- Sports
- કોહલીએ કહી દીધું મારે પણ ટેસ્ટમાંથી રિટાયર થવું છે, કોણ બનાવી રહ્યું દિગ્ગજોને ટારગેટ, કોના હાથમાં ર...
કોહલીએ કહી દીધું મારે પણ ટેસ્ટમાંથી રિટાયર થવું છે, કોણ બનાવી રહ્યું દિગ્ગજોને ટારગેટ, કોના હાથમાં રિમોટ કંટ્રોલ

જેની તમે કલ્પના પણ ન કરી હોય એ ઘટના બની જાય તો થોડી વાર કરન્ટ લાગવા જેવી સ્થિતિ થઈ જાય છે. ભારતીય ક્રિકેટમાં છેલ્લા 48 કલાકમાં જે થયું તે 440 વોલ્ટના કરન્ટ લાગવા જેવું હતું કેમ કે રોહિત શર્માના સંન્યાસના આઘાતમાંથી બહાર પણ આવ્યા નહોતા કે વિરાટના સંન્યાસ સમાચારથી ભૂકંપ આવી ગયો છે. રોહિત અને વિરાટ બાબતે એક વાત તો સ્પષ્ટ છે કે તેઓ પોતાની રમત સમજે છે અને જાણે છે કે તેમણે આગળ શું કરવાનું છે. એવામાં, બંનેને સંન્યાસના સમાચાર માત્ર 48 વર્ષ કલાકની અંદર આવવું ઘણા પ્રકારના સવાલ ઊભા કરે છે. મોટો સવાલ એ છે કે બંને દિગ્ગજો એકસાથે સંન્યાસ કેમ લઈ રહ્યા છે. એવું શું થયું કે, 2 મોટી બ્રાન્ડ એકસાથે મેદાન છોડવાનું મન બનાવી લે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસની 5મી ટેસ્ટ દરમિયાન સિડનીમાં આપેલા રોહિત શર્માના ઇન્ટરવ્યૂને યાદ કરો જ્યાં તેણે સ્પષ્ટ કહ્યું હતું કે, તે અહીં જ રહેશે અને ક્યાંય જવાનો નથી. ત્યારબાદ, રોહિતના નેતૃત્વવાળી ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લે છે. IPL મેચોમાં રોહિત શર્મા પોતાનું ફોર્મ પાછું મેળવી લે છે અને ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ પણ રમે છે. તો પછી સવાલ એ ઊઠે છે કે જ્યારે ખેલાડી મેદાન પર સારું પ્રદર્શન કરી રહ્યો હોય, તો પછી તે અચાનક સંન્યાસ કેમ લે? ભારતીય ફેન્સ રોહિતના સંન્યાસના આઘાતમાથી હજી બહાર પણ આવ્યા નહોતા કે વિરાટના સંન્યાસ સમાચારથી હાહાકાર મચી ગયો. વિરાટે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે તે પોતાના કરિયરના શાનદાર દૌપમાંથી પસાર થઈ રહ્યો છે અને રમતનો લુપ્ત ઉઠાવી રહ્યો છે. IPL મેચોમાં સતત રન બનાવનાર વિરાટ પણ શાનદાર ફોર્મમાં હતો, તો પછી સંન્યાસ લેવાનું વિચારવું પણ બેઈમાની લાગે છે.
મીડિયા રિપોર્ટ મુજબ, સિલેક્શન સમિતિ અને ટીમ મેનેજમેન્ટે ઇંગ્લેન્ડ પ્રવાસથી શરૂ થતી નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે એક પ્રોગ્રામ લઈને આવ્યા, જે દરેક પર લાગૂ થવાનો હતો અને સંભવિત ખેલાડીઓની લિસ્ટમાં નાખવામાં આવ્યું તો, તેની તેને જાણકારી આપવામાં આવી અને આ બંને ખેલાડીઓએ એ દસ્તાવેજ પર સહી ન કરી તો તેમણે સાઇન વિના જ પ્રવાસ પર મોકલી શકાય છે. એટલે 48 કલાકમાં અગાઉ રોહિત અને પછી વિરાટના સમાચારોએ હાહાકાર મચાવી દીધો. IPL 2025માં વિરાટ કોહલી પોતાના રંગમાં હતો અને રોહિતે પણ ફોર્મ હાંસલ કરવાનું ચાલુ કરી દીધું હતું. ફેન્સ પણ આ વાતને લઈને ખુશ હતા કે જો બંને દિગ્ગજ ખેલાડીઓ આ ફોર્મમાં રહ્યા, તો ઈંગ્લેન્ડના પ્રવાસથી ભારતીય ટીમ જીતીને પાછી ફરશે.

વિરાટ કોહલી એટલા શાનદાર ફોર્મમાં હતો કે તેણે 11 મેચમાં 63,13ની સરેરાશથી 505 રન બનાવી ચૂક્યો હતો અને તે પોતાના ક્રિકેટને ખૂલીને એન્જોઈ કરી રહ્યો હતો. IPL સ્થગિત થવા સુધી રોહિત પણ 3 અડધી સદી સાથે ફોર્મમાં પાછો ફરી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ અચાનક મુંબઈમાં, રોહિતે સંન્યાસનો મોટો નિર્ણય લીધો. જ્યારે વિરાટે 48 કલાક બાદ સંન્યાસની અરજી નાખી દીધી એટલે કે IPLની વચ્ચે આ બંને ખેલાડીઓને કોઈ સંદેશ મળ્યો જે તેમના સન્માનની વિરુદ્ધ હતો કેમ કે ફોર્મ તો બંને ખેલાડીનું શાનદાર ચાલી રહ્યું હતું.
Related Posts
Top News
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી
Opinion
