પાકિસ્તાને થૂંકેલું ચાટ્યું, T20 વર્લ્ડ કપમાં ભારત સાથે રમવા હા પાડી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની બહુપ્રતિક્ષિત મેચ 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત સમયપત્રક મુજબ રમાશે. પાકિસ્તાન સરકારે સોમવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ઔપચારિક રીતે મેચ રમવાની મંજૂરી આપી દીધી, જેથી ઘણા દિવસોથી ચાલી રહેલા ગતિરોધનો અંત આવ્યો.

PCBના અધ્યક્ષ મોહસીન નકવીએ ICC, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને અન્ય સભ્ય દેશો સાથે થયેલી ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ અંગે વડાપ્રધાન શાહબાઝ શરીફને માહિતી આપી હતી. ત્યારબાદ, સરકારે તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ પાકિસ્તાન ટીમને મેદાનમાં ઉતરવાનો નિર્દેશ આપ્યો. પાકિસ્તાને અગાઉ કહ્યું હતું કે, પોતાની સરકારની સલાહ પર ભારત સામે મેચ નહીં રમે, જેના કારણે સમગ્ર ટૂર્નામેન્ટ પર સંકટના વાદળો મંડરાવા લાગ્યા હતા. જોકે, ICCની સખ્તાઈ, બાંગ્લાદેશની અપીલ અને સતત વાટાઘાટો બાદ પાકિસ્તાન પીછેહઠ કરતું દેખાયું.

India-Vs-Pakistan2
wionews.com

લાહોરમાં બેઠક ઘણા કલાકો સુધી ચાલી હતી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, ICC પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી મોટાભાગની માંગણીઓ સાથે સહમત થયું નથી. ત્યારબાદ, PCBએ તેના બહિષ્કારના વલણને નરમ પાડ્યું, જેથી મેચ રમવાનો માર્ગ મોકળો થયો.

ભારત-પાકિસ્તાન મેચને ક્રિકેટ જગતની સૌથી મોટી અને સૌથી વધુ કમાણીવાળી મેચ માનવામાં આવે છે. એવામાં તેને રદ કરવાથી ICC, બ્રોડકાસ્ટર્સ અને તમામ સભ્ય બોર્ડને ભારે નુકસાન થતું. હવે, મેચ સમયપત્રક મુજબ યોજાવાની સાથે, ટૂર્નામેન્ટ અને ક્રિકેટ ઇકોસિસ્ટમને મોટી રાહત મળી છે.

India-Vs-Pakistan
bhaskarenglish.in

તમને જણાવી દઈએ કે, ‘પાકિસ્તાને લાહોરની બેઠકમાં ઘણી શરતો મૂકી હતી, જેમાં ભારત સાથે દ્વિપક્ષીય સીરિઝ, ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય સીરિઝ, હાથ મળાવવાના વિવાદનો ઉકેલ અને રેવન્યૂમાં વધારો કરવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ ICCએ પાકિસ્તાનની કોઈપણ માંગણી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ICCએ માત્ર એટલું જ કહ્યું હતું કે તે બાંગ્લાદેશ સામે કોઈ નાણાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે. પરંતુ, તેણે પાકિસ્તાનની કોઈપણ માંગણી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે આખરે પાકિસ્તાનને નમતું જોખવું પડ્યું.

ICCએ સોમવારે જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ રમવાનો ઇનકાર કરવા બદલ દંડ ફટકારવામાં નહીં આવે. વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય BCB તેમજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે. પાકિસ્તાને બાંગ્લાદેશના સમર્થનમાં 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.

India-Vs-Pakistan3
mykhel.com

ICCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘એ વાત પર સહમતી બની છે કે વર્તમાન મામલામાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પર કોઈ નાણાકીય, રમતગમત અથવા પ્રશાસનિક દંડ લાદવામાં નહીં આવે. એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે BCB ઈચ્છે તો વિવાદ નિવારણ સમિતિ (DRC)નો સંપર્ક કરવાનો અધિકાર જાળવી રાખશે. આ અધિકાર ICCના હાલના નિયમો હેઠળ ઉપલબ્ધ છે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.

નોંધનીય છે કે, બાંગ્લાદેશે સુરક્ષા ચિંતાઓનો સંદર્ભ આપતા વર્તમાન મેગા ઇવેન્ટ માટે ભારત આવવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ સ્કોટલેન્ડને તેના સ્થાને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવ્યું હતું. વિશ્વ ક્રિકેટ સંસ્થાએ એમ પણ જણાવ્યું હતું કે પરસ્પર સમજૂતીના ભાગ રૂપે, બાંગ્લાદેશ 2028 થી 2031ની વચ્ચે એક ICC ઇવેન્ટનું આયોજન પણ કરશે.

ICC
livemint.com

ICC અનુસાર, આ કરારમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2031 પહેલા એક ICC ઇવેન્ટનું આયોજન કરશે, જે સામાન્ય ICC હોસ્ટિંગ પ્રક્રિયાઓ, સમય-સીમા અને સંચાલન જરૂરિયાતોને આધીન રહેશે. આ અગાઉ, BCB અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ રવિવારે પાકિસ્તાન પહોંચ્યા હતા, જ્યાં મડાગાંઠને ઉકેલવા માટે ICC અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વર્ચ્યૂઅલ મીટિંગ સહિત અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

લોકસભા સ્પીકરને કેવી રીતે હટાવવામાં આવે છે, કેટલા સભ્યોના ‘મત’ જરૂરી?

વિપક્ષી દળ લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા માટે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી દીધો છે. તેના માટે નોટિસ પણ આપી...
Politics 
લોકસભા સ્પીકરને કેવી રીતે હટાવવામાં આવે છે, કેટલા સભ્યોના ‘મત’ જરૂરી?

પાકિસ્તાને થૂંકેલું ચાટ્યું, T20 વર્લ્ડ કપમાં ભારત સાથે રમવા હા પાડી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની બહુપ્રતિક્ષિત મેચ 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત સમયપત્રક મુજબ રમાશે....
Sports 
પાકિસ્તાને થૂંકેલું ચાટ્યું, T20 વર્લ્ડ કપમાં ભારત સાથે રમવા હા પાડી

ગુજરાતના ખેડૂતોની મહેનત અને સરકારના સહયોગથી કઠોળ ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે

આપણું ગુજરાત રાજ્ય ખેતી અને ખેડૂત કલ્યાણના ક્ષેત્રે દેશમાં અગ્રેસર બની રહ્યું છે. ખાસ કરીને કઠોળ પાકોમાં રાજ્યે અભૂતપૂર્વ પ્રગતિ...
Gujarat 
ગુજરાતના ખેડૂતોની મહેનત અને સરકારના સહયોગથી કઠોળ ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.