બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે પોતાની ટીમ ભારત નહીં મોકલે. BCBICCને અનુરોધ કર્યો હતો કે, તેની ટીમની મેચો ભારતથી શિફ્ટ કરીને શ્રીલંકા રાખવામાં આવે, કારણે કે તેને ભારતમાં રમવાને લઈને સુરક્ષા સંબંધિત ચિંતા છે. જોકે, ICCએ વર્લ્ડ કપના શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવાનો ઇનકાર કરી દીધો છે.

ત્યારબાદ, બાંગ્લાદેશે કડક વલણ અપનાવતા ભારત આવવાનો ઇનકાર કરી દીધો છે. એવામાં હવે લગભગ એ નિશ્ચિત થઈ ગયું છે કે બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં આવશે. T20 વર્લ્ડ કપ બોયકોટ કરવાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને સૌથી મોટું નુકસાન થશે.

bangladesh
sports.ndtv.com

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, જો બાંગ્લાદેશ વર્લ્ડ કપમાં નહીં રમે, તો તેને લગભગ 27 મિલિયન ડૉલર (લગભગ 240 કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. આમાં બ્રોડકસ્ટિંગ રેવેન્યૂ, સ્પોન્સરશિપ અને વાર્ષિક ક્રિકેટ આવકનો સમાવેશ થાય છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ નુકસાન BCBની વાર્ષિક કમાણીનો લગભગ 60 ટકા જેટલું હોઈ શકે છે.

બાંગ્લાદેશના સ્પોર્ટ્સ એડવાઇઝર, આસિફ નજરુલે ખેલાડીઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે, ICCનો સુરક્ષા અહેવાલ સ્વીકાર્ય નથી. અમે સંતુષ્ટ નથી કે ભારતમાં અમારા ખેલાડીઓ, પત્રકારો અને દર્શકોની સુરક્ષઆ સુનિશ્ચિત કરી શકાય છે. આ નિર્ણય સરકારનો છે, અને નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘બાંગ્લાદેશ આશા છોડી રહ્યું નથી અને ઇચ્છે છે કે ICC ન્યાય કરતા તેની ટીમને શ્રીલંકામાં રમવાની મંજૂરી આપે.

ભારતને કેટલું નુકસાન થશે?

બાંગ્લાદેશના આ બોયકૉટથી ભારતને નુકસાન મર્યાદિત જ રહેશે. ભારત અને બાંગ્લાદેશ પડોશી દેશો છે, અને અહીં ક્રિકેટ માટે જબરદસ્ત દીવાનગી છે. બાંગ્લાદેશી ફેન્સ મોટી સંખ્યામાં ભારત આવીને મેચ માટે ટિકિટ ખરીદે છે. ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ગેરહાજરીથી ટિકિટની આવકમાં ઘટાડો થશે.

bangladesh
x.com/CricketNDTV

ટિકિટના વેચાણમાંથી થતી આવક ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)ના ખિસ્સામાં જવાની હતી. એટલે કે BCCIની કમાણી પર થોડી અસર જોવા મળશે. બાંગ્લાદેશની 4માંથી 3 મેચ કોલકાતામાં અને એક મેચ મુંબઈમાં રમાવાની છે. ઢાકાથી આ શહેરો માટે સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. એવો અંદાજ છે કે કોલકાતાને જ 30-40 કરોડ રુપિયાનું નુકસાન થઈ શકે છે.

પહેલા પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કરતા ભારતની વૈશ્વિક છબી પર સવાલ ઉઠી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એવું નેરેટિવ બની શકે છે કે ભારત પોતાના પડોશીઓ સાથે કડક વર્તન કરી રહ્યું છે, જેથી સુરક્ષાને લઈને પણ આંગળીઓ ઉઠશે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.