. છેલ્લી વખત ઓસ્ટ્રેલિયાએ જ ભારતીય ટીમને 2-3થી ઘર આંગણે સીરિઝ હરાવી હતી. ત્યારબાદ ભારતીય ટીમે સતત ઘર આંગણે 7 વન-ડે સીરિઝ જીતી હતી.
મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે પહેલા બેટિંગ કરતા 49 ઓવરમાં 269 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી બોલિંગ કરતા સૌથી 3-3 વિકેટ હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે લીધી. જ્યારે અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજને 2-2 વિકેટ મળી હતી. 270 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 49.1 ઓવરમાં 248 રન પર જ સમેટાઇ ગઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી બોલિંગ કરતા સૌથી વધુ 4 વિકેટ એડમ જમ્પાએ લીધી, જ્યારે એશ્ટન એગરને 2 અને માર્કસ સ્ટોઈનિસ અને સેન એબોટને 1-1 વિકેટ મળી હતી.