શું પાકિસ્તાન સામેની જીત ભારતીય ટીમ માટે સારો સંકેત નથી? શું ટીમ ઈન્ડિયા આ વખતે ઇતિહાસ બદલી નાખશે? મહાશિવરાત્રીએ...

T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને સુપર-8માં જગ્યા મેળવી લીધી છે. પાકિસ્તાન સામેની મેચના પરિણામથી કદાચ જ કોઈને હેરાની થઈ હશે. જોકે, પાકિસ્તાની ટીમે જે સરળતાથી સરેન્ડર કરી દીધું, તે જરૂર થોડું આશ્ચર્યજનક હતું. ભારતીય ટીમે પાકિસ્તાનને મેચમાં એકતરફી 61 રનથી હરાવ્યું, જેનાથી પોતાનો રેકોર્ડ સુધર્યો. આ પ્રદર્શનથી ફરી એકવાર એવી આશા મજબૂત થઈ છે કે ટીમ ઈન્ડિયા તેના ટાઇટલનો બચાવ કરી શકે છે. પરંતુ શું આ પરિણામ ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ જીતવાની તકથી વંચિત રાખશે?

આ વાંચીને તમે આશ્ચર્યચકિત જરૂર થયા હશો. ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે તેને જોતા આવા પરિણામની કલ્પના કરવી થોડી મુશ્કેલ લાગે છે. સૂર્યકુમાર યાદવની આગેવાનીવાળી ભારતીય ટીમ તેના ટાઇટલનો બચાવ કરવા માટે એક મજબૂત દાવેદાર નજરે પડી રહી છે. જો કે, આ જીત બાદ એક એવો સંયોગ બની રહ્યો છે જેણે કેટલીક ચિંતાઓ ઉભી કરી દીધી છે. પાકિસ્તાન સામેની જીત તેનું કારણ છે. ચાલો આગળ જાણીએ આ સંયોગ શું છે, અને તેનો પાકિસ્તાન સાથે શું સંબંધ છે?

bride
x.com/i/grok

ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમે પાકિસ્તાન સામેની મેચ સરળતાથી જીતી લીધી હતી. પરંતુ આ પહેલી વાર નહોતું જ્યારે ભારતીય ટીમે 15 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમને હરાવી હોય. આ અગાઉ, 2015ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમે 15 ફેબ્રુઆરીના રોજ પણ પાકિસ્તાની ટીમને સરળતાથી ધૂળ ચટાવી હતી.

આટલું જ નહીં, રવિવારે દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી પણ કરવામાં આવી હતી. ભારતીય ટીમે આ અવસર પર શિવભક્તો સહિત સમગ્ર દેશને શાનદાર ભેટ પણ આપી હતી. પરંતુ તેણે 22 વર્ષ જૂની મેચની યાદ અપાવી દીધી. અગાઉ, 2003માં, મહાશિવરાત્રી પર ભારત-પાકિસ્તાન મેચ રમાઈ હતી, અને ભારતીય ટીમ ત્યારે પણ જીતી હતી.

india-Vs-pakistan2
espncricinfo.com

હવે, આ જ આખો સંયોગ છે. ભારતીય ટીમ 2015ના વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી, જે અંતે વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ અગાઉ, ભારતીય ટીમ 2003ના વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારીને ટાઇટલ ગુમાવી ચૂકી હતી. આ વર્ષે 15 ફેબ્રુઆરી અને મહાશિવરાત્રી એક જ દિવસે આવી હતી, અને ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીના સૌથી મોટા માર્જિનથી હરાવી દીધી હતી. જો કે આ વખતે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર થઇ ચૂક્યું છે. હવે જોવાનું એ રહેશે કે, શું ભારતીય ટીમનાં હાથમાંથી ફરી એકવાર ટાઇટલ સરકી જશે? કે પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવની ટીમ આ વખતે ઇતિહાસ બદલી નાખશે?

About The Author

Top News

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું

એક તરફ, મેદાન પર વિનાશક બોલિંગ, અને બીજી તરફ, ઘરે ખુશી... આ પ્રફુલ હિંગેના IPL ડેબ્યૂની સાચી...
Sports 
મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.