- National
- શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે
શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે
એમિરેટ્સ એરલાઇન્સે ફ્લાઇટમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયે બધાને હેરાન કરી દીધા છે કારણ કે ઘણા મુસાફરો તેમના ફોન અને અન્ય ગેજેટ્સ ચાર્જ કરવા માટે ફ્લાઇટમાં પાવર બેંક લઈને જાય છે. હવે આ નિર્ણયથી લોકોને ઝટકો લાગ્યો છે, જે એમિરેટ્સ એરલાઇન્સમાં મુસાફરી કરે છે. ચાલો જાણીએ કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો. શું તે મુસાફરોની સુરક્ષા માટે છે કે પછી કારણ કંઈક બીજું છે?
એમિરેટ્સની નવી પોલિસી હેઠળ મુસાફરો હવે માત્ર એક જ પાવર બેંક પોતાની સાથે લઈ જય શકે છે, પરંતુ અહી નોંધ લેવા જેવી વાત એ છે કે આ પાવર બેન્કની ક્ષમતા 100 વોટ (Wh) કરતા ઓછી હોવી જોઈએ. પાવર બેંક પર તેની ક્ષમતા બાબતે સ્પષ્ટ લખેલું હોવું જોઈએ. તમે પાવર બેંક લઈ જઈ શકો છો, પરંતુ ફ્લાઇટમાં તેનો ઉપયોગ નહીં કરી શકો.
આ કડક નિર્ણય શા માટે લેવામાં આવ્યો?
પાવર બેંકો પર પ્રતિબંધનો નિર્ણય મુખ્યત્વે સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. પાવર બેંકો લિથિયમ-આયન અથવા લિથિયમ-પોલિમર બેટરીનો ઉપયોગ કરે છે, જે વધુ ગરમ થઈ શકે છે અને આગ પણ પકડી શકે છે. આ થર્મલ રનવે નામની પ્રક્રિયાને કારણે થાય છે, જેમાં બેટરીનું તાપમાન વધી જાય છે, જેના કારણે આગ લાગી શકે છે અથવા વિસ્ફોટ થઈ શકે છે.
આ પ્રકારનો નિર્ણય એટલે લેવામાં આવ્યો છે, જેથી વિમાનમાં બેટરી સાથે સંકળાયેલા જોખમોને ઘટાડી શકાય છે, ખાસ કરીને ઓછી કિંમતની પાવર બેંકો જેમાં ઓટોમેટિક શટ-ઓફ જેવી સુરક્ષા સુવિધાઓનો અભાવ હોય છે. અમીરાત એરલાઇન્સનો આ નિર્ણય તમારી સુરક્ષા માટે લેવામાં આવ્યો છે. એમિરેટ એરલાઇન્સમાં મુસાફરી કરતા મુસાફરોએ હવે એરપોર્ટ માટે ઘરેથી નીકળતા પહેલા તેમના ફોન અને અન્ય ગેજેટ્સને પૂરી રીતે ચાર્જ કરી લેવા પડશે, જેથી આવી કોઈ સમસ્યા ઉત્પન્ન ન થાય.

