- Politics
- લોકસભા સ્પીકરને કેવી રીતે હટાવવામાં આવે છે, કેટલા સભ્યોના ‘મત’ જરૂરી?
લોકસભા સ્પીકરને કેવી રીતે હટાવવામાં આવે છે, કેટલા સભ્યોના ‘મત’ જરૂરી?
વિપક્ષી દળ લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા માટે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી દીધો છે. તેના માટે નોટિસ પણ આપી દેવામાં આવી છે. ધ હિન્દુના એક અહેવાલ મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે દ્વારા આયોજિત INDIA બ્લોકની બેઠકમાં આ બાબતની ચર્ચા કરવામાં આવી હતી. તેની પાછળ ઘણા કારણો ગણાવવામાં આવ્યા છે, જેમ કે, રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીને ગૃહમાં બોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
બજેટ સત્રના પહેલા અઠવાડિયા દરમિયાન, સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસના 7 સહિત 8 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. ગયા અઠવાડિયે, કાર્યવાહી ઘણી વખત સ્થગિત કરવામાં આવી અને વિપક્ષી સભ્યોએ પ્રદર્શન કર્યું હતું. સભ્યો, પૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેના અપ્રકાશિત સંસ્મરણના અંશો એક મેગેઝિનમાં પ્રકાશિત થયા બાદ 2020ના ભારત-ચીન સંઘર્ષ અંગે સરકાર પાસેથી જવાબો માંગી રહ્યા હતા. હવે, પ્રશ્ન એ ઊભો થાય છે કે લોકસભા અધ્યક્ષને કેવી રીતે હટાવવામાં આવે છે અને સમગ્ર પ્રક્રિયા શું છે.
લોકસભા સ્પીકરને હટાવવાની પ્રક્રિયા
અહેવાલમાં સૂત્રોના સદર્ભે દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રસ્તાવ બંધારણના અનુચ્છેદ 94-C હેઠળ લાવવામાં આવી રહ્યો છે. તે સ્પીકરને હટાવવા, વિપક્ષના નેતાને આભાર પ્રસ્તાવ પર બોલતા અટકાવવા, ભાજપના સાંસદ નિશિકાંત દુબે સામે કાર્યવાહી શરૂ ન કરવા, કોંગ્રેસના મહિલા સાંસદો સામે પાયાવિહોણા આરોપો કરવા અને 8 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની નોટિસ આપવાની તૈયારી છે.
લોકસભા અધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા ભારતીય બંધારણના અનુચ્છેદ 94માં મળે છે. નિયમો જણાવે છે કે, લોકસભા સ્પીકરને માત્ર ગૃહમાં પસાર કરાયેલા ખાસ ઠરાવ દ્વારા જ હટાવી શકાય છે. આ પ્રક્રિયા ઘણી શરતોને આધીન છે. સ્પીકરને હટાવવા, સૌપ્રથમ ગૃહમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. પ્રસ્તાવની નોટિસ 14 દિવસ અગાઉ આપવી આવશ્યક છે.
ખાસ વાત છે કે, આ પ્રસ્તાવ માત્ર ત્યારે જ લાગૂ કરવામાં આવે છે જો લોકસભાના ઓછામાં ઓછા 50 સભ્યો તેને સમર્થન આપે. આ લઘુત્તમ સમર્થન વિના, પ્રસ્તાવ ગૃહમાં સ્વીકારવામાં આવતો નથી. 14 દિવસ અગાઉ આપવામાં આવેલી નોટિસમાં 50 સભ્યોની સહીઓ ફરજિયાત છે. નોટિસ સ્વીકાર થયા બાદ, સ્પીકર તેના પર ચર્ચા માટે તારીખ નક્કી કરે છે. ચર્ચા માટેનો સમય 10 દિવસથી વધુ ન હોઈ શકે.
જો લોકસભામાં હાજર અને મતદાન કરતા સાંસદોની સાધારણ બહુમતી આ પ્રસ્તાવના પક્ષમાં હોય છે તો સ્પીકરને પદ પરથી હટાવવામાં આવે છે. મતદાન પ્રક્રિયા માટે 2/3 બહુમતી જરૂરી નથી, જેમ કે બંધારણીય સુધારાઓમાં થાય છે. માત્ર બહુમતી જ પૂરતી છે.
શું હટાવવાના પ્રસ્તાવની પર ચર્ચામાં ભાગ લેશે સ્પીકર?
નહીં, જે દિવસે લોકસભા સ્પીકરને હટાવવાનાના પ્રસ્તાવ પર ચર્ચા થાય છે, ત્યારે સ્પીકર તેની અધ્યક્ષતા કરતા નથી. ઉપાધ્યક્ષ કાર્યવાહીની અધ્યક્ષતા કરે છે. જો પ્રસ્તાવ પસાર થાય છે, તો સ્પીકરને તાત્કાલિક પદ પરથી હટવું પડે, પરંતુ તેઓ સંસદ સભ્ય રહે છે, પરંતુ સ્પીકર નહીં. આ પ્રક્રિયા બાદ, લોકસભાના નવા અધ્યક્ષની પસંદગી થાય છે. લોકસભાના ઇતિહાસ પર નજર કરીએ તો, એવો એક પણ દાખલો નથી જ્યાંરે સ્પીકરને હટાવવામાં આવ્યા હોય.

