ગુજરાતના ખેડૂતોની મહેનત અને સરકારના સહયોગથી કઠોળ ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે

આપણું ગુજરાત રાજ્ય ખેતી અને ખેડૂત કલ્યાણના ક્ષેત્રે દેશમાં અગ્રેસર બની રહ્યું છે. ખાસ કરીને કઠોળ પાકોમાં રાજ્યે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. છેલ્લા છ વર્ષમાં (2019/20થી 2024-25) કઠોળનું ઉત્પાદન લગભગ બમણું થઈને 10.58 લાખ મેટ્રિક ટનથી વધીને 21.52 લાખ મેટ્રિક ટન પર પહોંચ્યું છે. આ સાથે વાવેતર વિસ્તાર પણ 9 લાખ હેક્ટરથી વધીને 14.39 લાખ હેક્ટર થયો છે જ્યારે ઉત્પાદકતા 1,173 કિ.ગ્રા/હે.થી વધીને 1,495 કિ.ગ્રા/હે. થઈ છે.

ચણા ગુજરાતનો સૌથી મહત્વનો કઠોળ પાક છે જે રાજ્યના કુલ કઠોળ ઉત્પાદનમાં 70%થી વધુ હિસ્સો ધરાવે છે. 2019/20માં ચણાનું ઉત્પાદન 6.36 લાખ મેટ્રિક ટન હતું જે 2024/25માં અઢી ગણું વધીને 15.63 લાખ મેટ્રિક ટન થયું છે. 2021/22થી 2023/24ના સરેરાશ આંકડા અનુસાર ચણાનું ઉત્પાદન 1,795 કિ.ગ્રા પ્રતિ હેક્ટર રહ્યું છે જે દેશમાં પ્રથમ ક્રમે છે. 2023/24માં તો આ આંકડો 1,714 કિ.ગ્રા/હે. સુધી પહોંચ્યો છે.

02

તુવેરમાં પણ ગુજરાત અગ્રેસર છે. આ સમયગાળામાં તુવેરનું સરેરાસ ઉત્પાદન 1,199 કિ.ગ્રા/હે રહ્યું છે જે રાષ્ટ્રીય સ્તરે ટોચનું છે. ખરીફ પાક તરીકે તુવેરનું ઉત્પાદન પણ 45% જેટલું વધ્યું છે.

આ પ્રગતિના પાયામાં સરકારની નીતિઓ પણ છે જેમ કે MSPમાં સતત વધારો, આધુનિક બિયારણ, સિંચાઈ સુવિધા અને ખેડૂતોને મળતું માર્ગદર્શન. આનાથી ખેડૂતોની આવક વધી છે અને દેશમાં કઠોળ આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી રહી છે. ગુજરાતના ખેડૂતોની મહેનતથી કઠોળ ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. આ સફળતા દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ છે.

About The Author

Related Posts

Top News

લોકસભા સ્પીકરને કેવી રીતે હટાવવામાં આવે છે, કેટલા સભ્યોના ‘મત’ જરૂરી?

વિપક્ષી દળ લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા માટે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી દીધો છે. તેના માટે નોટિસ પણ આપી...
Politics 
લોકસભા સ્પીકરને કેવી રીતે હટાવવામાં આવે છે, કેટલા સભ્યોના ‘મત’ જરૂરી?

પાકિસ્તાને થૂંકેલું ચાટ્યું, T20 વર્લ્ડ કપમાં ભારત સાથે રમવા હા પાડી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની બહુપ્રતિક્ષિત મેચ 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત સમયપત્રક મુજબ રમાશે....
Sports 
પાકિસ્તાને થૂંકેલું ચાટ્યું, T20 વર્લ્ડ કપમાં ભારત સાથે રમવા હા પાડી

ગુજરાતના ખેડૂતોની મહેનત અને સરકારના સહયોગથી કઠોળ ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે

આપણું ગુજરાત રાજ્ય ખેતી અને ખેડૂત કલ્યાણના ક્ષેત્રે દેશમાં અગ્રેસર બની રહ્યું છે. ખાસ કરીને કઠોળ પાકોમાં રાજ્યે અભૂતપૂર્વ પ્રગતિ...
Gujarat 
ગુજરાતના ખેડૂતોની મહેનત અને સરકારના સહયોગથી કઠોળ ઉત્પાદનમાં નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે

ઠાકોર સમાજના બંધારણમાં DJ પ્રતિબંધ યથાવત, 2027 સુધી કોઈ ફેરફાર નહીં: ગેનીબેન ઠાકોર

ઠાકોર સમાજ દ્વારા ઘડાયેલા નવા બંધારણ અમલમાં આવ્યા બાદ DJ વગાડવા પરના પ્રતિબંધને લઈને વિવાદ સર્જાયો છે. આ મુદ્દે સ્પષ્ટતા...
Gujarat 
ઠાકોર સમાજના બંધારણમાં DJ પ્રતિબંધ યથાવત, 2027 સુધી કોઈ ફેરફાર નહીં: ગેનીબેન ઠાકોર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.