- National
- કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન
કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન
ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજેતરના રિપોર્ટ મુજબ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે અને તેઓ દેશના સૌથી અમીર મુખ્યમંત્રીનું નામ પણ જાણી લો. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂ 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે ભારતના સૌથી અમીર મુખ્યમંત્રી છે.
દેશના 30 મુખ્યમંત્રીઓમાંથી 40 ટકા મુખ્યમંત્રીઓએ પોતાની સામે ક્રિમિનલ કેસ જાહેર કર્યા છે. તેમાંથી તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પોતાની સામે સૌથી વધુ 89 કેસ જાહેર કર્યા છે, જ્યારે તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને 47 કેસ જાહેર કર્યા છે. ADRનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે સરકાર 3 બિલ આવી છે, જેમાં ગંભીર ક્રિમિનલ આરોપોમાં 30 દિવસ માટે ધરપકડ કરાયેલા વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને દૂર કરવાની જોગવાઈ છે.
કયા મુખ્યમંત્રી પર કેટલા ક્રિમિનલ કેસ છે?
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ સામે 19 ક્રિમિનલ કેસ છે
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે 13 ક્રિમિનલ કેસ છે
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સામે 5 ક્રિમિનલ કેસ છે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે 4 ક્રિમિનલ કેસ છે
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ સામે 4 ક્રિમિનલ કેસ છે.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામે 2 ક્રિમિનલ કેસ છે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સામે 1 ક્રિમિનલ કેસ છે.
ADR રિપોર્ટ મુજબ, 33 ટકા મુખ્યમંત્રીઓએ તેમની સામે ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયેલા જાહેર કર્યા છે, જેમાં હત્યાનો પ્રયાસ, અપહરણ, લાંચ અને ગુનાહિત ધમકી સંબંધિત કેસનો સમાવેશ થાય છે.
દેશના સૌથી અમીર મુખ્યમંત્રી
ADRના તાજેતરના રિપોર્ટ મુજબ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ પાસે સૌથી વધુ સંપત્તિ છે. નાયડુ દેશના સૌથી અમીર મુખ્યમંત્રી છે, જેમની સંપત્તિ 931 કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ પાસે 332 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને દેશના બીજા સૌથી અમીર મુખ્યમંત્રી છે.
કોની પાસે સૌથી ઓછી સંપત્તિ?
ત્રીજા નંબર પર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે, જેમની સંપત્તિ 51 કરોડ રૂપિયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે માત્ર 15 લાખ રૂપિયાની સંપત્તિ છે અને તેઓ દેશમાં સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી છે. ADR રિપોર્ટ બતાવે છે કે દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓની સરેરાશ સંપત્તિ 54.42 કરોડ રૂપિયા છે, આ 30 મુખ્યમંત્રીઓમાંથી 2 મુખ્યમંત્રી અબજપતિ છે. જ્યારે 30 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,632 કરોડ રૂપિયા છે.

